Ishita Raithatha

Drama Others

4.3  

Ishita Raithatha

Drama Others

મારે જોઈએ, ને જોઈએ જ છે

મારે જોઈએ, ને જોઈએ જ છે

5 mins
341


       સાંજના પાંચ વાગ્યા હતા, પ્રિયા અને વિર બંને ડૉક્ટર બહાર આવે તેની રાહ જોતા હતા. ડૉક્ટર બહાર આવે તે દરમ્યાન, પ્રિયા વિરને બધી વાત કરવા કહે છે.

પ્રિયા: "શું થયું ? તું કેમ કંઈ બોલતો નથી ?"

      (વિરના બંને હાથ જોરથી દબાવીને પૂછે છે.)

વિર: " કાલે રાત્રે, મેં પપ્પા સાથે ફૉન પર વાત કરી, ત્યારે મેં પપ્પા પાસે બાઈક લઈ દેવા કહ્યું, અને "

પ્રિયા:"અને, શું ? બોલ તો ખરી, શું કામ આટલો બધો ધ્રૂજે છે ?"

વિર:" બાઈક, માટે થઈને મારા અને પપ્પા વચ્ચે થોડી વાત વધારે થઈ ગઈ. મારે બાઈક ઘણા દિવસથી લેવું હતું પણ, પપ્પા ઘણા વખતથી ટાળતા જ હતા. પછી કાલે મારાથી ન રહેવાણું, મારી ધિરજ ખૂટી ગઈ હતી, અને ઊંચા અવાજમાં પપ્પા સાથે વાત કરી !" અને પપ્પાએ તરત ફૉન મૂકી દીધો; મને થયું કે પપ્પાને મારું આવું વર્તન ન ગમ્યું, માટે ફૉન મૂકી દીધો; મેં પછી ટ્રાય કરી, પણ ફૉન ન લાગ્યો."

પ્રિયા:" પણ, તું પુને થી મુંબઈ આવ્યો કેવી રીતે ?"

વિર:" મારે બાઈક આજે જ લેવું હતું, મેં મારા મિત્રો સાથે શરત લગાવી હતી, અને એ શરતનો સમય પૂરો થવા આવ્યો હતો, જેને લીધે મારા મિત્રો મારી મશ્કરી કરતા હતા, જેને લીધે મારું ધ્યાન ભણવામાં પણ નહોતું રહેતું હું બીજું કંઈ પણ કામ શાંતિથી કરી શકતો નહોતો. તેથી હું ગઈ કાલે રાત્રે, પપ્પા સાથે પછી ફૉન પર વાત ન થવાથી, ઘરે આવવા માટે નીકળી ગયો."

પ્રિયા: " પણ, તારે એકવાર મને કે મમ્મીને તો ફૉન કરાય ? કંઈ વિચાર્યા વગર આટલું મોટું પગલું ભરી લીધું ? તને ખબર પણ છે કે તે કેટલી મોટી ભૂલ કરી છે ? આના લીધે તારે એકલાએ નહીં પણ આપણા આખા પરિવારને પરિણામ ચૂકવવું પડશે !"

વિર:" હા, મને ખબર છે; પણ ગઈકાલે રાત્રે મારી મતી મારી ગઈ હતી કે હું મિત્રો સાથેની શરત માટે ભવિષ્ય દાવ પર મૂકવા નીકળી ગયો; હું, આજે સવારે ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી પપ્પાને માથું દબાવી દેતી હતી. હું અંદર ગયો અને બંનેને મળ્યો અને બંને એકીસાથે બોલ્યા, "તું ? અહીં ! પણ કેમ ? અચાનક ? આવા ઘણા સવાલ એકસાથે પૂછવા લાગ્યા."

પ્રિયા:" હા, મારે જ્યારે સવારે મમ્મી સાથે વાત થઈ ત્યારે તે કહેતી હતી કે, તારા પપ્પાને માથું દુ:ખે છે, તો થોડીવાર માથું દબાવી અને પછી વાત કરીએ. મેં પણ બીજી કંઈ ખાસ વાત કર્યા વગર ફૉન મૂકી દીધો."

વિર:" બસ, તારા ફૉન મૂક્યા પછી હું તરત ત્યાં પહોંચ્યો અને હું, મમ્મી-પપ્પાના સવાલના જવાબ આપું એ પહેલાંજ પપ્પાના ફૉનમાં રીંગ વાગી."

    (આટલું બોલતાં બોલતાં, વિરનાં હાથમાનો ચાનો કપ તૂટી જાય છે.)

પ્રિયા:" ભાઈ, શાંત થઈ જા, બધું સરખું થઈ જશે."

વિર:" શું ? ધૂળ, બધું સરખું થઈ જાશે ?" તને ખબર છે, એ ફૉન, કોનો હતો ?

પ્રિયા:" જેનો પણ હોય, આપણી અત્યારે એ ચિંતા નથી."

વિર:" પણ, એ ફૉન પરની વાતથી જ પપ્પાને એટેક આવ્યો છે."

પ્રિયા:" તો શું એ ફોનની વાત જ બગડેલી તબિયતનું કારણ છે ?"

વિર:" હા, એ ફૉન, મારી હોસ્ટેલ પરથી હતો, કે હું રાત્રે કીધા વગર ભાગી ગયો છું, અને આજે કૉલેજમાં સરપ્રાઈઝ એક્ઝામ હતી, જેમાં પાસ થવાથી પૂનેમાં બેંકમાં મેનેજરની પોસ્ટ મળત, અને મહિનાનો બે લાખ રૂપિયા પગાર મળત. પણ હું જાણ કર્યા વગર નીકળી ગયો માટે મને હોસ્ટેલ, અને કૉલેજ બંનેમાંથી સસ્પેન્ડ કરી દિધો છે. આ વાત સાંભળી પપ્પા તરત જમીન પર પડી ગયા. અને મેં તેમને પકડ્યા અને ફોનમાં જોયું તો મારી હોસ્ટેલનો નંબર હતો."

પ્રિયા:" હવે શું કરીશ ભાઈ ? ઉતાવળે નિર્ણય ના લેવાય."

વિર:"મને મારી ભૂલ પર ખૂબ અફસોસ થાય છે, કે મે બાઈક "જોઈએ ને જોઈએ" આવી જિદ્દ કરી જેથી મારી અને પપ્પાની, બંનેની જિંદગી મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે."

   ( આટલું કહી ને વિર, પ્રિયાના ખોળામાં માથું નાખીને ખૂબ જોર-જોરથી રડે છે. એટલામાં ત્યાં ડૉક્ટર અજય આવે છે.)

અજય સર: "તમારા પપ્પાને હવે સારું છે, અને અત્યારના સમયમાં આખા દેશમાં મહામારી છે માટે અમે અમારી હોસ્પિટલમાં પેશન્ટ સાથે કોઈને પણ રહેવાની કે તેને રૂબરૂ મળવાની રજા નથી આપતા, માટે તમે તમારા ઘરે જઈને પછી ફોનથી વાત કરી લેજો. તમારા પિતાજી વિજયભાઈ ને અમે ત્રણ દિવસ પછી રજા આપશુ."

વિર:"તમારો ખુબ ખુબ આભાર. હાલ પ્રિયા આપણે ઘરે જઈએ."

   (પ્રિયા અને વિર ત્રણ દિવસ પછી તેના પપ્પા ને લેવા હોસ્પિટલ જાય છે.)

વિર: "સિસ્ટર વિજયભાઈ ને આજે રજા આપવાના છે, અમે તેમને લેવા આવ્યા છે."

સિસ્ટર: "તમે અહીં બેસો હું અજયસરને પૂછીને આવું છું."

પ્રિયા: "વિર આજે ફાધર્સ ડે છે, અને આજે પપ્પા પણ આપણી સાથે ઘરે આવશે. હું બહુ ખુશ છું. "

વિર: "હા, પ્રિયા હું પણ બહુ ખુશ છું કે પપ્પા આપણી સાથે ઘરે આવે છે. હું હવેથી ક્યારેય પણ કંઈ જિદ નહીં કરું, પપ્પાનું ખૂબ ધ્યાન રાખીશ."

સિસ્ટર: "તમને અજયસર તેમની ઓફિસમાં બોલાવે છે, તમારા પપ્પા પણ ત્યાજ છે."

પ્રિયા: "સિસ્ટર બધું બરાબર છે ને ? પપ્પા ને સારું છે ને ? "

સિસ્ટર:" મારે બીજા પેશન્ટને પણ જોવા જવાના છે. તમે અજયસર સાથેજ વાત કરી લેજો."

 (વિર અને પ્રિયા બંને ડૉક્ટર અજયની ઓફિસમાં જાય છે.)

અજયસર: "અરે! તમે લોકો આવી ગયા ? આવો, તમારા માટે તમારા પપ્પાના બધા રિપોર્ટ સાથે આ એક કવર પણ મારે તમને આપવાનું છે. વિર આ તારા માટે છે."

પ્રિયા: "પરંતુ મારા પપ્પા ક્યાં છે ? "

અજયસર:" તમારી પાછળ જ છે તમારા પપ્પા."

( વિર અને પ્રિયા બંને વિજયભાઈને મળીને બહુ ખુશ થાય છે.)

વિર: "હેપી ફાધર્સ ડે પપ્પા."

વિજયભાઈ: "ખુશ રહે અને હંમેશા શાંતિથી અને વિચારીને નિર્ણય લેજે. અને હવે જલ્દીથી અહીં બિલ ભરી દેજે પછી આપણે ઘરે જઈ શકીએ."

(વિર અજયસર દ્વારા આપેલું કવર ખોલે છે. તે વાંચીને વિરની ખુશીનો પાર નથી રહેતો, વિર ખૂબ ખુશ થાય છે. પ્રિયા પણ તેના હાથમાંથી તે કવર લઈને જુએ છે, અને પ્રિયા પણ ખુશીથી ઉછળવા લાગે છે.)

અજયસર:" તો વિર જલ્દીથી ઘરે જા અને રેડી થઈ જજે, કાલથી તો તારે જ આ આખી હોસ્પિટલ ને મેનેજ કરવાની છે."

વિર: "સર, તમારો ખૂબ ખૂબ આભાર."

અજયસર:" આભાર મારો નહીં તારા પિતાજીનો માન, તેની મહેનતના કારણે જ તને આ નોકરી મળી છે. આ ત્રણ દિવસ દરમિયાન મને વિજયભાઈ એ તારા વિશે ઘણી વાતો કરી, અને તને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યો છે તે પણ જાણ થઈ. પછી વિજયભાઈ એ મને તારી બધી આવડત વિશે પણ વાત કરી. ત્યારેજ મે વિજયભાઈને વાત કરીકે, મારી હોસ્પિટલમાં મેનેજમેન્ટ હેડની જગા ખાલી છે. અને હું મહિને 1.5 લાખ રૂપિયા પગાર આપીશ."

(વિર, પ્રિયા બંને તરત વિજયભાઈને ગળે મળે છે, અજયસરનો પણ આભાર માને છે.)

વિર:"વિજયભાઈને હાથ પકડીને કહે છે," મારા પપ્પા મારા હીરો છે."આજે ફાધર્સ ડે છે મારે તમને ગિફ્ટ આપવી હતી પરંતુ તમે મને આટલી સારી ગિફ્ટ આપી, માટે હું તમારા મારી પર વિશ્વાસ છે તેના પર ખરો ઊતરીશ અને તમને અને અજયસરને હમેશાં ગર્વ થાય તેવાજ કાર્યો કરીશ."

(વિજયભાઈ, અજયસર, પ્રિયા, વિર બધા ખૂબ ખુશ થાય છે. અને વિજયભાઈ તેના બાળકો સાથે ઘર જાય છે.)

કાલ્પનિક વાર્તા સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Drama