Manishaben Jadav

Inspirational Children

4.8  

Manishaben Jadav

Inspirational Children

મા ની મમતા

મા ની મમતા

1 min
307


"માં તે માં બીજા બધા વગડાના વા"

રમેશ લગભગ અઢારેક વર્ષનો થયો હશે. તે આખાં ગામમાં રખડ્યા કરે. ઘરમાં કોઈ મદદ કરે નહી. તેની વિધવા માતા આખો દિવસ કામ કરે. ઘેર આવીને રસોઈ બનાવે અને પ્રેમથી જમાડે.

ગામના બધા જ લોકો રમેશને સલાહ આપે. તું તારી ઘરડી માં સામે તો જો. આખો દિવસ ન થાય છતાં કામ કરે અને તારું ભરણપોષણ કરે. તને જરાય દયા પણ નથી આવતી. તું થોડીક તો મદદ કર.

એ આટલી મોટી ઉંમરે તારી જવાબદારી પણ ઉપાડે. એ સારું લાગે ખરું. પણ રમશને તો જાણે કંઈ અસર જ ન થાય. તેની માતા થાકીને આવે તો પણ પ્રેમથી એને જમાડે. કયારેય કોઇ ફરિયાદ નહિ. બસ દિલમાં એક વસવસો કાયમ કે હું મરી જાય પછી આનુ શું ? પછી એને કોણ જમાડશે. એનું ધ્યાન કોણ રાખશે.

એક દિવસ ગામમાં આવતાં એક ટ્રક સાથે અથડાતાં તેનું ત્યાં જ મૃત્યુ થયું. તેની માતા આ આઘાત જીરવી ન શકી. હું જેના માટે જીવતી હતી એ તો હવે છે જ નહિ. એ પછી માંડ બે દિવસ પસાર થયા. તેની માતા પણ મૃત્યુ પામી.

"માં તારી મમતા કેવી પ્યારી

 જેને મેળવવા તરસે ખુદ ભગવાન."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational