'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

મા ! મારે ઊડવું છે ! ભાગ-૭

મા ! મારે ઊડવું છે ! ભાગ-૭

2 mins
536


કાલુમાં કઈ તાકાત હતી એ તો તેની સાથે ભણનારાં બાળકો પણ સમજી શકતાં નહોતાં. એ બધાંને તો એમ જ થતું કે કાલુ આટલું બધું યાદ કઈ રીતે રાખે છે ! સાથે સાથે કાલુની ઈર્ષ્યા પણ કરતાં. ઘણીવાર આ બાળકોએ કાલુ પરેશાન થાય એવી યુક્તિઓ પણ કરેલ. એના લીધે કાલુને ઘણીવાર ઈજાઓ પણ થયેલ. પણ કાલુને એ બધી બાબતોમાં ધ્યાન દેવાનો સમય જ નહોતો. એને તો નવું નવું શીખવું છે, નવું નવું જાણવું છે, પોતાનું સ્વપ્ન પૂરું કરવું છે, હિમ્મતને કાયમ ઉન્નત રાખવી છે. તે આકાશમાં ઊડવાનાં સ્વપ્ન જુએ છે. તો પછી આળસ કેમ પોષાય !

એક દિવસ કાલુને લક્ષ્મી મિત્તલની એક વાત યાદ આવી. લક્ષ્મી મિત્તલે કહેલું છે કે, ‘‘બધા કરતાં જુદું વિચારશો તો જ તક મળશે. ખરાબ સમય તો બધાને આવતો હોય છે. દરિયો તોફાની બન્યો હોય અને ત્યારે નાવને સંભાળી શકે, એ જ સાચો ખલાસી છે.’’ કાલુએ માને પણ લક્ષ્મી મિત્તલ વિશેની એક વાત કહી, ‘‘મા ! અતિ પૈસાદાર બનેલ આ માણસે એવી વાત પણ કરી છે કે, આકરી મહેનતનો કોઈ પર્યાય નથી, પણ બધા મહેનત કરતા હોય ત્યારે તે બધા કરતા આપણે વધુ કમર કસીએ તો જ તેઓ વચ્ચે સફળ થઈ શકીએ. મા ! હું પણ બધા કરતા વધારે મહેનત કરીને આગળ વધીશ ! મા ! મારે પણ આ લોકોની જેમ ઊંચે ઊડવું છે. મા ! મને હિંમત દે ! હિંમતે મદર્ા, તો મદદે ખુદા. હું કદી’ હિંમત હારવાનો નથી. ભગવાન મને મદદ કરતો રહેશે.’’

એવું નથી કે, કાલુને કોઈએ રોકયો નહિ હોય કે, ‘‘કાલુ, તું તો વિકલાંગ છો ! તારે આવાં સપનાં ન જોવાય !’’ પણ કાલુ તો આવી વાતો કદી’ સાંભળતો જ નહિને ! એના મનમાં જે ઉત્સાહ છે તે કદી’ ખંડિત થતો જ નથીને !

કાલુની લગની અને ભણવામાં તેની તેજિસ્વતા જોઈને ઘણાને ઈર્ષ્યા પણ આવે છે, પણ કોઈ કંઈ કરી શકતું નથી. તેમાં પૈસાવાળા લોકોને પણ વધુ ઈર્ષ્યા આવે છે. તેઓ વિચારે છે, ‘‘આપણે પૈસા ખર્ચીને આટલી-આટલી મહેનત કરીએ તોય એક ગરીબનો છોકરો આપણાં બાળકોથી આગળ રહે છે !’’ આમ વિચારીને કાલુને હિંમત હરાવવા માટે ઘણા તો કાલુના ઘરે પણ જવા લાગ્યા અને કાલુની વિકલાંગતાને યાદ કરાવી-કરાવીને કાલુને નિરાશામાં ધકેલવાના પ્રયત્નો કરવા લાગ્યા. પણ કાલુ માટે તો આવી વાતો ઉપર-ઉપરથી હવામાં ઊડી જતી. કાલુને કયાં પોતાની વિકલાંગતા નડતી હતી? કાલુને આવી વાતોમાં રસ પણ નથી. કાલુને તો કોણ કઈ રીતે આગળ વધ્યું એ જ જાણવું છે અને પોતે પણ આગળ વધવું છે. ભણવામાં પણ કયારેય પાછીપાની કરતો નથી, સાથે સાથે તેણે મનમાં એ પણ રાખ્યું છે કે, અરમાન તો ઊંચાં જ હોવા જોઈએ, સ્વપ્ન વિશાળ હોવું જોઈએ, કાર્યશીલતા નમૂનેદાર હોવી જોઈએ અને પરિશ્રમ તો કઠિન જોઈએ જ.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational