Soni Khushi

Romance

4.2  

Soni Khushi

Romance

લગ્ન વર્ષગાંઠ

લગ્ન વર્ષગાંઠ

2 mins
456


હેપ્પી એનિવર્સરી

ટુ મ।ય હસબન્ડ વિવેક,

     આજે આપણી આઠમી લગ્નજયંતી છે. આ વખતે મને વિચાર આવ્યો કે તમને કોઈ અન્ય ભેટ આપવા ને બદલ તમને પત્ર ભેટ સ્વરૂપે આપું. આજે વર્ષો પછી પત્ર લખી રહી છું. વિવેક, સૌ પ્રથમ તમને હેપ્પી એનિવર્સરી. આઠ વર્ષ પહેલાં આપણે જયારે મળ્યા ત્યારે કયાં ખબર હતી કે આપણે આ જીવન સફર આટલું સુંદર અને રોચકભર્યાં રહશે. આજે મેં તમારી સાથે નિશ્ચય સાથે લગ્ન કર્યાં છે કે તમારી માટે નો મારો પ્રેમ પ્રબળ અને શુદ્ધ છે. 

      મને આપણાં કોલેજના દિવસો યાદ આવે છે. આપણે કોલેજમાં મળ્યા અને આપણી મિત્રતા શરૂ થઈ. આગળ જતાં આપણી મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ....અને આજે આપણે આંઠમી વર્ષગાંઠ એકમેકના ‘સોલ મેટ’ બનીને ઉજવવા જઈ રહ્યા છીએ. મને યાદ છે એ “ વેલેન્ટાઈન ડે “,જયારે તમે મને પ્રેમ નો પ્રસ્તાવ મૂક્યો હતો અને મેં તમને લાંબા સમય સુધી રાહ જોવડાવી હતી. અને જયારે આપણે એકબીજાને “હા” કહી ત્યારે તે આપણા પ્રેમલગ્ન નું પહેલું કદમ હતું. મને યાદ છે, આપણે કેવી રીતે આપણા લગ્ન માટે આપણા માતાપિતા ને મનાવવા સંઘર્ષ કયો છે. છેવટે, જયારે આપણા પરિવારે રાજીખુશીથી આપણા પ્રેમ ને લગ્ન બંધનમાં બંધાવવા રાજી થઈ ગયા. ત્યારે એમ લાગ્યું કે જાણે ભગવાને આપણને એકમેકના માટે જ બનાવ્યા છે. એ સપ્તપદી ના દરેક વચન આપણે પ્રેમથી નિભાવ્યા છે. 

      પરિસ્થિતિ સારી કે ખરાબ, તમે દરેક સમય સાચવ્યો છે અને હંમેશા મારો સાથ આપ્યો છે. આપણા પ્રેમલગ્ન છે અને મારા માટે એક સંયુક્ત પરિવાર માં પોતાને ઢાળવું થોડું મુશ્કેલ હતું, પણ તમે હમેશા મારા પડખે ઉભા રહી ને પરિવાર માં એડજસ્ટ કરતાં શીખવ્યું. મારા માટે આપણું લગ્નજીવન ખુબ સરળ અને પ્રેમભર્યો રહ્યું છે. કારણકે તમે મને જીવન સાથી ના રુપ માં એક સારા મિત્ર મળ્યા છે. મારા માટે તમે મારા હિરો છો. તમે જીવન ની દરેક ભૂમિકા ખુબ જ જવાબદારીથી અને પ્રેમથી નિભાવી છે. એ ભૂમિકા એક પિતા ની હોય, દિકરા ની હોય, પતિ ની હોય કે ભાઈ ની હોય, તમે બધા જ પરિવારના સભ્યોની ઈચ્છા પૂરી કરી છે અને બધાને ખુશી આપી છે. 

       હું હમેશા પ્રેરણા બનીને તમને પ્રોત્સાહિત કરવા અને મદદ કરવા માટે તત્પર રહીશ. તમારા દરેક નિણૅય માં હું તમારો સાથ આપીશ. અને પ્રયત્ન કરીશ કે હું હમેશા તમારા ચહેરા પર નું સ્મિત ઓછું નહીં થવા આપું. તમે મારી દુનિયા છો, મારા બેસ્ટ ફ્રેન્ડ છો, મારો આત્મવિશ્વાસ છો, મારા પ્રેમી છો, મારા સોલમેટ છો. આપણી પાસે હજારો ખુબ જ સરસ યાદો છે અને હજુ આટલી જ સરસ યાદો આપણે બનાવીએ અને સદા એકમેકમાં રહી ને જીવન હસતા-હસતા પસાર કરીએ તેવી પરમાત્મા ને પ્રાર્થના. અંતે એટલું જ કહીશ, “ તમારી ઉપર નારાજ થોડા સમય માટે જ રહી શકું છું, કારણકે મારે તમારી સાથે જીવવું છે, જીતવું નથી.” હેપ્પી એનિવર્સરી ટુ યુ.

 તમારી,

 ખુશી. 


Rate this content
Log in

Similar gujarati story from Romance