Prashant Subhashchandra Salunke

Children

4.0  

Prashant Subhashchandra Salunke

Children

કૂવાની વાર્તા

કૂવાની વાર્તા

3 mins
170


"બાબા કી સમાધીએક સમાધી પાસે આ લખાણ વાંચતા સુરેશના પગ રોકાઈ ગયા. પાછળથી કોઈકનો અવાજ આવ્યો "બહોત પહુંચે હુએ બાબાકી સમાધી હૈ યેસુરેશને સમાધી પ્રત્યે માન ઉપજયું. કઈ કેટલાય ગુલાબો એની પર પથરાયેલા જોઈ આપો આપ હાથ વંદન માટે જોડાઈ ગયા. થોડીવાર ત્યાં બેસવાનું વિચારી સુરેશ ત્યાં પેલા વૃદ્ધ પાસે જઈ બેઠો. સુરેશએ પૂછ્યું "આ કોણ હતા... બાબા?" 

વૃદ્ધએ બહુ જ રોબદાર અવાજે કહ્યું, " યે કહા સે આયે કિસી કો પતા નહિઇનકા નામ કિસીકો પતા નહિગાંવ મે ઇન્હેં કોઈ પહેચાનતા નહી. કરીબ ૩૦ સાલ પહેલે ઇનકી યે સમાધી બની. બડી પવિત્ર આત્માથી ઇનકી. બહુત હી પહુંચે હુએ બંદે થે યહ.

સુરેશને આશ્ચર્ય થયું!  કેટલાય લોકો હવે સમાધી પાસે આવી ગએલા. પુષ્પઅર્ચના ચાલુ જ હતી. કેટલાક લોકો આંખો બંધ કરી એમનું સ્મરણ કરતાં હતાં. કોઈક માનતા લઇ રહ્યા  હતાં. કોઈક શાંતીથી એમની સમાધી પાસે આવી બેસેલું. 

સુરેશએ આગળ પૂછ્યું ; "તો પછી આ ગામડામાં આમની સમાધી કેવી રીતે બની?"

વૃદ્ધે કહ્યું, : "વો કોઈ ભાગ્યવાન હી દિન હોગા. જોઇનકે કદમ ગાંવ મે પડેઅપને દેહ ત્યાગ કે લીએ ઇન્હોને ઇસ ગાંવ કો ચુના.

સુરેશ : "દેહ-ત્યાગ કે લીએ ગાંવ કો ચુનામતલબ?"

વૃદ્ધ : "એક સુબહ જબ કુએ પર પાની ભરને કે લીએ ગાંવ કી ઔરતે ગઈઉન્હોંને દેખા ઇનકી લાશ કુએ મેં તેર રહી થી. ઔરતે ડર ગઈ. ઉન્હોંને શોર મચાયા.   આસ-પાસ કે ખેત-ખલયાનોસે લોગ ઇક્કઠાં હુએ. ઉન્હોંને પુલીસ કો બુલાયા. પુલીસ આઈ લાશકા પંચનામા કિયા ઔર વો લાશ કો નિકાલકર લે ગએ.

સુરેશ : "અરે! તો પછી આ બાબાની સમાધી કેમ બનાવીઇસ મેં નઈ બાત ક્યાં હુઈ?"

એક અદાથી વૃદ્ધએ કહ્યું, "મેરી બાત ખતમ નહિ હુઈ સા"બ! ઉસદીન જબ ગાંવ કે એક ઇન્સાનને કુએકા પાની પિયા ઉસે વો પાની મીઠા લગા. ઉસને ગાંવ મેં યે બાત કહી. કુછ લોગ કુએ પે ઇક્કઠાં હુએ ઉન્હોંને પાની ચખા પાની બેહદ મીઠા થા. કુએ કે મીઠે પાની કી બાત પૂરે ગાંવમેં આગ કી તરહ ફેલ ગઈ! સબને પાની ચખા પાની ઉન્હેં મીઠા લગા. યહ ઉસ પવિત્ર શરીર કા હી કમાલ થા કી જિસકી વજહ સે કુએ કા પાની મીઠા હો ગયા થા! ગાંવ કે સરપંચને નિર્ણય લિયા કી ઉસ બાબાકી સમાધી ગાંવ મેં હી બનેગી. સરપંચ કે સાથ કુછ લોગ ગએ ઔર પુલીસથાને સે વો લાશ વાપિસ લે આયે ઔર યહાં ઉનકી સમાધી બનાઈ."

સુરેશએ કહ્યું, "તો પછી હાલ પણ એ કુવાનું પાણી મીઠું જ હશે ને?" 

વૃદ્ધ : નહિ સાબદો દિન બાદ પાની પહેલે જેસા હો ગયા.

સુરેશ : "કૈસે?" 

વૃદ્ધ : "ગાંવ કે એક પવિત્ર બંદેને કહા કી હમને બડી ગલતી કર દી."

સુરેશ : "ક્યાં?" 

વૃદ્ધ : "જિસ તરહ ઉસ પવિત્ર શરીર કે છુને સે પાની મીઠા હો ગયા થા વૈસે હીગાંવ કે કુછ અપવિત્ર લોગો કે છુને સે પાની કા મીઠાપન ચલા ગયા."

સુરેશ કહ્યું, : "સચ બાત હૈતમે લોકોએ એક સારા વ્યક્તિને એ કુવામાંથી પાણી કાઢવા માટે રાખવો જોઈતો હતોજે બીજા લોકોને પાણી કાઢી આપે."

વૃદ્ધએ કહ્યું, "ક્યાં કરે સાબ હમ અનપઢો સે ગલતી હો ગઈ."

સુરેશએ ફરી એકવાર એ સમાધીને વંદન કરી આગળ વધ્યો. 

ઉનાળાના ધોમધકતા તાપમાં ચાલવાથી સુરેશ થાકી ગયો હતો. હજી એને ઘણું દુર જવાનું હતું. બસ કે રિક્ષા આવા ગામડામાં ન ચાલે. ત્યાં તો પોતે જ ચાલવું પડે! એક ઝાડની ઓથમાં એ બેઠો અને પોતાની થેલીમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીવા લાગ્યો. બોટલનું ગર્મ પાણી એની તરસ છુપાવી રહેલસંતોષ નહિ! એટલામાં એને કાંઈક સળવળાટ લાગ્યો. એ ચમકી ગયોકોઈક એના ખિસ્સામાંથી પાકીટ કાઢી રહેલું! સુરેશએ તુરંત પાકીટ પાસે ગએલો એ હાથ પકડી ઝડપથી ઉભો થયો. સામે એક ૫૦ થી ૫૫ વર્ષનો આધેડ હતો. સુરેશ ગુસ્સાથી એને બે તમાચા મારતા કહ્યું, "આ ઉમરે ચોરી કરતા શર્મ નથી આવતી?

કોઈક કામધંધો કરો ભાઈ.સુરેશ પોલીસના લફડામાં પડી પોતાનો સમય બગાડવા નહોતો માંગતો તેથી તેણે એ વૃદ્ધને જવા દીધો. 

પણ જતાં જતાં એ વૃદ્ધ માણસ જે બોલ્યો એનાથી સુરેશ ચમકી ગયો "વાહ રે! દુનિયા શું તારો કમાલએકની પૂજા થાય છે. અને બીજાને લોકો ઠોકર મારે છે!"

સુરેશએને એની વાતમાં રસ પડ્યો કાંઈક બીજું નવું જાણવા મળશે એ આશાથી એ બોલ્યો "એ રોકાવઅહી આવ.. આ તું શું બબડ્યો?"

પેલા આધેડે કહ્યું, "કાંઈ નહિ સાબબસ આમ જ..."

સુરેશએ ખિસ્સામાંથી ૧૦૦ રૂપિયાની નોટ કાઢતા કહ્યું, "કાંઈક તો છે. તું માંડીને વાત કર મને તારી વાતમાં રસ પડ્યો છે. નહિ તો પોલીસ પાસે લઇ જઈશ."

પેલા માણસે ૧૦૦ રૂપિયા ઝુંટવતા કહ્યું, "અરેકાંઈ નહિ આ તો કુદરતના કમાલની વાત કરી રહેલો. વર્ષો પહેલાની વાત છે સાહેબ. હું અને મારો મિત્ર અમે બંને સાથે મળી નાની મોટી ચોરીઓ કરતા. નસીબે કયારેય સાથ નહોતો આપ્યો. કાંઈકને કાંઈક ગડબડ થઇ જ જતી. એક વાર એક દુકાનમાં અમે સેંધ લગાવી. દુકાનમાં કરીયાણાના સામાન સિવાય કોઈ બીજો સામાન નહોતો. અંધારામાં અમારા હાથમાં એક બોરી હાથમાં આવી. કોઈક ઠોસ વસ્તુ એમાં હતી. વજનમાં પણ થેલી ભારે  હતી! જરૂર એમાં કોઈક કીમતી વસ્તુ હશે એમ માની અમે એ થેલી ઉચકી. મહામહેનતે એ ગામથી દુર એક કુવા પાસે આવ્યા. ત્યાં થોડુંક અજવાળું હતું. ત્યાં બેસી અમે ઉત્સાહભેર થેલી ખોલી. તો એમાં શું હતું ખબર છેગોળના ગાંગડા! મારો દોસ્ત અને હું ગુસ્સે થઇ ગયા. આગળ પાછળ અમારું કોઈ નહિ. બહાર જમતા. એટલે આટલો ગોળ જોઈ અમને ખુશ થવાની કોઈ જરૂર પણ નહોતી! પાછું આટલું જોખમ ઉઠાવીએ ગોળ બજારમાં વેચીએ તોય કેટલા મળેઅને પાસે રાખીને પણ શું કામનોહજી અમારું ગામ બહુ દુર હતું આટલી દુર આ થેલો ઉચકી લઇ જવું અમને જોખમ રૂપ લાગ્યું. વળી કોઈ જોઈ જાય તોગુસ્સાથી મારા મિત્રે એ થેલો કુવામાં ખાલી કર્યો. ગુસ્સાથી થેલો ખાલી કરતી વખતે અચાનક એનો પગ લપસ્યો અને એ કુવામાં પડ્યો. થેલો ગરગડીને જ લટકી રહ્યો. હું કાંઈ વિચારું કાંઈ સમજુ એ પહેલા તો બધો ખેલ ખેલાઈ ગએલો. મેં કુવાની અંદર જોયુંઅંદર શાંતપણે એનું શબ પડેલું. કુવો છીછરો હતો. કોઈ પત્થર સાથે એનું માથું પછડાઈ જવાથી એ ત્યાંજ મૃત્યુ પામ્યો હતો! હું ગભરાઈ ગયો. થેલો લઇ હું ત્યાંથી ભાંગ્યો. થોડા દિવસ પછી મને માહિતી મળી કે મારા મિત્રની એ ગામના લોકોએ સમાધી બનાવી છે. મનમાં હું હસ્યો પણ કોણે શું કહુંકાંઈક કહેવા જઉં તો હું જ ફસાઈ જઉં! છોને એને લોકો પુજતા મારે શું?" આટલું કહી એ માણસે ચાલતી પકડી. 

સુરેશ અવાકપણે ત્યાં ઉભો રહી વિચારવા લાગ્યો કુવાની વાર્તા.


Rate this content
Log in

Similar gujarati story from Children