Kalpesh Patel

Classics Crime

5.0  

Kalpesh Patel

Classics Crime

કુટિલ ચાલ

કુટિલ ચાલ

4 mins
1.5K


અંગ્રેજી વર્ષના અંતિમ દિવસને થર્ટી ફર્સ્ટ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ ૩૧ ડિસેમ્બરના રોજ ૧૬૦૦ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઇ હતી. બ્રિટનની મહારાણીએ આ કંપનીને ૨૧ વર્ષ સુધી ભારત સાથે વેપાર કરવાની છુટ આપી હતી. પરંતુ વેપારના નામે આ કંપનીએ અંગ્રેજ સરકારની ૩૪૭ વર્ષની ગુલામીનો પાયો નાખ્યો હતો. એ સમયે બ્રિટનની સરખામણીમાં યુરોપ ખંડના પોર્ટુગલ અને સ્પેનની અર્થવ્યવસ્થા વધારે મજબૂત હતી.

ઇસ ૧૬૦૮માં કેપ્ટન વિલિયમ હોકિંગ્સ ગુજરાતના સુરત બંદરે હેકટર નામનું ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ લઇને આવ્યો હતો. હોકિંગ્સમાં પૂરતા જ્ઞાાન અને વાકપટ્ટુતાનો અભાવ હોવાથી ઇસ ૧૬૧૫માં બ્રિટનના સાંસદ અને રાજદૂત સર ટોમસ રોને ભારત મોકલવામાં આવ્યો હતો. ટોમસે “કુટિલ ચાલ” ના ભાગ રૂપે અનેક ભેટ સોગાતો આપી દિલ્હીમાં મુગલ બાદશાહ જહાંગીરને ખુશ કર્યો હતો.

છેવટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુતરાઉ કાપડ, ગળી અને ચાનો વેપાર કરવા માંડયો હતો. અગાઉ સોનાની ચીડિયા ગણાતા ભારતમાં પોર્ટુગલ અને ડચ લોકો પણ પોતાના થાણા સ્થાપી ચુકયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોટુર્ગિઝ, ડચ અને ફ્રાંસિસીઓ સાથે નાની મોટી લડાઇઓ લડીને બંગાળના કાંઠા વિસ્તારો પર કબ્જો જમાવ્યો હતો. એ સમયે બંગાળ આર્થિક દ્વષ્ટીએ ભારતનું સૌથી સમૃધ્ધ રાજય હતું. રેશમ, સુતરાઉ, પોટેશિયમ નાઇટ્રેટ સહિતની અનેક ચીજ વસ્તુઓનો મોટા પાયે વેપાર થતો હતો. બ્રિટીશ કંપનીએ ધીમે ધીમે ભારતના સ્થાનિક રજવાડાઓને ડર બતાવવા લાગ્યો પરંતુ તેઓની અસલી લડાઇ બંગાળના નવાબ સિરાજ ઉદ્ દૌલા સાથે હતી.

સિરાજ ઉદ્દ દૌલાએ પડકાર ફેંકીને બ્રિટીશ કંપનીના કિલ્લાઓ ધ્વસ્ત કરીને બ્રિટીશ કારોબારીઓને કેદ કર્યા હતા. હવે અંગ્રેજોએ વળતો ઘા કરવાનો હતો પરંતુ નવાબની સેના સામે ટકી શકે તેમ ન હતા. અનેક વારના હુમલાઓ પછી પણ અંગ્રેજ સરકાર સિરાજ ઉદ્દ દૌલાને હરાવી નહતી શકી .

સિરાજ ઉદ્દ દૌલાની હકૂમત હેઠળ તે સમયે બંગાળ આર્થિક દ્વષ્ટીએ ભારતનું સૌથી સમૃધ્ધ રાજય હતું. રેશમ, સુતરાઉ, પોટેશિયમ નાઇટ્રેટ સહિતની અનેક ચીજ વસ્તુઓનો મોટા પાયે વેપાર થતો હતો. સિરાજ ઉદ્દ દૌલાસાથે સીધી રીતે જીતી શકાય તેમ નહતું . તેના દરબારીને ફોડી કોઈ કુટિલ ચાલ ચાવી જરૂરી હતી . સિરાજ ઉદ્દ દૌલાના સેનાપતિ સેનાપતિ મિરજાફર સાથે ઘરેબો કેળવવા માટે તેના અહમને પોષવું જરૂરી હોઇ, છેવટે અંગ્રેજોએ એક “કુટિલ ચાલ” ચાલી .

કલકત્તાના ચોરાહામાં રોજ બજાર ભરાતા અને સ્થાનિક ચીજ વસ્તુઓનો મોટા પાયે વેપાર થતો હતો, રાજયમાં સમૃધ્ધિ ભેગા જુગારના દૂષણો ઘર કરી રહ્યા હતા. અહીં શહેરના હાવરા રોડ પર જૂની લાલપરી નદીનાં કાંઠે મરઘા વચ્ચે લડાઈ કરાવી સ્થાનિક રાઇસો જુગાર રમાડતા. જુગાર સ્થળે આજુબાજુ લોકોના ટોળાં ભેગા થતાં. અને કુંડાળું બનાવી આ મરઘાઓની લડાઈ જોતાં અંદરોઅંદર કયો મરઘો જીતશે તેની ઉપર દાવ લગાવી જુગાર રમતા.

આ દરમ્યાન એક રીંગમાં બે મરઘાઓને ઉતારાતા હતા. અલગ-અલગ કલરના આ મરઘાઓ વચ્ચે લડાઈ કરાવાતી હતી. જેમાંથી જે મરઘો પહેલાં રીંગની બહાર નીકળી જાય અથવા પડી જાય તે હારેલો ગણાતો. એટલે કે તેની ઉપર દાવ લગાડનાર હારી જતાં. બીજા મરઘા પર દાવ લગાડનાર જીતી જતા. આ રીતે જુગારીઓ વચ્ચે હાર-જીત કરાવી જેટલી રકમનો દાવ લગાડયો હોય તે મુજબની રકમની ચુકવણી રઇસો પોતાનો લાગો કાપી કરાવતા હતા .

નવાબના સેનાપતિ મિરજાફર આ રાઇસો પાસે લાગો ઉઘરાવવા બજારમાં અચૂક આવતો. અંગ્રેજોએ મિરજાફરની આ નબળી નસ પકડી અને તેને અસલી નસલના અલમસ્ત બે મુરઘાં ભેટ આપ્યા અને કાન ભંભેરયા કે, આમ માત્ર લાગો ઉઘરાવવો તેના કરતાં, આખો લાડુ ખાવ કહી તેને મરઘી લડાઈના રવાડે ચડાવ્યો. કલકત્તાના બજારના ચોગાનમાં, રોજ મરઘીની લડાઈ ખેલાતી અને બંને પક્ષે કોની મરઘી જીતશે તેની ઉપર જુગાર રમાતો હતો .વીતે સમય સિરાજ ઉદ્દ દૌલાની સેનાના અન્ય અધિકારીઓ પણ ફરજ પાલન છોડી, સેનાપતિ મિરજાફર સાથે મરઘી લડાઈથી કમાણીના રવાડે ચડ્યા હતા.

આમ ટૂંક સમય બાદ અંગ્રેજોએ મિરજાફરના કાન ભંભેરયા કે “આખા બંગાળનો વહીવટ તો સેનાપતીજી તમે કરો છો, અને સિરાજ ઉદ્દ દૌલાતો આખો દિવસ એશ કરે છે. હકીકતમાં બંગાળના અસલી નવાબ તો મિરજાફરહોવા જોઈએ “

“જો તે ઠોસ સહકાર આપે તો, બંગાળના નવાબ તરીકે મિરજાફરની તાજપોસી અંગ્રેજ હકૂમત કરવી આપશે.“

આમ આખરે અંગ્રેજોની ચાલેલી ચાલમાં, બંગાળના નવાબપદની લાલચમાં મિરજાફરની વફાદારી પીગળી.

યોજના પ્રમાણે ૨૩ જુન ૧૭૫૭ની સવારે બંગાળ રાજ્ય ઉપર અંગ્રેજોએ આક્રમણ કર્યું ત્યારે સિરાજ ઉદ્દ દૌલાના સેનાપતિ મિરજાફર અને તેની સેનાના અધિકારીઓ શહેરના હાવરા રોડ પર જૂની લાલપરી નદીનાં કાંઠે મરઘા વચ્ચે લડાઈના જુગારમાં રોકાયેલા હતા. સિરાજ ઉદ્દ દૌલાની સેના યોગ્ય દોરવણીના અભાવે આ અવખે ટૂંકા વિરોધ પછી હારી ગઈ. આમ કુટિલ ચાલને પરિણામે અંગ્રેજોએ પ્લાસીનું યુધ્ધ જીત્યું હતું.

આ યુધ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર પછી ભારતમાં અંગ્રેજોના શાસનના મૂળિયા નખાયા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં એવો વ્યાપ વધાર્યો કે ૧૬૭૦માં બ્રિટીશ તાજે કંપનીને યુધ્ધ લડવાનો અધિકાર આપી દીધો હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપની જયાં બળ પ્રયોગ કરવામાં ફાવે નહીં ત્યાં કુટિલ ચાલ ચવામાં જરાં પણ ખચકાતી નહતી. કુટિલ ચાલમાં પારંગત અંગ્રેજોએ બ્રિટનમાં બનેલા કાપડને ભારતમાં લોકપ્રિય બનાવવા, કંપની સરકાર મોંઘા ભાવનું કાપડ ખોટ ખાઈને સસ્તા ભાવે વેચી, ભારતના સદીઓ જુના પરંપરાગત કાપડ ઉધોગને નષ્ટ કરવાનો પાયે નાખી દીધો. પરંતુ હજુ તેઓનું કાપડ ઢાકાની મલમલ સામે ટકતું નહતું. આખરે ઢાકામાં સામૂહિક ક્ત્લ ચલાવી વણકર સમુદાયના આંગળા કાપી, ઢાકાની મલમલ યુગને અલવિદા કહેવડાવી દીધી.

આવી “કુટિલ ચાલ” અંર્તગત ઇસ ૧૮૧૫માં બ્રિટનની ભારતમાં વસ્તુ નિકાસ ૨૫ લાખ પાઉન્ડ હતી જે વધીને ૧૮૨૨માં સુધીમાં ૪૮ લાખ પાઉન્ડ થઇ હતી. ભારતમાં ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રંજાળનુંજ પરીણામ હતો.

૧૮૫૭ના સ્વાતંત્રતા સંગ્રામને “કુટિલ ચાલ”થી દાબ્યા પછી બ્રિટનની મહારાણી વિકટોરિયાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તમામ અધિકારો સમાપ્ત કરીને શાસનની બાગડોર સીધી પોતાના હાથમાં લીધી હતી એટલું જ નહી “કુટિલ ચાલ”ના આધારે સમૃધ્ધ બનેલી કંપનીના લશ્કરને બ્રિટીશ સૈન્યમાં ભેળવી દીધું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Classics