Krishna Agravat

Inspirational Children

4  

Krishna Agravat

Inspirational Children

કુમળો છોડ

કુમળો છોડ

2 mins
248


શૂન્યમાંથી સર્જન થવું અને જગતનાં વિકાસ માટે ઉપયોગી થવું, એ તો ફક્ત એક વૃક્ષ જ કરી શકે.

મીરાબેનની નાની દીકરી સીમાને વૃક્ષોનો ઉછેર કરવાનું ખૂબ ગમતું. એ રોજ નવાં નવાં નાનાં નાનાં છોડ લાવે અને તેનું જતન કરે. તેનું ઘર આખું વૃક્ષોથી ઢંકાયેલું હતું. ટેરેસ પર પણ એક સુંદર મજાનો ગાર્ડન બનાવ્યો હતો.

રોજ ખાતર નાખવું, પાણી પીવડાવું, વધુ પડતો તડકો ન મળે તેની વ્યવસ્થા કરવી, આખો દિવસ એક નાનાં બાળકની જેમ નાનાં કુમળાં છોડનું જતન કરતી.

આખું ઘર વેકેશન કરવાં માટે કે ફરવાં માટે કશે પણ જાય, તો પણ સીમા એકલી ઘરે જ રહેતી. કેમકે, તેને તેનાં વૃક્ષોને છોડીને જવાનું ગમતું નહીં.

 દરેક પ્રકારની ઔષધિઓ, ફૂલો, ફળો, શાકભાજી, બધું જ એનાં કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનમાં મળી રહેતું.. આજુબાજુનાં લોકો સીમાને ત્યાંથી ફળો, શાકભાજી, ફૂલો લઈ જતાં. અને બીમાર પડે ત્યારે જરૂરિયાત મુજબની ઔષધિઓ પણ લઈ જતાં. 

મીરાબેનને આ બધું ગમતું નહીં. તેમને થતું કે સીમા ભણસે નહીં, તો શું થશે ? આટલી મોંઘવારીમાં તો ઘરમાં હોય એટલાં બધાં જ કમાતાં હોય તો જ ઘર સારી રીતે ચાલી શકે. મીરાબેનને રાત દિવસ સીમાની ચિંતા રહેતી. ત્યારે સીમા કહેતી, "તું ચિંતા ન કર મા હું એક નર્સરી બનાવીશ.. અને એમાંથી લાખો રૂપિયાની કમાણી કરીશ."

 સમય જતાં સીમા ખરેખર, એક વિશાળ નર્સરી ઊભી કરે છે. અને ઘણાં બધાં નાના છોડથી લઈને મોટા વૃક્ષો પણ નર્સરીમાં લાવે છે. નાનાં બાળકની જેમ તેનું જતન કરે છે. અને તેમાંથી હજારોની કમાણી કરે છે. મીરાંની મા આ જોઈને ખુશ થાય છે.

એક દિવસ સીમા બીમાર પડી જાય છે. ત્યારે ઘણાં બધાં ડોક્ટરોને બતાવે છે. પરંતુ તેને સારું થતું નથી. ત્યારે મીરાબેન એક પુસ્તક લઈને બેઠાં હોય છે. જેમાં વિવિધ ઔષધિઓનાં ઉપયોગો વિશે લખેલું હોય છે. એ વાંચીને તે તરત જ સીમા એ બનાવેલાં ઔષધિ ગાર્ડનમાં જાય છે. અને એક ઔષધિની દવા બનાવી સીમાનો ઈલાજ કરે છે. અને સીમા થોડા જ સમયમાં સારી થઈ જાય છે. 

સીમા મીરાબેન ને કહે છે, " મા કરેલું ક્યારેય ફોગટ જતું નથી. જેમ તે મારો ઉછેર એક નાનકડાં છોડની જેમ કર્યો તેમ મેં પણ આ વૃક્ષોનો બાળકોની જેમ ઉછેર કર્યો છે. જેનું પરિણામ આજે તું જોઈ શકે છે."

ઘણી વખત જે કામ ડોક્ટર નથી કરી શકતાં એ કામ કુદરતે આપેલી ઔષધિઓથી થઈ જાય છે. માટે વૃક્ષોનું હંમેશા જતન કરવું એ આપણાં દરેક વ્યક્તિની ફરજ છે. 

સીમાની આ વાત સાંભળીને મીરાબેેને પણ પોતાની અલગ નર્સરી બનાવી અને લોકોને વૃક્ષો વાવવાં માટે પ્રોત્સાહિત કર્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational