Kaushik Dave

Fantasy

3  

Kaushik Dave

Fantasy

ક્ષમા

ક્ષમા

2 mins
138


અમેરિકાથી હેમેન્દ્રનો પિતા અક્ષય પર મેસેજ આવ્યો.

'પાપા, હું હવે કાયમ માટે અમેરિકા છોડીને ઈંડિયા પાછો આવી રહ્યો છું. આવતા અઠવાડિયે અમદાવાદ આવું છું."

પિતા અક્ષયને નવાઈ લાગી. આટલી મહેનત કરીને એ જીવનમાં આગળ વધ્યો ત્યારે ઈંડિયામાં પાછો આવી રહ્યો છે. હવે એને ભારતમાં સેટલ થવું પણ મુશ્કેલ પડશે.એને એને લાયક જોબ મળવી મુશ્કેલ છે. જોઈએ પાછો આવીને શું કહે છે.

એ પછી હેમેન્દ્રના કોઈ મેસેજ આવ્યા નહીં.

એક અઠવાડિયા પછી.. હેમેન્દ્રનો મેસેજ આવ્યો કે અમેરિકામાં બધું કામ પતાવી દીધું છે અને ઈંડિયા આવવા નીકળી ગયો છું. મને માફ કરજો.આવીને‌ બધું કહીશ.

હેમેન્દ્ર અમદાવાદ આવી ગયો.

માતા બીના અને પિતા ઉચાટમાં હતા. શું થયું હશે ? કેમ પાછો આવ્યો હશે ? હવે એ કહે તો ખબર પડે. છોકરો ક્યાંક ગુંચવાયો લાગે છે. હેમેન્દ્ર એ ફ્રેશ થઈને માતા પિતા પાસે બેઠો.

બોલ્યો:- 'પપ્પા મમ્મી, મને માફ કરજો.મારી ભૂલ થઈ છે. કાયમ માટે અહીં સેટલ થવા આવ્યો છું.'

માતા:- 'પણ બેટા, શું થયું હતું ? તારો અભ્યાસ પુરો કર્યા પછી સારી જોબ પણ હતી. અમને એમ હતું કે તું અમને બોલાવીશ. હશે તારી મરજી હોય તો કહેજે. તને દુઃખ થાય એવું હોય તો ના કહેતો.'

હેમેન્દ્ર:- 'મમ્મી, મેં પપ્પાની મહેનતના ધનથી આટલું ભણવા મળ્યું. મને એક સબક શીખવા મળ્યો કે જે સુખ માબાપ પાસે છે એ બીજે ક્યાંય નથી. હું અહીં જોબ મળશે તો જોબ નહિતર કોઈ પોતાનો નાનો બિઝનેસ કરીશ. એ માટે મને એકથી બે મહિના લાગશે. ત્યાં સુધી તમારા આશરે રહીશ.'

પપ્પા:-' ચાલો તારી જે ઈચ્છા હોય એ. કંઈક એવું બન્યું હશે જેથી તું અહીં પાછો આવ્યો. અમે તારી આશા છોડી દીધી હતી. તારે બિઝનેસ કરવો હશે તો મદદ કરીશ. ને હજુ તારી ઉંમર પણ‌ ક્યાં થઈ છે. એક વર્ષ પછી તારા માટે સારી કન્યા શોધી કાઢીશું.'

દુઃખી મને હેમેન્દ્ર બોલ્યો:- 'પપ્પા મને માફ કરજો. મેં જે વાત છુપાવી હતી એ કહું છું. હમણાં મારા માટે કન્યા શોધતા નહીં. અમેરિકામાં હું એક ઈંડિયન છોકરી સાથે રીલેશનશીપમાં રહેતો હતો. છોકરીના પપ્પા અને મમ્મી પણ ત્યાં જ રહે છે. એમની સાથે જ રહેતો હતો એટલે તમને બોલાવી શક્યો નહોતો. થોડા વખતમાં જ છોકરીએ રીલેશનશીપ તોડી નાખી. મને ઘરમાંથી બહાર કાઢી મુક્યો. એક મિત્રના ઘરે થોડો સમય રહ્યો હતો. પછી નક્કી કર્યું કે કુટુંબ સાથે રહેવું સારું. મને તમે બંને યાદ આવતા હતા.આખરે ઈંડિયા આવવાનું નક્કી કર્યું. મને માફ કરજો.'

માતા અને પિતા એ મોટું મન રાખીને હેમેન્દ્રને માફ કરી દીધો.

પિતા:- 'બેટા તું ચિંતા ના કર. તને હું મદદ કરીશ.ને તારા માટે એક કન્યા પણ જોઈ રાખી છે. તારી મમ્મીની પસંદગી છે. હા હજુ કન્યાના માબાપને કે કન્યાને ખબર નથી.એક વાર તું સ્થિર થઈ જાય એટલે વાત કરીશું.'

હેમેન્દ્ર:- 'થેંક્યૂ પપ્પા મમ્મી. પણ આપણે છોકરીવાળાને અંધારામાં રાખવા નથી. જો છોકરી પસંદ પડશે તો મારા ભૂતકાળની ભૂલ કહીશ.જો તેને યોગ્ય લાગશે તો હા પાડશે.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy