Kaushik Dave

Children Stories Drama Inspirational

3  

Kaushik Dave

Children Stories Drama Inspirational

કસોટી

કસોટી

1 min
167


પપ્પા, આ પરીક્ષા કે કસોટી કેમ લેવામાં આવે છે ? મારી સ્કૂલમાં દર અઠવાડિયે કસોટી લે છે.

હા..બેટા, સ્કૂલમાં કસોટી, પરીક્ષા લેવી જ જોઈએ જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, શીખે અને મહેનત કરે.

પપ્પા, આ ટીવીમાં પણ એક સિરિયલ આવતી હતી. કસૌટી જિંદગી કી... તો એ કસોટી પર હશે ?

જો બેટા, સિરિયલ એ મનોરંજનનું સાધન છે. સિરિયલમાં હોય એવી જીવનમાં વાસ્તવિકતા નથી હોતી. ટીઆરપી વધારવા માટે નવા નવા નુસ્ખા કરે છે.

ઓહ્..એમ વાત છે. હું તો ટીવી સિરિયલ જોતો જ નથી.

એ સારી વાત છે.

પપ્પા, કાલની મેચમાં પણ આપણી બેટિંગની પરીક્ષા થઈ હતી. એક તબક્કે એવું લાગતું હતું કે આપણે હારી જઈશું. પણ પંત અને હાર્દિક પંડ્યા રમી ગયા. પણ પછી જીતની નજીક આવેલા હતા ને હાર્દિક પંડ્યા આઉટ થઈ ગયા. મને લાગ્યું હતું કે હારી ગયા. પણ પંત કસોટીમાં સફળ થયેલા અને આપણને જીતાડી દીધા હતા.

હા બેટા, કાલની મેચ રસાકસીભરી હતી. રમતમાં તો હારજીત થયા કરે. નિરાશ થવાનું ના હોય. બસ એ રીતે જીવનમાં પણ કસોટી થતી રહે છે. સુખદુઃખની ઘટમાળ જીવનમાં બનતી રહે છે. પણ આપણે હતાશ થવું નહીં. જીવન જીવતા શીખવું જોઈએ. સમય આવે પરીક્ષા પણ થાય..બસ હવે તારે પણ અભ્યાસ કરવાનો બાકી છે એટલે મહેનત કરીશ તો સફળતા મળશે.


Rate this content
Log in