Bhadresh Bhatt

Crime

4  

Bhadresh Bhatt

Crime

કર્મફળ

કર્મફળ

5 mins
290


વિજય નગર એક થોડું વિકસિત ગામ. ગામ માં એક એનઆરઆઈ ભાઈ એ પોતાના ખેતરમાં સ્કૂલ શરુ કરી હતી.

ગુજરાતી અને અંગ્રેજી એમ બંને મીડિયમમાં શાળા દસ ધોરણ સુધી ભણાવાવમાં આવતું. છોકરા અને છોકરીનું સહિયારું ભણતર હતું.

શાળામાં ભણતરની સાથે રમત ગમત ને પણ પ્રોત્સાહન આપવામાં આવતું. શાળાના ચાર વિદ્યાર્થી રેશ્મા, મોહન, સરગમ અને વિનીત ખુબજ પ્રખ્યાત તેમજ સન્માન ને પત્ર હતાં.

 રેશ્મા અને મોહન રમત ગમત માં નિપુણ જયારે સરગમ અને વિનીત ભણતર માં અવ્વલ નંબર. ચારે જણ સારા મિત્રો અને એકમેક ના સહાયક અને પ્રેરક હતાં. રેશ્મા ને વિનીત પ્રત્યે વિશેષ લાગણી હતી. તેમજ વિનીત ને પણ રેશ્મા પ્રત્યે આકર્ષણ હતું પણ બંને એક બીજાની લાગણીથી અજાણ હતાં.

જેવી એમની દસમા ધોરણ ની પરીક્ષા પૂરી થઈ કે પહેલા રવિવારે એમણે ચાર જણાએ નજીકના હિલ સ્ટેશન પર પિકનિક પર જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ઘરના વડીલોની રજા મેળવી ચારે ઉપડ્યા એક દિવસની પિકનિક પર.

રેશ્મા પોતાના વિનીત પ્રત્યેના પ્રેમનો એકરાર કરવાનાં નિશ્ચય સાથે આવી હતી. ચારે જણ એક પર્વતની ધાર પર રેશ્મા એ પાથરેલ દુપ્પટા પર બેસી ગપ્પા મારવા લાગ્યા. અચાનક રેશ્મા ઊભી થઈ અને આવું છું કહી થોડે દૂર ઝાડીઓ પાછાળ ગઈ. આ તરફ મોહન અને સરગમ વિનીત ને રેશ્મા પ્રત્યેની એની લાગણીની જાણ કરવા સમજાવવા લાગ્યા. કહે આજ મોકો છે તારા પ્રેમ ની કબૂલાત કરવાનો. વિનીત ને હિંમત નહોતી થતી એને એમ કે રેશ્મા નારાજ થશે અને જે દોસ્તીનો વહેવાર છે એ પણ તૂટી જશે. છતાં સરગમ અને મોહન ના દબાણ ને વશ થઈ વિનીત વોટ્સએપ મેસેજ કરી એના પ્રેમની રેશ્માને જાણ કરવા તૈયાર થયો.

"રેશ્મા હું તને પ્રેમ કરું છું. શું મારા પ્રેમનો સ્વીકાર કરીશ ?"

સરગમ વિનીત ના ખભા પર હાથ મૂકી મેસેજ વાંચતી હતી અને ત્રણેય ખુશ ખુશાલ જણાયા. સરગમ મસ્તીમાં વિનીતના માથા પર હાથ ફેરવી હાથ ફેરવતી વાહ હીરો વાહ વગેરે બોલતી સંભળાઈ. રેશ્મા આ દ્રશ્ય દૂર ઊભી જોઈ ચોંકી ઉઠી અને એનો ગુસ્સો આસમાને ચઢ્યો.

એ ભાન ભૂલી અને ગુસ્સામાં ને ગુસ્સામાં સાચી ખોટી વાત જાણ્યા સમજ્યા વગર પુરી તાકાતથી એણે દુપ્પટો ખેંચ્યો અને વિનીત, સરગમ અને મોહન ત્રણે અચાનક નીચે ખીણમાં ફેંકાયા.

તેઓ એકદમ એકાંત સ્થળે બેઠા હતાં તેથી કોઈને જાણ પણ ના થઈ કે ત્રણેની ચીસ પણ ન સંભળાઈ. રેશ્મા એ ગુસ્સામાં પગલું તો ભરી દીધું પણ હવે ગભરાઈ અને ચીસો પડતી રોડ તરફ દોડી અને આવતી ગાડી રોકી જોર જોરથી રડવા લાગી. ગાડી માં બેઠેલું પરિવાર તરતજ એની પાસે આવી સાંત્વના આપી રડવાનું કારણ પૂછવા લાગ્યા. રેશ્મા થોડી સ્વસ્થ થઈ અને કહે કે એ અને એના મિત્રો પર્વત ની કોર પર બેઠા હતા અને હું બાથરૂમ જવા થોડે દૂર ગઈ અને પછી વાળી તો જોયું ત્રણે જોર જોરથી હસતા હતાં અને એકબીજાને તાળીઓ આપતા હતાં એમાં અચાનક દુપ્પટા પરથી સરક્યા અને ત્રણે નીચે ખીણમાં જઈ પડ્યા.

પોલીસ ને બોલાવવામાં આવી તેમજ બાળકો ને ઘરે જાણ કરવામાં આવી. ઘણા પ્રયત્નો પછી માંડ ત્રણેની લાશ ઉપર લાવવામાં આવી. થોડી પૂછતાંછ પછી બાળક હોવાથી રેશ્માની વાત પર વિશ્વાસ મૂકી ઘરે જવા દેવામાં આવી.

ઘરે ગયા પછી જેવા બધા એને સહાનુભૂતિ અને આશ્વાસન આપી ગયા કે રેશ્મા એ મોબાઈલ હાથમાં લીધો અને જોયું વિનીત નો મેસેજ છે ખોલીને જોયું અને એના હોશ ઊડી ગયા.

"રેશ્મા હું તને પ્રેમ કરું છું. શું મારા પ્રેમનો સ્વીકાર કરીશ ?"

રેશ્મા થી પોક મૂકાઈ ગઈ. ઘરના સૌ દોડી આવ્યા કહે રેશ્મા બેટા બારણું ઉઘાડ. રેશ્મા એ વિનીતનો મેસેજ ડિલિટ કર્યો. મોબાઈલ વ્યવસ્થિત મૂકી દરવાજો ખોલ્યો અને માં ને વળગી જોર જોરથી રડવા લાગી.

એકલી સુમસામ રહેવા લાગી માંડ બહુ આગ્રહે થોડું ખાતી. એ ભૂલીજ નહોતી શકતી કે પોતાની ગેરસમજ માં એણે એના પ્રિય વિનીતનું અને ખાસ મિત્રોનું ખૂન કર્યું હતું. એ દ્રશ્ય એની નજર સમક્ષથી હટતું જ નહોતું. એણે વિજય નગર છોડવાનો નિર્ણય કર્યો. રિઝલ્ટ આવતા દૂર ના શહેરની કૉલેજમાં એડમિશન લીધું અને ત્યાંજ હોસ્ટેલ માં રહેવા જતી રહી. સ્પોર્ટ્સ છોડી વિનીત ની જેમ ખાલી ભણતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

બી એડ કરી ત્યાંજ એક સ્કૂલમાં નોકરી કરવા લાગી.

માં પિતા એ લગ્ન માટે ઘણું દબાણ કર્યું તેમજ ઘણા વડીલો સમજાવી ગયા પણ નહીં માની. લગભગ દસ વર્ષનો ગાળો વીતી ગયો.

એક દિવસ વર્ગ માં દાખલ થતા જ સ્તબ્ધ થઈ ઊભી રહી ગઈ. સામે વિનીત બેઠો હતો. આજ વર્ષે નયન નવમાં ધોરણ માં એડમિશન લઈ આ સ્કૂલ માં આવ્યો હતો. બિલકુલ વિનીતની પ્રતિકૃતિ. રેશ્મા એ એના પર વધુ ધ્યાન આપવા માંડ્યું. પોતાના નાનકડા ભાડાના ઘરમાં લઈ જઈ ફ્રી માં ટ્યૂશન આપવા માંડ્યું.

નયન ને રમત ગમત માં વધુ દિલચસ્પી હતી. સ્કૂલ ની ક્રિકેટ ટિમ માં પણ સિલેક્ટ થઈ ગયો હતો. તેમજ બીજી બધી સ્પોર્ટ્સ માં પણ એ એટલોજ રસ લેતો અને સારુ પરફોર્મ કરતો. રેશ્મા એના આ શોખથી ખુશ નહોતી. એ નયન ની ભણતર માં રુચિ વધે એના પ્રયત્નમાં રહેતી અને ઘણે અંશે સફળ પણ થઈ. કારણ વિનીતનું ભણતર પ્રત્યે વધુ ધ્યાન હતું.

જેમ જેમ નયન મોટો થતો ગયો રેશ્માને એને ગુમાવી દેવાની બીક સતાવવા લાગી. નયન હવે કોલેજ માં મિત્રો સાથે વધુ સમય ગાળવા લાગ્યો અને રેશ્મા ને ઓછું મળતો થયો. રેશ્મા ખૂબ ગુસ્સો કરતી ખૂબ ચિડાતી પણ નયન પર બહુ અસર થતી દેખાઈ નહીં. રેશ્મા એ એના સ્ત્રીત્વ નો ફાયદો ઉઠાવવાનો નિર્ણય કર્યો. નયનને એના શારીરિક જાળમાં ફસાવી ઘેલો કરી ગુલામ જેવો બનાવી દીધો. નયન ભાણવામાં પણ પાછળ પડવા લાગ્યો તેમજ ક્રિકેટ ટીમમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો. જેમતેમ ગ્રેજ્યુએટ થયો. રેશ્મા ને સ્કૂલ માં પણ ઘણું સાંભળવું પડતું તેમજ નયન ના પરિવાર સાથે પણ રોજ ઝગડા થતા.

રેશ્માએ સ્કૂલમાં રાજીનામુ આપી એક સાંજ નયન ને લઈ બીજાજ રાજ્ય માં ચાલી ગઈ. ત્યાં બંને પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા. રેશ્મા પ્રાઇવેટ ટ્યુશન કરવા લાગી અને નયન સામાન્ય નોકરી કરવા લાગ્યો.

એક દિવસ રેશ્મા માંદી પડતા એને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. રેશ્માની મેડિક્લેમ પોલિસી શોધતા નયન ના હાથમા રેશ્મા ની ડાયરી આવી. જીજ્ઞાશા વશ એ વાંચવા લાગ્યો અને સ્તબ્ધ થઈ ગયો.

એ આટલા વર્ષોથી એક ખૂનીની સાથે રહેતો હતો તેમજ રેશ્મા એને નહીં પણ એના ચહેરામાં છુપાયેલા વિનીતને પ્રેમ કરતી હતી. ખૂબ રડ્યો ખૂબ દુઃખી થયો કે જેને કારણે પોતાની જિંદગી બરબાદ કરી અને માં બાપ ને દુઃખી કર્યા, એમનાથી દૂર થયો એ તો એને ખરેખર પ્રેમ કરતીજ નથી પણ મારા હમશકલ મૃત પ્રેમીને પ્રેમ કરે છે.

નયન રેશ્માના સાજા થવાની રાહ જોવા લાગ્યો અને સાજી થતા એને હવાફેર માટે હિલ સ્ટેશન પર લઈ ગયો. રેશ્માની મરજી વિરુદ્ધ એક એકાંત સ્થાન પર લઈ ગયો અને રેશ્માનો દુપટ્ટો પાથર્યો. રેશ્મા ને પરસેવો છૂટવા માંડ્યો, થર થર ધ્રુજવા માંડી અને તબિયત બગડતી હોવાનું બહાનું કાઢી હોટલ પર જવા કરગરવા લાગી પણ નયનની જીદ સામે એણે ઝૂકવું પડ્યું અને કંપતા મને બેસવું પડયું. રેશ્માની માનસિક અવસ્થાનો લાભ ઉઠાવી નયન અચાનક ઊભો થયો અને દુપટ્ટો ખેંચી રેશ્માને ખીણમાં ફંગોળી દીધી. ત્યાંથી એ સીધો પોલિસ સ્ટેશને ગયો અને ઈન્સ્પેક્ટરના હાથમાં રેશ્માની ડાયરી મૂકી પોતાને પોલીસને હવાલે કર્યો.


Rate this content
Log in

More gujarati story from Bhadresh Bhatt

Similar gujarati story from Crime