nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

કર્મનો બદલો

કર્મનો બદલો

2 mins
216


મોક્ષને થયું કે એ ટીવી બંધ કરે અથવા તોડી કાઢે. એની આંખોમાં આંસુ હતાં. દુઃખ કે મુશ્કેલી શબ્દ તો એના જીવનમાં આવ્યો જ કયાં હતો ? અરે, એને તો ટીવી કે પેપર વાંચવાનો સમય જ કયાં મળતો હતો ? એ તો એના ધંધામાં રચ્યોપચ્યો રહેતો હતો. એની દુનિયા એટલે એના રિસોર્ટ તથા એની હોટલો. શહેરમાં જ એની ત્રણ હોટલો પ્રખ્યાત હતી એમાં બધી જ સગવડ હોવાને કારણે હંમેશા ભરેલી જ હોય.

પરંતુ કોરોનાને કારણે હોટલો અને રિસોર્ટ બધુ જ બંધ હતું. જો કે એ ધંધો સમેટી લે તો પણ એની સાત પેઢી બેઠાબેઠા ખાઈ શકે. પરંતુ એનાથી લોકોના દુ:ખ કયાં જોવાતા કે સંભળાતા હતાં ! એનો આત્મા કહી રહ્યો હતો કે મારે આ દુ:ખી વ્યક્તિઓ માટે કંઈ કરવું જોઈએ.

અને એક દિવસ એ કોર્પોરેશનમાં મળવા ગયો અને કહ્યું, "મારી હોટલો હાલ ખાલી જ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી તો મારી હોટલોને કોવિડ સેન્ટરમાં ફેરવી દો. એના બદલામાં મારે એક પૈસો પણ નથી જોઈતો".એ વખતે ખરેખર જગ્યાનો અભાવ હોવાથી એની દરખાસ્ત સહજ રીતે સ્વીકારી લેવામાં આવી. કોવિડના કેસ તો ઓછા થતાં જતાં હતાં એટલે ખાસ જરૂર રહી ન હતી.

પરંતુ એ જ સમયે કેટલાક ડોક્ટરો આવી મોક્ષને મળ્યા અને કહ્યું, "તમારે ના નથી કહેવાની અમે તો પૈસા લઈને જ દર્દીઓની સારવાર કરવાના છીએ. માટે તમારે ભાડા પેટે પૈસા લેવા જ પડશે.

આ દરમ્યાન એમ્બ્યુલન્સની પણ માંગ વધતાં એમ્બ્યુલન્સની તૂટ પડતી હતી. ભાડા પેટે જે પૈસા આવ્યા એમાંથી એમ્બ્યુલન્સ ખરીદી સરકારને ભેટ આપી.

મોક્ષના કાર્યની સુગંધ ચોતરફ ફેલાતી રહેતી હતી. એને પૈસા લેવાની તો ના કહેલી જ. પરંતુ જે પૈસા ભાડા પેટે આવતાં તેમાંથી જરૂરીયાત વ્યક્તિઓને અનાજના પેકેટો તૈયાર કરીને વહેંચતા. એમાં એમના પૈસા પણ ઉમેરતાં.

જયારે મોક્ષને કોવિડ થયો ત્યારે તો બધા એમની સેવામાં હાજર હતા અને એમને સહેજ પણ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. ઈન્જેક્શન અને દવાઓની તથા ઓક્સિજનની તૂટ હોવા છતાં પણ બધા એમની સેવામાં હાજર રહેતા. ઘરે આવ્યા બાદ પણ લોકો દિવસો સુધી ભોજન મોકલતાં રહેલા. મોક્ષને થતું કે ઈશ્વર તમારા સદ્કાર્યનો બદલો આપ્યા વગર કયાં રહે છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational