Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૭

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૭

4 mins
275


રામુકાકા : "મીનાક્ષીને સાંભળવી અઘરી નહીં અશક્ય થઈ ગઈ હતી, હજુ કોઈ કંઈ સમજે તે પહેલાં બંને ભાઈઓએ મીનાક્ષીને પકડીને ત્યાં દીવાલમાં હાથ અને પગમાં ખીલા ખોડીને લટકાવી દીધી."

જયસુખભાઈ : " જો તારે આ જાદુગર સાથે લગ્ન કરવા હોય તો પહેલાં તેનો પરિવાર ક્યાં છે તે કહી દે અને પછી જો તું આ જાદુગર સાથે લગ્ન કરીશ તો પછી આપડી સંપતિ માંથી તને કંઈ નહીં મળે અને અમારી સાથે તરો સંબંધ પણ પૂરો."

મીનાક્ષી : "મને મંજૂર છે, સુનીલનો પરિવાર તો હું જ છું, સુનીલ નો જૂનો પરિવાર તેના લાયક નહોતો છતાં મેં એ લોકોને એક મોકો આપ્યો હતો, મારા રૂમમાં અલમારીમાં છે, હવે તો કદાચ..."

સુનીલ : "ના ના એવું ના બોલો, મારી પત્ની અને મારો દીકરો ક્યાં છે ? છોડી દો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું."

તરત રમેશભાઈ મીનાક્ષીના રૂમમાં જાય છે અને અલમારી ખોલે છે તો માં અને બાળક બંને બેભાન હોય છે, તરત રમેશભાઈ એક યુક્તિ કરે છે.

સચિન : "યુક્તિ ?"

રામુકાકા : "હા, હું પણ ત્યારે એમની સાથે રૂમમાં હતો, રમેશભાઈના કહેવા મુજબ અમે હોલમાં જઈને બધાને કહ્યું કે, આ બંને મરી ગયા છે, અને સુનીલ આ લોકોનો અગ્નિસંસ્કાર કરી દેશે પછીજ મીનાક્ષીના લગ્ન થશે."

રમીલાકાકી : "મને હજુ એ ભયાનક રાત યાદ છે, સુનીલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવું હતું, અને મીનાક્ષી આ બધું જોઇને અટહાસ્ય કરતી હતી, ખૂબ ખુશ થતી હતી."

સચિન : "તો શું સાચે જીવતા લોકોનો અગ્નિસંસ્કાર કરી નાખ્યો ?"

રામુકાકા : "ના, હવેલીની બહાર અમે તે લોકોને લઈને ગયા ત્યારે રમેશભાઈ એ જયસુખભાઈને મદદ કરવા કહ્યું, જ્યારે બધા બહાર આવ્યા ત્યારે જયસુખભાઈ સુનિલને હિંમત આપતા હતા અને માફી પણ માગતા હતા ત્યારે અમે બધી સાચી વાત કરી, જે સાંભળીને સુનીલના જીવમાં જીવ આવ્યો."

જયસુખભાઈ : "રમેશ તું આ લોકોનો ઈલાજ કરાવજે અને સુરક્ષિત જગ્યા પર મૂકી આવ, આપડા કુટુંબના કારણે આ લોકોએ ઘણા કષ્ટ ભોગવ્યા છે."

રમેશભાઈ : "જેવી તમારી આજ્ઞા મોટા ભાઈ, પરંતુ ધ્યાન રાખજો મીનાક્ષીને આ વાતની જાણ ના થાય."

જયસુખભાઈ : "તું ચિંતા ના કર તું આવીશ ત્યાં સુધીમાં મીનાક્ષીની હું વ્યવસ્થા કરી લઈશ, મારી પત્ની અને દીકરાને હું ન્યાય અપાવીશ."

રમેશભાઈ : "તમે શું કરશો ?"

જયસુખભાઈ : "તું જલ્દી જા, આપડા કુટુંબથી ભૂલ થઈ છે તે સુધારી લે, કોઈને દુઃખ ના થવું જોઈએ બાપુજી ના નામ પર કોઈ કીચડ ઉછાળી જાય તેવું ન થવું જોઈએ."

જયસુખભાઈના કહેવાથી બધા જલ્દી જતા રહે છે.

રમીલાકાકી : "પછી તો હવેલીમાં ફક્ત હું, મોટા માલિક અને મીનાક્ષી જ હતા, મોટા સાહેબે અંદર આવીને સવપ્રથમ મીનાક્ષીની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી જેથી મીનાક્ષી વશીકરણ કરીને મોટા સાહેબ પાસે કંઈ ખોટું ના કરાવે."

સચિન : "પછી બંને ભાઈબહેન વચ્ચે જઘડો થયો ?"

રમીલાકાકી : " જઘડો નહીં યુધ્ધ કહો, પહેલા જયસુખ ભાઈ એ મીનાક્ષીને માફી માગવા કહ્યું, પરંતુ મીનાક્ષી ખૂબ ક્રોધિત હતી, પોતાની બધી શક્તિ ભેગી કરીને પોતાને છોડાવી લીધી પછી તે જયસુખભાઈને પણ મારવા ગઈ, જયસુખ ભાઈ પોતાને બચાવવા ગયા તેમાં મીનાક્ષીને ચાકુ લાગી ગયું."

સચિન : "તો શું મીનાક્ષી મરી ગઈ ?"

રમીલાકાકી : " ના, બેભાન થઈ હતી, પરંતુ મોટા સેઠને થયું કે મરી ગઈ છે, તે પોતાની જાતને સંભાળી ના શક્યા અને બહાર તળાવ પાસે જઈને બેઠા, ત્યાં એમનો પાળેલો મગર હતો, ઘણીવાર મગર સાથે વાતો કરતા ત્યારે પણ એવુંજ થયું, મોટા સેઠ ખૂબ રડતા હતા, હું ત્યાં દૂર ઊભીઊભી જોતી હતી, એટલામાં મીનાક્ષી ત્યાં પાછળથી મોટા સેઠને મારવા ગઈ અને મારાથી ખૂબ જોરથી રાડ પડાઈ ગઈ. જેનાલિધે મોટા સેઠ તો આઘા જતરહ્યા પરંતુ મીનાક્ષીનો પગ લપસ્યો અને તળાવમાં પડી ગઈ, પોતે લોહીલુહાણ હતી માટે મગર તેને તરત ખાવા લાગ્યો. સેઠે બચાવવાની કોશિશ તો ઘણી કરી, સેઠ હવેલીમાં જઈને પોતાની બંદૂક પણ લાવ્યા અને મગરને મારી પણ ખરી, પરંતુ મોડું થઈ ગયું હતું, મીનાક્ષી નો જીવ મગરે લઈ લીધો હતો, અને પછી સેઠની ગોળીથી મગર પણ મરી ગયો."

રામુકાકા : "અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે હજુ જયસુખભાઈ તળાવ પાસેજ બેઠા હતા અને ત્યાં મીનાક્ષીનું અડધું શરીર પડ્યું હતું અને મગર પણ મરેલો હતો."

રમીલાકાકી : "આ બધી વાતને છ મહિના થયા પછી અચાનક એક દિવસ મોટા સેઠનું કોઈએ તેમના રૂમમાં ખૂન કરી નાખ્યું, શરીરના ઘણા કટકા કરેલા હતા આ દ્રશ્ય જોઈને બધા ખૂબ ડરી ગયા અને સમજી ગયા કે મીનાક્ષીની આત્મા જ લાગે છે, પૂજારીને બોલાવીને પૂજા કરાવીને મીનાક્ષીની અસ્થી અહીં તેના રૂમમાં રાખી અને પછી રમેશભાઈ પોતાના પરિવાર અને અમને લઈને દિલ્હી જતા રહ્યા."

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror