Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૪

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૨૪

4 mins
315


પૂજા : "ખબર નથી, મારું માથું દુખે છે, હું સુવા જાવ છું."

સચિન : "થોડીવાર બહાર ચાલ તને બહારની તાજી હવાથી મજા આવશે."

પૂજા : "(ગુસ્સા સાથે અને જોરથી બોલે છે)એકવાર ના પાડી નથી સમજાતું ?"

સચિન સમજી જાય છે કે, ફરીથી પૂજા પોતાના વશમાં નથી, સચિન પૂજાને જવા દે છે, અને રસોડામાં રામુકાકા અને રમીલાકાકી હોય છે ત્યાં જાય છે, રામુકાકા અને રમીલાકાકી બંને સચિનને જોઈને સ્તબ્ધ થઈ ગયા. સચિન વાત કરતો હતો પરંતુ તે લોકોનું ધ્યાન સચિનની વાતોમાં નહોતું, ફક્ત સચિન પર હતું. સચિન બંનેને હલાવે છે અને પૂછે છે,

સચિન : "તમે લોકો ક્યાં ખોવાઈ ગયા ?"

રામુકાકા : "સુનીલ! તું જીવિત છે ?"

સચિન : "કાકા હું સચિન છું, તમને કંઇક ભૂલ થતી હોય તેવું લાગે છે."

રમીલાકાકી : "ભૂલ અમારી નહીં તારી થાય છે, તારી સાથે ફરીથી ભૂતકાળની ખરાબ યાદો લાવ્યો છે ? અમારી દીકરી પૂજાના અહીં થોડા દિવસોમાં લગ્ન છે, હું તારા હાથ જોડું છું અહીંથી જતો રહે."

સચિન : "તમે મને ઓળખ્યો નહીં, હું સચિન છું, અને તમે આ સુનીલની વાત કરો છો તો તમે તેને ઓળખો છો ? મારે તેને મળવું છે. અને તમે પૂજાના કુટુંબ સાથે કેટલા વર્ષોથી છો ?"

રામુકાકા : "હું પૂજાના દાદા સાથે જ મોટો થયો અને અહીંથી દિલ્હી પણ એ લોકો સાથે જ ગયો હતો."

રમીલાકાકી : "અને હું લગ્ન કરીને અહીં આવી હતી અને તારા કાકા દિલ્હી જતા હતા માટે હું પણ સાથે ગઈ, કારણકે અમારું અહીં કોઈ નહોતું."

રામુકાકા : "મારા બાપુજી અહીં આજ હવેલીમાં કામ કરતા હતા."

સચિન : "શું તમારે કોઈ સંતાન છે ?"

રમીલાકાકી : "હા, પૂજા છે ને એને એમને સંતાનની કમી થવા નથી દીધી, પૂજા ખૂબ નાની હતી ત્યારે તેના માતાપિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારથી અમેજ પૂજાનું ધ્યાન રાખ્યું છે."

સચિન : "તો પછી તમને આ હવેલીનો રાઝ ખબર હશે ?"

રામુકાકા : "રાઝ ? તમને કેમ ખબર ?"

સચિન : "પૂજા સાથે કંઇક એવું વર્તન થઈ રહ્યું છે, જો તમે મારી મદદ કરો તો હું પૂજાને બચાવી શકું. હું ખૂબ પ્રેમ કરું છું પૂજાને અને પૂજા વગર જીવન વિચારવું પણ શક્ય નથી તો પછી વિતાવવું તો અશક્ય જ છે."

રામુકાકા : "જો તું જ સચિન છે તો પછી તું સુનીલ જેવો શા માટે દેખાઈ છે ?"

સચિન : "આ સુનીલ કોણ છે, પેલા અરીસામાં પણ મને મારું પ્રતિબિંબ દેખાણું પરંતુ પહેરવેશ અલગ હતો, અને મારી બાજુમાં એક સ્ત્રી હતી તેને પણ મારા ખભા પર હાથ રાખીને મને સુનીલ કહ્યું હતું."

રમીલાકાકી : "શું મીનાક્ષીની આત્મા જાગૃત થઈ ગઈ છે ?"

સચિન : "હા, કદાચ એવુજ લાગે છે પરંતુ હું શું કરું, મારી મદદ કરો, મને ભૂતકાળ જણાવો તો હું કંઇક રસ્તો ગોતી શકું."

સચિન વાત કરતો હતો ત્યાં તેના ફોન પર રીંગ વાગે છે અને જો એ છે તો અંજુબહેન હોય છે.

અંજુબહેન : "બેટા, અઘોરી બાબાનું સરનામું મળી ગયું છે, પરંતુ ત્યાં તારે રૂબરૂ જવું પડશે."

સચિન : "તમે મને મેસેજ કરી દો હું જઈ આવું."

અંજુ બહેન : "તો પછી પૂજા ? અને તારું એકલું જવું યોગ્ય નથી, સાહેબ આવે તારી સાથે."

સચિન : "પૂજાની ચિંતા ના કરો, રામુકાકા અને રમીલાકાકી પૂજાનું ધ્યાન રાખશે, તે લોકો આવી ગયા છે. અને સાહેબને કહેજો કે હું હવે મારા કોઈપણ અંગત વ્યક્તિનો જીવ જોખમમાં મૂકવા નથી માગતો, માટે એકલો જઈશ."

અંજુબહેન : "બેટા વિચારી જો હજુ એકવાર આ કામ ખૂબ ખતરનાક છે, તારા અને પૂજા બંનેના જીવનું જોખમ છે."

સચિન : "તમે ચિંતા ના કરો મને ઠાકોરજી પર ભરોસો છે હું અને પૂજા બંને નક્કી કરેલા સમયે લગ્ન કરીને એક થશું."

આટલું કહીને ફોન રાખે છે અને હજુ તો રામુકાકાને વાત કરે તે પહેલાં કોઈ વસ્તુ પડવાનો અવાજ આવે છે અને બધા તરત તે દિશામાં દોડે છે અને પૂજાના રૂમ સુધી પહોંચી જાય છે, ત્યાં જઈને જોવે છે બધાના પગ નીચેથી જમીન ખસી જાય છે, આટલું ભયાનક દ્ર્શ્ય જોઈને રામુકાકા અને રમીલાકાકી બંને ત્યાંજ જમીન પર બેસી ગયા. 

સચિનને પણ આ દ્રશ્ય જોઈને પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવું લાગ્યું, પૂજા તેના રૂમમાં પંખા પર ઊંધી લટકતી હતી અને પંખો ધીરેધીરે ફરતો હતો, સચિને હિંમત કરીને પૂજાને પ્રેમથી બોલાવવાનું શરૂ કર્યું, પૂજા સચિનનો અવાજ સાંભળીને ભાભૂક થઈ જતી હતી અને "મને બચાવી લો, બહુ દુઃખે છે બધું" એમ કહેતી હતી, અને તરત પાછી હાવભાવ ફરી જતા અને પોતાને બટકા ભરતી હતી, હાથમાંથી લોહી નીકળતું હતું, વાળ ઉડવા લાગ્યા, મોઢું કાળું થવા લાગ્યું.

ક્રમશઃ...


Rate this content
Log in

Similar gujarati story from Horror