Ishita Raithatha

Horror Romance

3  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન - ૨૬

ખાનદાની હવેલીમાં લગ્ન - ૨૬

4 mins
143


સચિન : "તો શું સુનીલ ક્યારેય પાછો આવ્યો નહીં."

રમીલાકાકી : "આવ્યો હતો, આ બધી વાતને દસથી અગિયાર મહિના થઈ ગયા હતા, મીનાક્ષી પણ બધા સાથે સારું વર્તન કરવા લાગી હતી, પરંતુ મીનાક્ષી સુનિલને ભૂલી નહોતી, રમેશભાઈના પત્ની પિયર સુવાવડ માટે ગયા હતા ત્યાંથી સમાચાર આવ્યા કે, દીકરાનો જન્મ થયો છે."

સચિન : "શું એ પૂજાના પપ્પા હતા ?"

રામુકાકા : " હા, બધા ઘણા ખુશ હતા, અને બાળકને જોવા માટે નીકળી ગયા, મીનાક્ષી સાથે નહોતી ગઈ, તબિયત બરાબર નહોતી માટે અને અમે પણ અહીં એમની સેવા માટે ઘરે જ હતા, એમને હતું કે મીનાક્ષી રૂમમાં આરામ કરે છે, પરંતુ તે તો બહાર જતી રહી હતી."

સચિન : "તો પછી તમને ખબર કઈ રીતે પડી ?"

રમીલાબહેન : "હું જમવા માટે ઘણીવારથી બોલાવતી હતી, પરંતુ મીનાક્ષી કંઈ જવાબ આપતી નહોતી માટે બહાર હવેલીના ચોકીદારને પૂછવા ગયા તો જોયું કે,"

સચિન : "શું થયું ?"

રામુકાકા : "ચોકીદારનું કોઈએ ખૂન કર્યું હતું. અમે એ જોઈને ડરી ગયા, શું કરવું કશું સમજાતું નહોતું, હવેલીમાં અંદર જવા ગયા તો અમારું ધ્યાન મીનાક્ષીના રૂમની બાલ્કનીમાં ગયું, ત્યાં એક સાડી બાંધેલી હતી, અમે સમજી ગયા કે નક્કી મીનાક્ષી ભાગી ગઈ છે. તરત અમે સમાચાર જયસુખભાઈને પહોંચાડ્યા."

રમીલાબહેન : "જયસુખ ભાઈ ઘરે આવ્યા ત્યારે ખબર નહીં કેવીરીતે પરંતુ મીનાક્ષી આવી ગઈ હતી અને તેના રૂમમાં જ હતી, અને બાલ્કનીમાં સાડી પણ નહોતી. જયસુખ ભાઈ અમારા પર ખૂબ ગુસ્સે થયા, એટલામાં ઘરના બધા લોકો આવી ગયા અને અમને નોકરીમાંથી કાઢી નાખશે જો હવે આવી ભૂલ થઈ તો એ ધમકી પણ આપી."

સચિન : "તો મીનાક્ષી બહાર ગઈ હતી કે નહીં ?"

રામુકાકા : "હા ગઈ પણ હતી અને ચોકીદારને પણ તેને જ માર્યો હતો. રાત્રે બધા ભોજન કરતાં હતાં ત્યારે સીતા બહેન પોતાના પુત્રને આખી હવેલીમાં ગોતતા હતા, નાનો પાંચ વર્ષનો લખમણ ક્યાંય મળતો નહોતો બધાં ચિંતામાં હતા. થોડીવારમાં લખમણનો રડવાનો અવાજ આવ્યો પરંતુ થોડીવારમાં તે પણ બંધ થઈ ગયો બધાને થયું બહાર બગીચામાં હશે, ત્યાં જોયું પરંતુ ત્યાં પણ નહોતો."

સચિન : "શું તે બાળકનું પણ ખૂન થઈ ગયું હતું ? અમે તેને અહીં હવેલીની પાછળ જમીનમાં દાટી દીધો હતો ?"

રમીલાકાકી : "તને કેવી રીતે ખબર ?"

સચિન : "મને અહીં નાના બાળકની રડવાની આવાજ આવતી હતી, તે દિશામાં હું જતો ગયો અને પછી લાગ્યું કે અવાજ જમીનમાંથી આવે છે ખોદીને જોયું તો નાના બાળકનું હાડપિંજર હતું. પરંતુ તમને લોકોને ખબર નહોતી કે લખમણને કોઈએ ત્યાં દાટી દીધો છે."

રામુકાકા : "ખબર પડી ત્યારે મોડું થઈ ગયું હતું. અમે ગોતતા ગોતતા હવેલી પાછળ પહોંચ્યા તો ત્યાં મીનાક્ષી હતી અને તેના હાથ પણ માટીવાળા હતા પરંતુ મીનાક્ષી કંઈ બોલ્યા વગર અંદર જતી રહી."

રમીલાકાકી : "હા, બધા તેને પૂછતા હતા એટલામાં હવેલીનો દરવાજો કોઈએ જોરથી ખોલ્યો, અને જોયું તો સુનીલ હતો, અને એ પણ વરરાજાના કપડાં પહેરીને આવ્યો હતો."

સચિન : "તો શું સુનીલ અને મીનાક્ષીએ લગ્ન કરી લીધા ?"

રમીલાકાકી : "ના, સુનિલે આવીને મીનાક્ષી અને હવેલીના લોકોને જે કહ્યું તે ખૂબ ખતરનાક હતું."

સચિન : "શું કહ્યું ?"

રામુકાકા : "હવે હું તને જે કે'વા જઈ રહ્યો છું તે શાંતિથી સંભાળજે, કદાચ આ વાતથી આપણે પૂજાને બચાવી શકીએ ? ત્યારે સુનિલે કહ્યું,"

સુનીલ : "મીનાક્ષી હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને તારી બધી શરતો પણ માનવા તૈયાર છું, તને હાથ જોડું છું તું મારી પત્ની અને મારા બાળકને છોડી દે."

જયસુખભાઈ : "શું વાત કરે છે તું ? મારી બહેને તારા પરિવારનું અપહરણ કર્યું છે ?"

સુનીલ : "ફક્ત મારા નહીં પરંતુ તમારા દીકરાનું પણ કર્યું છે. હું જ્યારે જાદુનો ખેલ દેખાડીને ઘરે આવ્યો ત્યારે મને એક પત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે મારો પરિવાર તો જ જીવિત રહેશે જો તું મારી સાથે લગ્ન કરીશ. અને જો એવું નહીં કરે તો મારા પરિવારને મારી નાખશે, અને મારા ઘરના લોકો પણ ના નહીં કહે લખમણ પણ મારી પાસે છે. જો આ લગ્ન થશે તો બધા જીવિત મળશે."

જયસુખભાઈ : "મીનાક્ષી શું આ બધું સાચું છે ? લખમણ અને આનો પરિવાર ક્યાં છે ?"

મીનાક્ષી : "અરે મોટા ભાઈ તમે ગુસ્સો ના કરો, મારા લગ્ન થવા દો નહીંતર આ ઘરનો એક વારિસ જેમ જતો રહ્યો છે તેમ હું બીજાને પણ મોકલી શકું છું."

સીતાબહેન : "મારા લખમણ સાથે તમે શું કર્યું ક્યાં છે ? મને મારો દીકરો આપી દે."

આટલું બોલ્યા ત્યાં મીનાક્ષી એ તેમના પેટ માં છરી મારીને તેમને મારી નાખ્યાં, અને કહ્યું,

મીનાક્ષી : "હવે તમે તમારા દીકરા પાસે પહોંચી ગયા, તમારી ઈચ્છા મે પૂરી કરી. મોટા ભાઈ હવે તમે મારી ઈચ્છા પૂરી થવા દો, નહીંતર તમે જાણતા નથી કે હું શું કરી શકું છું."

ક્રમશઃ                                             


Rate this content
Log in

Similar gujarati story from Horror