Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

કેયુરનું હૃદય પરિવર્તન

કેયુરનું હૃદય પરિવર્તન

2 mins
156


કેયુર એટલે ઈન્સ્ટાગ્રામનો હીરો, ફેસબુકમાં પણ એના કેટલા બધા મિત્રો, ટ્વીટર પર એના કેટલાય ફોલોર્સ હતા. એના મિત્રો વધે એમ ખૂબ હરખાતો. આ આભાસી દુનિયાનું એનું એવું વળગણ કે માં બાપ ની એક વાત નહોતો માનતો,નહોતો એ ભણવામાં ધ્યાન આપતો કે ન કોઈ બિઝનેસમાં રુચિ લેતો. નાં કોઈ કોટુંબિક પ્રસંગોમાં એ જતો. ફેસબુક અને ઇન્સ્ટા એ જ એનો પરિવાર હતો.

માં બાપ ને એની ખૂબ ફિકર થતી. પણ એ કેમેય કરીને સમજતો નહોતો. અલગ અલગ અંદાજમાં ફોટા મૂકવા અને વારંવાર લાઈક અને કૉમેન્ટ્સ ચેક કરવી, એ એનું રોજીંદુ કામ બની ગયું. મમ્મી જમવા બોલાવે તો સમયસર બેસે પણ નહિ એવું એને મોબાઈલનું ભૂત ચડ્યું હતું. જાણે ફેસબુકના મિત્રો એની જાન હતા. અને આભાસી દુનિયામાં એવો ખોવાયો કે આસપાસની દુનિયાને ભૂલી ગયો.

પણ એકવાર એવું બને છે કે રસ્તામાં એનું એક્સિડન્ટ થઈ જાય છે એ મિત્રોને મેસેજ મોકલે છે. પણ બધાયે કોઈના કોઈ બહાના કાઢી હોસ્પિટલ સુધી નાં લઈ ગયું. પણ ત્યાંથી એનો પાડોશી પસાર થતો હોય છે. એ કેવલને હોસ્પિટલ પહોચાડે છે. અને એના માતપિતાને ફોન કરે છે. અને તાબડતોબ એના માતપિતા હાજર થઈ જાય છે ખૂબ સંભાળ રાખે છે અને થોડા દિવસમાં એની તબિયત સારી થઈ જાય છે. અને એના મન પર ચડેલું આભાસી દુનિયાનું ભૂત ઉતરી જાય છે એને વાસ્તવિકતા સમજાય જાય છે. તકલીફમાં માતપિતા પાડોશી અને સગા સંબંધી જ કામ આવે નહિ કે એફબી કે ઇન્સ્તા નાં મિત્રો. અને આભાસી દુનિયાને બાય બાય કરી દે છે,એક સારો અને હોનહાર વિદ્યાર્થી અને આજ્ઞાંકિત પુત્ર અને સારો પાડોશી બની જાય છે. સમય આવ્યે બધા સગા સંબંધીઓને પણ મદદરૂપ થાય છે એક નાનકડા બનાવે એની આંખી જિંદગી અને વિચારધારાઓ પલટી નાખી અને એક સારો ઇન્સાન જે દુઃખમાં દરેકને મદદરૂપ થઈ શકે એવો મિત્ર બની ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational