કાશ
કાશ
શું ખાલી પૃથ્વી પર જ માણસો છે? મિલ્કી વે એ તો ફક્ત એક ગેલેક્સી છે જેમાં આપણી પૃથ્વી છે એવી તો લાખો ગેલેક્સી છે. ઈશ્વર ખાલી આ પૃથ્વીનો સર્જનહાર નથી. એ તો વિશ્વનો સર્જનહાર છે.
એક રાતે હું મારી ચોરસ બારીમાંથી આકાશને જોઈ રહી હતી. અને એક પ્રકાશનો ચમકારો થયો અને એક ઊડતી રકાબી મારા ઘરના આંગણામાં આવીને ઊભી રહી ગઈ. એમાંથી એક પુરુષ જેવા લાગતા માણસે અવકાશી કપડાં પહેરેલા હતા. થોડીવારમાં ઝાડી પાછળ ડુંગરા ઉપરથી બે સ્ત્રીઓ અને એક માણસ મશાલ લઈને આવી ચડયા. અવકાશી કપડાં પહેરેલા માણસે એક ચિઠ્ઠી મશાલવાળા માણસને આપી. માણસે ઝૂકી ને સલામ કરી. અવકાશી કપડા પહેરેલો માણસ ઊડતી રકાબીમાં પાછો ફર્યો અને આકાશમાં અદ્ગશ્ય થઇ ગયો. બે સ્ત્રી અને માણસ કૈક ચર્ચા કરી રહ્યાં હતા. ભયભીત પણ દેખાતા હતા.
મેં જોયું થોડીવારમાં મને લાગ્યું કર જમીન હલી રહી છે. બંને સ્ત્રીઓ ગભરાયેલી લાગતી હતી અને મોટા અવાજ સાથે ધરતીકંપ થયો અને દરિયાનું પાણી ઊછળી જમીન પર આવી ગયું. સુનામી આવી ગઈ. ધરતીમાં જાણે જીવ આવી ગયો. બધું અસ્તવ્યસ્ત થઇ ગયું. સૂરજ જાણે ધરતી પર આવી ગયો. અને પૂર્વને બદલે પશ્ચિમમાં દેખાવા લાગ્યો.
શું એ ચિઠ્ઠીમાં ધરતીના અંતની વાત હતી? કયામતની વાત હતી? એ કોઈ ફરિશ્તો હતો કે દેવદૂત! બસ અંત અંત....કાશ મેં કોઈ સારા કામ કર્યા હોત. કાશ મેં લોકોની મદદ કરી હોત. કાશ મેં પૈસાને બદલે માનવ લાગણીને મહત્વ આપ્યું હોત .... કાશ..કાશ....!