કાગડાની કુમતિ
કાગડાની કુમતિ
કાગડાને ખૂબ તરસ લાગી. તે પાણી ની શોધમા હતો. તેણે બધે ફાફા માર્યા પણ ક્યાય પાણી દેખાયું નહીં. આમ ઊડે તેમ ઊડે પણ ક્યાય પાણી દેખાયું નહીં. તે તો ઊડતો ઊડતો આગળ વધ્યો. થાકીને એક ઝાડ પર બેઠો, અચાનક તેની નજર દુર દુર એક કૂજા પર પડી. તેને થયું નક્કી આ કૂજા મા પાણી હશે જ. તે તો ઊડતો ઊડતો ગયો કૂજા પાસે, જઇને જુએ છે તો કૂજા મા ઊડે ઊડે પાણી હતું તેની ચાચ પહોચતી ન હતી.
તે વિચારવા લાગ્યો કે મારા દાદા ના દાદાએ આવા જ કૂજામાંથી કાકરા નાખી ને પાણી પીધેલુ. તેણે પણ પરિસ્થિતિ જોઇને એક કાકરો લીધો કૂજામાં નાખ્યો.
પણ આતો નવયુવાન કાગડા ભાઇ,
એ તો વિચાર કરવા લાગ્યા. આમ કાકરા નાખે ક્યારે પાર આવે, પાણી ઉપર જ લાવવું હોય તો મોટા કાકરા પણ નાખી શકાય.
તેણે તો બાજુમાં એક મોટો પથ્થર પડ્યો હતો તે ચાચમાં ઉપાડ્યો. અને ધડ દઈને કૂજામાં નાખ્યો.
આ શું ?
કૂજામાં જેવો પથ્થર પડ્યો કે કૂજો તૂટી ગયો. અને જે પાણી હતું તે ઢળી ગયું.
તરસ્યો કાગડો તરફડતો ત્યાં જ મરી ગયો.
બોધ. સમજી વિચારી સ્થળ, સંજોગ અને પરિસ્થિતિ ને અનુસાર કાર્ય કરવું.
