Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

જુની વિચારસરણી

જુની વિચારસરણી

2 mins
183


રીના સોળ વર્ષ વટાવી ગઈ હતી. દેખાવે ખૂબ સુંદર અને રૂપાળી. એકવાર સામે જોઈ તેની નજર હટાવવી મુશ્કેલ. ભણવામાં પણ એટલી જ હોંશિયાર. સૌને તેના પર ગર્વ. પરંતુ રીનાનુ સ્વપ્ન ખૂબ ઊંચું હતું. તેને નોકરી કરી પોતાના પગ પર ઊભા રહી સૌને બતાવી દેવું હતું.

પરંતુ તેના પરિવારના સભ્યો જુની વિચારસરણી ધરાવતા હતા. છોકરીઓ બહાર રહી નોકરી કરે તે એમના માટે અજુગતું લાગતું. છોકરીઓને ઘરમાં રહી ઘરકામ કરવા. રીના ઘણીવાર પોતાના પરિવારને સમજાવવા કોશિશ કરતી કે, " અત્યારે સમાજ ઘણો આગળ નીકળી ગયો છે. છોકરીઓ ડોક્ટર, પોલીસ, શિક્ષક અરે આકાશમાં ઊડતી થઈ ગઈ છે અને તમે હજી ઘરકામ અને લગ્નથી પણ ઉપર આવ્યા નથી."

અમૂક સભ્યો તેની વાત સાચી માને પણ ખરા. પરંતુ ઘરમાં એના દાદીમા રમાબા કહે તેમ જ થાય. તેની ઉપરવટ જવાની હિંમત કોઈ ન કરે. તેમાં પણ દાદીમાને સમજાવવા એટલે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કામ. તેની સામે બોલવાની હિંમત કરવી એ પણ સિંહના મોઢામાં હાથ નાખવા બરાબર.

 રીનાએ પિતાજીને કહ્યું," પિતાજી મારે કંઈક બનવું છે. તમે તો સમજો આ દુનિયા ક્યાં પહોંચી ગઈ. તમે બાને સમજાવોને. એ તમારી વાત નહી ટાળે." પિતાજી કહે," તારી બાનો સ્વભાવ તો તું જાણે છે. એ એકની બે ના થાય. એમાં પણ છોકરીઓ વિશેના એના વિચારો બદલવા મુશ્કેલ.

રીના અને તેની સહેલીઓ ખૂબ ચિંતિત હતી. હવે શું કરવું. અઠવાડિયા પછી એક દિવસ સવારે અચાનક રીનાના બાએ રીનાને બોલાવી અને નોકરી કરવાની છૂટ આપી. તેને નવાઈ લાગી. આ બન્યું કઈ રીતે ? અમે તો બધાએ સમજાવવા છતાં તે રાજી ન હતા. ત્યારે જાણવા મળ્યું કે પિતાજીએ એક સરસ નાટક બતાવ્યું જેના કારણે તેનામાં આ પરિવર્તન આવ્યું.

"જિંદગી એક વિશાળ મેદાન છે.

પરિવર્તન સાથે જીવવાની મજા છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational