Prashant Subhashchandra Salunke

Children Stories

3  

Prashant Subhashchandra Salunke

Children Stories

ઝુકેગા નહીં સાલા

ઝુકેગા નહીં સાલા

1 min
143


એકવાર એક જંગલમાં ભયંકર તોફાન આવ્યું. હવે ઝડપથી વહેતા પવનને કારણે એક વૃક્ષ મૂળમાંથી ઉખેડાઈ જતા ધરાશાયી થઇ ગયું. તોફાન શમી જતા વૃક્ષે જયારે ચોમેર નજર ફેરવી ત્યારે તેની બાજુમાં ઉગી નીકળેલા છોડને અડીખમ ઊભેલો જોઈ તેને આશ્ચર્ય થયું ! તેણે અચંબો પામીને પૂછ્યું, “અરે! ભાઈ, તોફાન સામે મારા જેવું સશક્ત વૃક્ષ ટકી શક્યું ન નહીં ત્યારે તું કેવી રીતે બચી ગયું ?”

આ સાંભળી છોડે નરમાઇથી કહ્યું, “મોટાભાઈ, તમે તોફાન સામે તમારા બળનું ઘમંડ રાખીને અકડાઈને ઊભા રહ્યા જયારે હું જયારે પણ પવનનો સુસવાટો આવતો ત્યારે નમી જતો. તમે તમારા ઘમંડને કારણે ધરતી પર ઢળી પડ્યા. જયારે હું મારા વિનયને કારણે સુરક્ષિત રહ્યો.”

બાળકો, ઝુકેગા નહીં સાલાએ વાત ચિત્રપટમાં જોવી સારી લાગે. પરંતુ વાસ્તવિક જીવનમાં જો આગળ વધવું હોય તો પરિસ્થિતિ સામે ઝૂકવું પણ પડતું હોય છે. યાદ રાખો કે, સિંહને પણ મોટો શિકાર કરવો હોય ત્યારે તે બે ડગલા પાછળ ખસી જાય છે.


Rate this content
Log in