Kaushik Dave

Comedy Drama Romance

4.5  

Kaushik Dave

Comedy Drama Romance

ઝરૂખેથી નજર

ઝરૂખેથી નજર

2 mins
1.6K


એક મોટા નગરમાં મધુકરને નવી જોબ મળી હતી. જુની ઢબનું નગર. ઘણા મકાનો જુની ઢબના હતા. માંડ માંડ પોસાય એ ભાડે એક રૂમ બીજા માળે મળી. એ રૂમમાં એક ઝરૂખો બે માણસ બેસી શકે એવો હતો.

સવારે ઓફિસ જતા પહેલા મધુકર ઝરૂખે બેસીને રસ્તા પરની અવરજવર જોયા કરતા હતા. રોજનો નિયમ હતો. એમણે માર્ક કર્યું કે એક યુવતી મકાન પાસેથી પસાર થતી વખતે એના ઝરૂખા તરફ નજર કરતી હસીને જતી. પણ પછી થયું કે હશે નવી જગ્યા છે. કદાચ મારો વહેમ પણ હોઈ શકે.

એક દિવસ એ રોજના સમયે ઝરૂખે બેઠો નહીં. ઓફિસે થોડું વહેલું જવું હતું. એટલે મધુકર તૈયાર થઈને ઉતાવળે રસ્તા પર જતો હતો, ત્યારે પેલી યુવતી ઝરૂખા તરફ નજર કરતી પસાર થતા મધુકર સાથે અથડાઈ ગઈ.

મધુકરને ઉતાવળ હતી. એણે જોયા વગર સોરી બોલ્યો.

પછી જોયું તો પેલી યુવતી હતી.

ફરીથી સોરી બોલ્યો. પેલી યુવતી હસી પડી. મધુકરે હિંમત રાખીને પૂછી નાખ્યું.

'તમે દરરોજ મારા ઝરૂખા પર નજર કરો છો !'

' હા...'પેલી યુવતી બોલી.

મધુકર હસ્યો. 'તમારું નામ ?'

'મધુ.....'ફરીથી એણે ધીમું સ્માઈલ કર્યું.

મધુ !....

મધુ....

બસ એ વખતે હાથની આંગળી મધુકરના હોઠ પર અડી.

'બસ હવે બબડવાનું બંધ કરો. તમે તાવમાં લવારી કર્યા કરી. ખબર છે મને મારું નામ મધુ છે. આખી રાત જાગી છું. મારો જીવ તો અધ્ધર થઈ ગયો હતો. માંડ માંડ તાવ ઉતરી ગયો છે. સ્હેજ આંખ લાગીને પાછું મને યાદ કરવાનું શરૂ કર્યું. એ ઝરૂખાવાળું મકાન તો મારા મોટા બાપાનું હતું. બસ હવે સૂઈ જાવ. સવારે ડોક્ટરને બતાવવા જાવું પડશે.'


Rate this content
Log in

Similar gujarati story from Comedy