Hetal Jani

Fantasy

3  

Hetal Jani

Fantasy

જાદુની છડી

જાદુની છડી

2 mins
164


પરી છ વરસની હતી. તને સપના જોવા બહુ ગમતા. સપનામાં તેને પોતાની રીતે બધું કરતાં જોતી. તેના ઘરના બધા એ તેનું કહ્યું માનતા અને ચપટી વગાડતા કામ થઈ છે. એવું વિચારતી અને સપના પણ જોતી.

એક વખત એને સપનું આવ્યું. તેના હાથમાં એક જાદુની છડી આવી ગઈ. છડીને કહે કે મને તાજ જોઈએ છે. છડી તો જાતજાતના તાજ લઈ આવી. પછી કે મને નવા નવા કપડાં જોઈએ છે. છડી ઘુમાવી મસ્ત મસ્ત કપડા હાજર થઈ ગયા. પછી કે મને નવા ચંપલ જોઈએ છે. જાતજાત ના કેટલા પ્રકાર ના ચપ્પલ હાજર થઈ ગયા. થોડીવાર પછી જોયું કે પોતાના રૂમ ગંદો છે. તેણે પોતાના ભાઈને બોલાવ્યો, રોમ આ રૂમ સાફ કરી નાખ, તે તો ઓર્ડર આપતી હતી. ભાઈ કઈ માને! પછી પોતાની છડી ઘુમાવી ભાઈને સસલું બનાવી દીધું. એ તો બહુ ખુશ થઈ. હું ધારું તે કરી શકુ. મારી બધી ઈચ્છા છડી પૂરી કરશે.! માં મેને તેણે ભાઈને સસલામાંથી માણસ બનાવ્યો.

હવે મારે રૂમ સાફ કરી નાખ, ભાઈ એ તો બધા રૂમ સાફ કરી નાખ્યા. અચાનક તેના હાથમાંથી છડી પડી ગઈ. તેના ભાઈના હાથમાં આવી ગઈ. તેનો ભાઈ તો છડીના જાદુથી વારેવારે પરીને સસલુ બનાવે, મુરઘી બનાવે, ઉંદર બનાવે વારે ઘડીએ બધું પ્રાણીઓ બનાવવા માંડ્યા. પરી ડરી ગઈ. હવે તો આ છોડી મૂકે તો સારું. સવાર પડતાં તેની આંખ ખુલી, તેણે આજુબાજુ જોયું તો તેના પલંગ પર સુતી હતી. તેના હાશકારો થયો કે આતો એક સપનું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy