Chirag Padhya

Children Inspirational Others

3  

Chirag Padhya

Children Inspirational Others

ઇનામ

ઇનામ

3 mins
3.5K


વાત છે ૧૯૯૪ની જે વર્ષે હું એસ.એસ.સી.માં અભ્યાસ કરતો હતો, મિત્ર વર્તુળ થોડું અયોગ્ય, ભણવામાં રસ નહીં, કેરિયર પ્રત્યે કોઈજ લક્ષ નહીં. બસ જિંદગી ચાલી રહી હતી, હરતા ફરતા બોર્ડની પરીક્ષાઓ પણ આવી અને ક્યારે જતી રહી ખબર ના પડી. ચાલુ થયો હવે પરિણામની રાહ જોવાનો સમય. પરંતુ મારા કરતાં માતા-પિતાને પરિણામની વધુ ઇંતેજારી હોય એવું સ્પષ્ટ લાગ્યું. થોડું આશ્ચર્ય થયું તો ક્યાંક હસવું પણ આવતું કે મારા કેરિયરની ચિંતા એ આટલી શીદને કરે છે.એ વિચારોમાં પણ ક્યાંક બાલિશતા હતી.

વર્ષ દરમિયાન પપ્પા તરફથી કરાતા ઇનામોના પ્રલોભનો યાદ આવ્યાં. પરંતુ ક્યાંક કંઈક ઉણપ તો મહેનતના હતી જ. જેથી એક ડર હતો મનમાં. સમય ગયો પરિણામનો દિવસ પણ આવી ચઢ્યો. ભારે પૂજાપાઠ કરી ભગવાનને આજીજી કરી પરિણામ લેવા પહોંચ્યા. પરંતુ પરિણામ અપેક્ષા મુજબ જ હતું. ગણિત અને વિજ્ઞાનમાં નાપાસ મહેનત ના હોય તો ભગવાન પણ શું કરે ?

હવે શરૂ થયો ઇનામોનો દોર, મિત્રો જે પાસ થયા એમને ઇનામમાં કોઈકને સાયકલ મળી તો કોઈકને ઘુમવાની ટ્રીપ. અને મને મળ્યા શાબ્દિક ઠપકા રુપી ઇનામો. શિક્ષકો, માતાપિતા, સગા સંબંધીઓ, મિત્રો , લગભગ બધા તરફથી આ દુઃખદ ઇનામો અઠવાડિયા સુધી મળતા રહ્યા.. જેમ તેમ આ બધું જ સહન કરી થોડી મહેનત કરી બીજા ટ્રાયે પાસ પણ થયો,

હવે ઘરે ચાલુ થયો મિટિંગનો દોર. એજન્ડા હતો આગળ ભણાવવો કે નહીં. ક્યાંય પણ મારી મરજી જાણવી કોઈને જરૂરી લાગી રહી ના હતી. છેવટે ભારે ચર્ચાઓ પછી નિર્ણય એક તક આપી મારા હિતમાં લેવાયો કે ૧૧માં ધોરણમાં કોમર્સમાં એડમિશન લેવું. બે ટ્રાય હોવાથી ખૂબ જહેમત પછી કોમર્સમાં એડમિશન મળ્યું. હજી પણ યાદ છે એ પ્રથમ દિવસ ધોરણ ૧૧નો કે જ્યારે પ્રથમ તાસમા જ શિક્ષકે ઇન્સલ્ટ કરી કે શા માટે પરિણામ બગાડવા આવો છો.

આ હતું ૧૧માં ધોરણમાં મળેલ પ્રથમ ઇના જેને મને વિચારવા માટે મજબૂર કરી નાખ્યો હતો. બીજું ઇનામ શાળાએથી ઘરે જતા મળતું એ હતો અવિશ્વાસ. હજી પણ પિતાજીને મને કોમર્સમાં મુક્યાનો ક્યાંક પસ્તાવો જોવા મળી રહ્યો હતો. જે પણ મારા માટે દુઃખદ હતો અને આ દરમિયાન મળેલ ત્રીજું ઇનામ મારી જિંદગી બદલી ગયું અને એ હતું એક નવો મિત્ર. શાળામાં નિયમિત જગ્યાએ બેસતો જ્યાં બાજુમાં બેસનાર સાથે મિત્રતા થઇ અને નસીબજોગે એ હતો ધોરણ ૧૦નો ટોપર વિદ્યાર્થી. સંગ એવો રંગ આ કહેવત મુજબ એના સંગમા તથા અગાઉના મળેલ દુઃખદ ઇનામો ના કારણે મારામાં પરિવર્તન આવ્યું.

પ્રથમ પરીક્ષામાં આખી શાળામાં વગર ટ્યુશને પ્રથમ નંબર મેળવ્યો જે મારી જીંદગીની પ્રગતિનું પ્રથમ સોંપાન હતું. આ પરિણામ રુપી ઇનામ ઘરે આપતા હું આનંદની લાગણીના અતિરેકમા પહોંચ્યો હતો. ત્યાર પછી ૧૨ની બોર્ડની પરિક્ષા , બી.કોમ.,એલ.એલ.બી., એલ.એલ.એમ તમામ ડિગ્રીઓ ટોપ સાથે મળતી ગઈ.

આ ઇનામ મારી જિંદગીના શ્રેષ્ઠ ઇનામ હતા. અને છેલ્લે જે વિષયમાં ૧૦માં નાપાસ થયો હતો અને બીજો એક વિષય ઓપશનમાં છોડી દીધેલ એ જ વિષય એકાઉન્ટ અને સ્ટેટ-ગણિત નો હું હાલ પોતે શિક્ષક છું. અને ૧૮ વર્ષોમાં હજારો વિદ્યાર્થીઓ આ વિષયમાં તૈયાર કર્યા, એ પછી તો શિક્ષણ હોય કે સાહિત્ય સમાજ હોય કે અન્ય ક્ષેત્ર દરેકમાં કામગીરીઓ બિરદાવાઈ અને ઇનામો મળ્યા. પરંતુ ૧૧માં ધોરણમાં એ જીવન પરિવર્તન કરી ગયા એ ઇનામ હું આજે પણ ભૂલી શક્યો નથી.


Rate this content
Log in

Similar gujarati story from Children