શૈમી ઓઝા "લફ્ઝ"

Horror

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Horror

હવેલીનુ રહસ્ય

હવેલીનુ રહસ્ય

1 min
211


આદીપુર નામે ગામ હતું, ત્યાં એક ખંડેર થઈ ગયેલી હવેલી હતી. આ હવેલી વર્ષો જુની હતી. ત્યાં રહેતા ખમીર શાહે પણ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. આ હવેલીના ઈતિહાસ મુજબ એવું કહેવાય છે કે, ખમીરશાહના પુર્વજે આ હવેલી બંધાવી હતી. આ હવેલીનુ નિર્માણ એવી રીતે કરાવેલું કે સૌને આ એક રહસ્ય જ લાગે.

આ હવેલીની નખશિખ કોતરણી સૌનું ધ્યાન દોરે તેવી હતી. પરંતુ આ હવેલી પરંતુ ધૂળ ડમરીઓના કારણે ભલે ને મેલી થઈ ગઈ હોય પરંતુ અંદરથી સરસ કોતરણીબધ્ધ હતી ટુરિસ્ટ દિવસે મુલાકાતમાં આવે તો ઠીક નહીં તો જીવનને ખતરો રહેતો. પરંતુ રહસ્ય કંઈ પચે તેમ નોહતુ, જે કોઈ આ હવેલીમાં આવે તે જીવતું બચીને ન જાતું, અને જીવતું જાય તો કોઈ પાગલ બનીને જ જાતું. એવી આ હવેલીની રચના હતી. આ હવેલી એના રહસ્ય અને કોતરણી માટે ચર્ચામાં હતી.

એક દિવસની વાત છે, આ ચર્ચા સાંભળી વિદ્યાર્થીઓના ગ્રુપે ત્યાં પિકનિકનું આયોજન કર્યું, ટુરિસ્ટ અને વિદ્યાર્થીઓનું ગ્રુપ આવેલું. સૌ સાથે મળી ફર્યા પરંતુ આ ગ્રુપ જીવતું આવ્યું,કે પછી તેમની લાશ આવી કે પછી હવેલીની અંદર ગૂંજતી મોતની ચિખે આ ટુરિસ્ટ અને વિદ્યાર્થીઓનો જીવ લીધો. આ રહસ્ય કોઈ સામે આવ્યું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Horror