Sunita Mahajan

Inspirational

4.5  

Sunita Mahajan

Inspirational

હું મંગુ માસી

હું મંગુ માસી

3 mins
163


"કાટેરી ચકરી ને સ્વાદિષ્ટ સેવ ચિવડો,

ઘૂઘરા, અનારસા અને સક્કરપારા,

કરું હું તો દિવાળીમાં સ્વાદ ભર્યા,

આપ ફરાળ કરવા જરૂર પધારજો."

"હું મંગુમાસી દિવાળીના નાસ્તા બનાવવા માટે ઘેર ઘેર જાવું ને ઘરમાં પણ બનાવું. જેમ ઓર્ડર હોય એમ બનાવી આપું. તમારે જરૂર હોય તો બોલાવજો હોં."

શ્રાદ્ધપક્ષથી જ મારે તો દોડધામ, પહેલાં તો બધાના ઘરની સાફસફાઈનું કામ હોય. ઢગલો વાસણોનો ઘસી આપું ને ઢગલો કપડાના ધોઈ આપું. ઝટકી ફટકી બાવા કાઢી આપું. બધાનું ઘર એકદમ ચોખ્ખું કરી આપું. અરે હા, મારું ઘર પણ સાથે કરવાનું તો હોય જને ? મારા ઘરે પણ દિવાળી હોય. ભલે મારું ઘર નાનું હોય, માટીનું હોય, બરાબર ને ? બધાના ઘર થઈ ગયા પછી મારા ઘરને મસ્ત ગાયના છાણથી લીપી નાંખુ, જો પૈસા વધુ મળ્યા હોય તો ક્યારેક પીળી માટીનો રંગ પણ લગાવી દવું. એમાં વળી મસ્ત ગેરુના લાલ રંગથી ચિત્રકામ કરી સજાવી દવું. મારા નાનકડા તુલસીના કુંડાને પણ રંગી નાંખુ સાથે.

હા ક્યારેક મારા ધણીને મજૂરી વધુ મળી જાયને, તો સફેદ ચુનો લાવી આપે. તો અમે બંને ધણી ધનયાણી સાથે મળી મસ્ત સફેદ ચુનાથી અમારું ઘર રંગી નાંખે. એ વર્ષે મારું ઘર પણ બહુ સુંદર દેખાય હોં. મારે ત્રણ બાળકો મારો મોટો પણ દિવાળીમાં પેન્ટર સાથે રંગકામ કરવા જાય. લોકોનાં ઘરો રંગીને એ બહુ ખુશ થાય છે અને હવે તો પેંટિંગમાં પણ નવી સુંદર ડિઝાઈનો એક ભીંત પર નાંખવાનું એ શીખ્યો છે, હોં. તેણે મને કહ્યું છે કે આ વર્ષે કોઈકના ઘરે રંગ વધશે તો એ સસ્તામાં જો આપશે તો એ લેતો આવશે અને મોંઘા સરસ રંગથી મારું ઘર પણ રંગી આપશે.

મારો નાનકો આકાશદિવા સરસ જાતે ઘરે બનાવે અને કુંભારકાકા પાસે સસ્તામાં માટીના દિવા લાવે, પછી તો મારો નાનકો ને નાનકી તેને મસ્ત રંગથી રંગે. તેમાં ડિઝાઈનો બનાવે અને તેને બજારમાં લઈને બેસે. દિવાળી આવે એટલે મારો ધણી પણ ડબલ મજૂરી કરે બહુ મહેનત કરે અમારે પણ દિવાળી મનાવવાની હોય ને, એટલે પૈસા તો જોઈએ જ ને ?

મારા હાથનાં બધાજ નાસ્તા બહુ સારા બને. હું દિવાળીનાં આઠ દિવસ પહેલાંજ બધા નાસ્તા બનાવી આપું પછી તો એ મારો ધણી પણ એના કામના જગ્યાએ નાના પેકેટ બનાવીને લઈ જાય બધાને મોફતમાં ટેસ્ટ કરાવે હોં. પછી કોઈક જેવા જેના ઓર્ડર આપે એવું હું બનાવી આપું.

હા હા દિવાળીના દિવસોમાં અમારે બધાને બહુંજ કામ હોય. સાચું કહું તો કોઈને જમવાનો પણ ઘણીવાર સમય મળતો નથી. સવારે ચહા સાથે રાતનાં જ વધુ ટીપેલાં રોટલાં અને ચટણીનો નાસ્તો કરી અમે બધાજ કામને લાગી જઈએ. આ તમારા મંગુમાસીની ડીમાંડ પણ બહુ એટલે જો મંગુમાસી જોઈએ કોઈકને, કોઈ પણ કામ માટે, તો એડવાન્સમાં બુકીંગ કરવું પડે તેમનું, નહીંતો સમય પર બોલાવો તો મંગુમાસીને તો ના જ કહેવી પડે. હા, કોઈને નારાજ કરવું નથી ગમતું પણ એકલી બાઈ ક્યાં ક્યાં પોહચી વળે, તમે જ કહો. 

તેમાં પાછું મારો તો નિયમ એવો કે દિવાળીનાં પાંચ દિવસ હું કોઈના ઘરે કામ કરવા ના જાવું ધનતેરસથી ભાઈબીજ સુધી હું તો પોતાના માટે, પોતાના પરિવાર માટે જ જીવું. હા, ઘરે રહીને તમને કશુંક જોઈએ તો કરી આપું. દિવાળીમાં તો હું વહેલાં પરોઢે જ ઉઠી જાવું. કાર્તિક સ્નાન કરું. આંગણામાં રોજ મસ્ત વિવિધ ભાતની રંગોળી કાઢું અને ભગવદ સ્મરણ કરું. રોજ મિષ્ટાન બનાવું, ફરસાણ બનાવું, નાસ્તાઓ બનાવું ઘર માટે અને બહાર વહેંચવા માટે. સાંજે દિવા પ્રગટાવું, દેવદર્શને જાવું.

દિવાળીના આગળના દિવસે રાતે અમે બધા પરિવાર સાથે નવા કપડાંની ખરીદી કરવા જઈએ. બધા માટેજ મનગમતાં નવા કપડાં ખરીદીએ. થોડાક ફટાકડાં પણ લાવે. અમારે પણ દિવાળી હોય. મસ્ત મજાની ઉજવે હોં. તમારી મંગુ માસી ભલે ગરીબ છે. મહેનત તેનો પૂરો પરિવાર કરે છે એટલે આજુબાજુ બધા પડોસીને ત્યાં પણ એ થોડોક ફરાળ મોકલેજ.

અને બીજે દિવસે, નવા વર્ષે, રેલવે સ્ટેશન જઈ ગરીબ ભીખારીઓને પણ ફરાળ આપી આવે. દિવાળી તો બધાનીજ હોય ને ? ચાલો આપ બધાને પણ આપની ગરીબ પણ મનથી શ્રીમંત મંગુમાસી તરફે દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને જય શ્રીકૃષ્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational