હુકમનો એક્કો
હુકમનો એક્કો
હાલના ડેન્માર્કના દેશના દરિયા કિનારે આવેલ "મન્દ" ટાપુમાં સત્તરમી સદીના અંતમાં બ્રિટિશ કંપનીઓના ધાડાં ઉતરી આવી અને પ્રદેશ તેમજ લોકોને પોતાના આધિપત્યમાં લઈ એક આખો ટાપુ જીતી લીધો હતો. એવે સમયે આખાય મન્દ ટાપુ ઉપર વિકટોરિયા રાણીનો ધ્વજ અને આણ ફરકતી નહતી. લોકો સાહસિક હતા . કુદરતી સમૃધ્ધિથી ખદબદ થતાં મન્દ ટાપુના બંદરે કાયમી ધમધમાટ રહેતો. વિશાળ દરિયા કિનારો અને બારેમાસ સુસવાટા મારતો તેજ પવન વહેતો રહેતો . વીજળી કે ખનીજ તેલ હજુ અહીં પહોચ્યું નહતું. તેથી વેપારી અને પ્રવાસી વહાણો સ્ટીમ એંજિનથી ચાલતા હતા.પણ હજુ અહીં સ્ટીમ એન્જિન લોકાભિમુખ નહતા થયા . આખા ટાપુના ખેતરોમાં પાણીના કોષ/પંપ, લાકડા વહેરવાના બેંસ્સાથી માંડીને લોટ દળવાની ઘંટીઓ , તથા પાણી ખેંચવાના કોષ હજુ પણ પવન ચક્કીથી ચાલતા હતા .
શિયાળાની કારમી ઠંડીમાં વહેલી સવારે દરિયા કિનારે આવેલા ટોમના ખેતરે તેના બે દીકરા, હેરી અને જેન ઠંડીમાં ધ્રૂજતા તેઓના ખેતરની પવનચક્કીના પાંખના મીણિયાં કાપડના તાડીયા પવનની દિશામાં ફેરવતા હતા. ટોમનું ખેતર દરિયા કિનારે હોવા છતાં, તેના ખેતરના કૂવાનું પાણી તથા તેની જમીન પણ બિલકુલ મીઠી અને ફળદ્રુપ માટીની હોવાથી અહીં, તેના ખેતરે મકાઇ અને જુવારનો મબલખ પાક થતો હતો . ઉપરાંત ટોમના બાપા દૂરંદેશી હોવાથી, બારેમાસના પવનના અભિશાપને વરદાનમાં ફેરવવાના ઇરાદે , તેઓએ ખેતરના કિનારે વિશાળ પવન ચક્કી નાખેલી. આ પવન ચક્કીથી ટોમ તેના કૂવાનું પાણી ખેંચી સિંચાઇ કરતો, તો ફાઝલ સમયે આખા વિસ્તારમાં આવેલા નાના -મોટા ટાપુના રહેવાસી લોકોનું દરણું દળતો . ટોમના છોકરા ઝાજુ ભણેલા નહીં , પરંતુ તેઓ અજોડ ઈજનેરી દ્રષ્ટિ ધરાવતા હતા.હમણાં તાજેતરમાં જ તેઓએ પવન ચક્કીની મદદથી સ્વ બચાવના હેતુથી લિફ્ટ –શિફ્ટ એન્ડ થ્રો ની સવલત વિકસાવેલી હતી (ગોફણ)
આસપાસના ટાપુ ઉપર કોઇની પણ પવન ચક્કી ખોટકાય તો સરખી કરવા હેરી કે જેનને બોલાવતા. આજે બંને ભાઈઓએ વહેલી સવારેજ ખેતરને હિમથી બચાવવા પાણી છોડવાનું હતું અને સમય સર ચકકીના તાડીયા પવનની દિશામાં ફેરવી કોષ ચાલુ કરી કૂવાનું પાણી ખેંચી ખેતર તરફ ચાલુ કરી નાખેલું હોવાથી હવે નવારા ધૂપ હતા. . 'જેને' એક સિગાર પેટાવી અને પોતે બે કસ માર્યા અને બાજુમાં ઉભેલા તેના મોટાભાઇ હેરીને સ્મોક માટે ઓફર કરી . 'હેરી' એ કોઈ વિરોધ વગર લઈ તેણે પણ ત્રણ ચાર દમ માર્યા . ત્યાં તેઓની નજરે દૂર દરિયામાં ચમકતું ટપકું જોયું . હજુ સિગાર પતે તે પહેલા તે ટપકું મોટું થઈ અને દસ દિવડાની હાર વાળી સ્ટીમરમાં તબદીલ થઈ તેના માથે બ્રિટનની રાણીની લાંબી લસ ફરકતી ધજા હવે નરી આંખે દેખાતી હતી.
'આ મહારાણીના હાકેમોના દિવસો ભરાઈ આવ્યા છે,. ટોપી માથેથી ઉતારી હાથમાં ફેરવતાં 'હેરી'એ 'જેન'ને પોતાની નારાજગી બતાવી . કાતિલ ઠંડીથી બચવા હાથમાં મોઝા પહેરતા જેને કહ્યું , ' હેરી ભૈયા, આમાં હકેમોનો શું વાંક?, એતો હુકમના ચાકર . ટોપી માથે મૂકી અને હેરીના હોઠ સખ્તાઈમાં જરા દબાયા. એક કાંકરાને પગની ઠોકર મારી દરિયામાં આઘે ઉડાડી તે બોલ્યો :
"જેન આ લોકો તેમના સિવાય બધાને કંપની સરકારના ગુલામ સમજે છે. તેઓને માણસાઈ કે માણસ સાથે કામ નથી, તેમના કામ સાથે મતલબ રાખે છે" .
આ હકીકત સાંભળી ,જેનનો લાલ ચહેરો જરા વધારે લાલ બન્યો. જેનનું હૃદય નિખાલસ હતું. અત્યારે તેને પંદર વરસ થયા હતા . તે દસ વર્ષનો હતો ત્યારથી, તેના મોટાભાઇ હેરી સાથે પવન ચક્કીએ સેવામાં ફરજ બજાવતો હતો. આજે ભાઇની વાત સાંભળી ગુસ્સો આવ્યો . તેને તે પણ યાદ આવ્યું કે જ્યારે પણ કંપની સરકારના વહાણ આવતા ત્યારે લગભગ આખું અઠવાડિયું મકાઈનું દરણું દળીને બેવડ વળી જતો હતો . આ યાદે તેનો ગુસ્સો ચરમ સીમાએ હતો .
'આ લોકો કેટલા મકાઇ લઈ આવ્યા હશે ભાઈ ?'
'હશે આશરે પચાસ એક બોરી તો ખરાજ .'પણ ના થોડી પડાશે , તેઓ તાકાત વાળા છે , આપણે બધા કામ મૂકી ને પણ તેઓના દરણાં દળવા પડશે .
હેરીના મગજમાં ભારોભાર ગુસ્સા છતાં , ભાઈના મગજમાં અત્યારે વાઇસરોયના હાકેમને ખુશ રાખવાનું તોફાન જોઈ, એ ચતુર જેન સમજી ગયો વધુ દલીલ કરવામાં અર્થ નથી . બીજી કો'ક વખત આવા ફોકટના કામ બંધ કરવા સમજાવાશે એમ વિચારી એ શાંત રહ્યો.
એવું હતું કે આ આખાય વિસ્તારમાં 'મન્દ' ટાપુના કિનારે વિશાળ પવન ચક્કી હતી અને ટોમના દીકરા 'હેરી' અને 'જેન'ના જબરદસ્ત બાવડા દિવસ રાત પવન ચક્કીને પવનની દિશામાં ફેરવી તેના ચક્કરને ફરતું રાખતા, અને, આમ અહીં બીજી પવન ચક્કીઓ કરતાં ઝડપથી દરણું દળાતું હોવાથી અહીં ધસારો વધારે રહેતો. બ્રિટનનાં વાઈસરૉય વરસે નામ પૂરતું ચાર મણ બાજરીનું સરકારી બાંધું આપીને, વરસ આખાનું કામ આ લોકોથી કરાવી લેતા હતા .
સામાન્ય રીતે 'જેન' તેના મોટાભાઇ 'હેરી'નો હુકમ માથે ચડાવી કામ કરતો , પરંતુ આજે પહેલી વાર તેને આ સરકૃ દાદાગીરીનો કાયમી ઈલાજ કરવાનું સુજયું . 'હેરી'ને સરકારી વહાણને જોવામાં વ્યસ્ત જોઈ , તે ઝડપથી પવન ચક્કીના મશીનરુમના ફરી રહેલા ચક્કરના રૂમમાં આવ્યો . સરસ સડસડાટ ચાલતા ચક્કરમાં પોતાના હાથનું એક મોજું ફટકારયું . અને બીજીજ ક્ષણે પવન ચકકીના તાડીયા ડચકા લેતા થયા . આ વાતને મુદ્દો બનાવી ,'જેન' આ વખતે સરકારી વહાણને લીલાતોરણે પાછું મોકલવા માટે તખ્તો તેના મગજમાં ગોઠવી રહ્યો હતો.
એટલામાં હવે હાકેમનું વહાણ કિનારે આવી ગયુ હતું .આવતાની સાથેજ હાકેમે પોતાના તુંડમિજાજી સ્વભાવને બતાવતો હુકમ છોડયો. છોકરાઓ આ વખતે અમને અહીં,વધારે રોકાવું પાલવે તેવું નથી . એય હેરી તારા બાપને કહેજે , તેના કે બીજાના કામ બંધ રાખે , ફકત સરકારી કામ હાથ ઉપર રાખે અને કામ વહેલા સર પતાવે . આમ હુકમ છોડતા આનંદ આવતો હોય તેમ વારંવાર પવન ચક્કીએ સામે જોતા જોતાં :
એના શેતાની મગજમાં વિચાર આવ્યો , 'આવી અગત્યની જગ્યાએ કંપની સરકારની ધજા ફરકવી જોઈએ , અહીં તો હવે કંપની સરકારનું થાણું બનાવી કોઈ અનુભવી અથવા ચપળ માણસ નીમવો પડશે.'અને આ ટોમનું ખેતર વહેલી તકે ખાલસા કરાવું પડશે.'
તેવું બોલી , હકેમ તેના સિપાઈઓને કામે જોતરી , પોતાને ઉતરે જવા બગીમાં બેસી ગયો .
હાકેમના બોલાયેલા " આ ટોમનું ખેતર ખાલસા કરાવું પડશે." છેલ્લા શબ્દો તેની બગીના ઘોડાના ડાબલાના અવાજમાં ડૂબી ગયા. હેરીએ હાકેમના રસાલાને સલામ કરી, અને હાકેમની બગી પણ રવાના થઈ ગઈ. પણ 'જેન'ને હળાહળ અપમાન થયું હોય તેમ લાગ્યું . તેનો ભાઈ 'હેરી' ગભરુ, પરંતુ નેક દિલ અને દયાવાન હતો. તે હંમેશાં ટાપુના દરેક રહીશનો ખ્યાલ રાખતો . હાકેમની બગીના ગયા પછી પવન ચક્કીના ડચકા લેતા તાડીયા જોયા અને તેના મોતિયા મરી ગયા . આ 'ગ્રહણ ટાણે સાપ ક્યાથી', તેણે 'જેન'ને અવાજ માર્યો . અને યાંત્રિક ખામી દૂર કરવા કહ્યું . 'જેને' ખાસિયાણું હસતાં જવાબ આપ્યો જેવો હુકમ ભાઈ , હું જોઉં છું, શું તકલીફ છે , તમે જાવ પિતાજી પાસે તેઓની તબિયત આમેય સારી નથી .
ભાઈ, જેન કામની જટિલતા સમજજે , જો હાકેમનું કામ આ વખતે નહીં થાય તો , કદાચ આ ડંસીલી કંપની સરકારનો ટૂંકમાં હુકમ આવશે, અને આપણે આ જગ્યા ખાલી કરવી પડશે. આ બાપદાદાનું ખેતર પણ......
એકી શ્વાશે બોલાયેલ શબ્દોથી બે અસર, જેને હેરીને પૂછ્યું....
"બીજુ કાંઈ ભાઈ ?"
'ના હમણાં અત્યારે બીજું કઈ નહીં, જેન ! તું કામે વળગ , અને સમયસર સરકારી કામ પતાવ . હવે જાઉં છું પપ્પાને જાણ કરવા હોં !'
તે દિવસે બપોરે હાકેમે ટોમ અને તેના મોટા દીકરા હેરીને પોતાની પાસે બોલાવ્યો ત્યારે, તેઓ નતમસ્તક હાકેમની સામે ઊભા હતા.
'કેમ રે ટોમ ! તારી પવનચક્કીના આટાના જોરે તને આ તારા રખડું છોકરાઓને બહુ ચરબી ચડી ગઈ લાગે છે ?"
"મારુ નામ જાણે છે ને ?",
"હું જેમ્સ , કંપની સરકારનો "ડાબો ગણ કે જમણો , હાથ, પણ હું કંપની સરકારમાં "હુકમનો એક્કો" છું"
"મારૂ કામ, તે હાથમાં લીધું કે નહીં ?"
"મેં મારા સિપાઈઓથી માહિતી લીધી છે, તે પ્રમાણે હજુ કંપની સરકારનું કામ ચાલુ થયેલું નથી ."
"આ તારો નાનો ભાઇ સાવ ડોબો છે , અને આખો દિ બધો સિગાર પીને ખેતરના ઝાડવાં નીંદવામાં જ ગાળે છે, અને પવનચક્કીની ફરજ બજાવતા જોર આવેછે!"
જેમ્સ હાકેમે પોતાની અવલોકન શક્તિથી અજાયબી પમાડવાની શરૂઆત કરી. હવે તેણે શિયાળ જેવી લૂચ્ચી આંખથી ટોમના ચહેરાની વિવશતા તરફ જોયુ , તેનું ખેતર ખાલસા કરાવી, ઈનામ મેળવવાની તક સાવ હાથમાં આવેલી જોતાં મલકાતો હતો .
હેરીએ એના પિતાની હાલત જોઈ હાકેમને કહ્યું, સાહેબ તમે નાહકની ચિંતા કરો છો . મારો ભાઈ ફરજ પાલનમાં "એક્કો" છે. હેરીએ બોલ્યા પછી નીચી નજરે જોયું તો; હાકેમ અસ્વસ્થ હતો. 'હાથમાં આવેલા મદ્દાને જોર આપતા હાકેમ બોલ્યો; .
'અલ્યા ટોમ આ તારા ટાબરિયાને જરા સમજાવ,' આજકાલના એ છોકરડા શું સમજે છે', પોતાની જાતને' ?, જરા સરખું સમજવી દે, કંપની સરકારમાં 'આ', "એક્કા"ના હાથ મજબૂત છે'
"કામ નહીં થાય તો તારું ખેતર હાથથી જશે" .
હેરી એ હોઠ કરડયા : અને પોતાની માતૃભાષા ડેનિશ ભાષામાં એકાએક બરાડી ઉઠ્યો સાહેબ, આ અમારું ખેતર કઈ તેતર છે , તો તમે ડોક પકડી લઈ જશો " "તમે શું બોલો છો તેનું ભાન છે કે નહીં" ?'
પચીસ વરસના દીકરા હેરીથી પોતાના પિતા ટોમની બેઈજ્જતી સહન ન થતાં એકાએક પોતાનું ઝમીર બંડ પોકારતું હોઇ આમ તેનાથી બફાઈ ગયું. હાજર રહેલા તમામ લોકો ડઘાઈ સડક થઈ ગયા . લાગણી અને આવેશના પ્રવાહમાં તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે ,તે હેરી તરત સમજી ગયો .
"જીવ સટોસટની વાત હોય ત્યારે માતૃભાષા જ હોઠે હોય", અને એ ઉક્તિ આજે સાચી પડી હતી . એને 'અણી' ચૂકવાથી બચવા, વાતને વાળતાં ઠાવકા અવાજે બોલ્યો બોલ્યો :
"સાહેબ ! એ તો હું કોઈ બીજા જ વિચારમાં બબડતો હતો". તમારો હુકમ શીરો માન્ય , હું ખુદ ફરજ ઉપર જઇ તમારું કામ પાર પાડવાની ગોઠવણ કરુ છું '. તમે પણ આંટો મારવા આવી શકો છો" .
'સરસ , ટોમ આ તારો મોટો , સમજુ છે' .
"હા તમે સાચા છો સરકાર , મારો મોટો સમજુ છે , ' સાહેબ !' ટોમે સલામ ભરી, અને હાકેમ દમ બતાવતો બહાર ચાલ્યો ગયો".
ટોમ દુ;ખી હતો, જે કંપની સરકારના ફરજનું પાલન કરવામાં , તેણે તેની જિંદગી રેલાવી દીધી, તેમજ પોતાના વડીલોની જમીનને પચાસ વર્ષ, પેટના બાળકની જેમ પાળી, તે જડ કંપની સરકારના લાગણી વિહીન તંત્ર થડકારો જીલ્યા હડપી જવા માંગે છે !
હેરી તો ખેતરે પહોચી ગયો, જોયું તો જેન ઘાંસની ગંજી ઉપર સૂતેલો હતો , અને કંપની સરકારના મકાઈનાં ખુલ્લા થેલામાથી પક્ષીઓ મકાઈનું ચણ બે રોક ટોક ચરતા હતા.
"હે જેન , વોટ આર યુ હિયર ફોર, ? અંડરસ્ટેન્ડ ધ સિરિયસનેસ , લેટ વી ફિક્સ પ્રોબ્લેમ ઓફ મિલ , એન્ડ લેટ અસ ટેક કંપની સરકાર ટાસ્ક ઓન હેન્ડ"
"ડુ નોટ એલાઉ એની બડી , ટુ ઇન્સલટ માય સેલ્ફ " એ મારો જીવન મંત્ર છે, "મોટાભાઇ આજે જે આપણાં ઉપર વીતી છે તે કદાચ બીજા આપણાં ટાપુના લોકો ઉપર પણ વીતી શકે છે.
'આપણે વહેલા સર ઈલાજ કરી , હાકેમની શાન ઠેકાણે લાવવાની છે". બાકી રહી ખેતર ખાલસા કરવાની વાત, તો આપણે કઈ ચૂડી થોડી પહેરેલી છે . આપણે કોઈની મદદની જરૂર નથી, મારા હાથ મારા ભગવાન છે, મને ભગવાન જે સુજાડશે તે કરીશ , અને તેમાં આપણું અને આ મન્દ ટાપુનું શ્રેય થશે તે મને ખાત્રિ છે '.
'તમે મારી પર વિશ્વાસ રાખી તમે આરામ થી ઘેર જાવ' .
તે દિવસે રાત્રે ત્રણ વાગ્યાના સુમારે 'મન્દ' ટાપુના દરિયા કિનારે અનેક શંખના એકસાથે આવજો રણક્યાં. આવા આવજો દરિયાઈ ચાંચિયા આવે ત્યારે કિનારાના માછીમારો વગાડી ટાપુના રહીશોને ચેતવતા . કટાણે શંખના પોકારે 'મન્દ' ટાપુના લોકો તાબડતોબ કિનારે હથિયાર લઈ હાજર થઇ ગયા . તેઓએ જોયું જો દરિયાઈ ચાંચિયાના ત્રણ વહાણો કિનારે આવી કંપની સરકારના વહાણને આંકડા ભરવી લઈ જવાની તજવીજ કરતાં હતા . ચાંચિયાના આંકડાઓ કંપની સરકારના વહાણને ચાંચિયા ઘેરી ચૂક્યા હતા . બીજી તરફ અવિરત ચાલતી ટોમની પવનચક્કી આજે બિલકુલ બંધ હતી . બંધ પવનચક્કીની ઉપર નજર પડતાં, 'મન્દ' ટાપુના લોકો નિરાશ હતા . આ બિચારા ટોમનું ખેતર પણ હાથથી જશે આજે !. બધાથી વિરુધ્ધ 'ટોમ' કોઈ ઉશ્કેરાટ વગર શાંત હતો, તે આરામથી કિનારે તેના ખેતર ઉપર નજર રાખી , ઊભો ઊભો સિગારેટ પી રહ્યો હતો .
'ટોમ'ને તેના છોકરાઓ ઉપર વિશ્વાશ હતો . ત્યાં એકાએક 'ટોમ'ની પવનચક્કી પૂરા વેગથી ફરતી થઈ અને તે જ ક્ષણે ટોમના ખેતરે આવેલી પવનચક્કી તરફથી એક ધારો પથ્થરોનો એકાએક વરસાદ દરિયાના કિનારા તરફ ચાલુ થયો . આ અવિરત પથ્થરના વરસાદથી જોત જોતામાં ચાંચિયાના ત્રણેય વહાણ ડૂબી ગયા .
મોડી સવારે હાકેમને રાતના દારૂનો નશો ઉતાર્યો ત્યાં સુધીમાં તેના અધિકારીઓએ વાઇસરોયને કંપની સરકારના વહાણ ઉપર ચાંચિયાનો હુમલો , અને ટોમના છોકરાઓની કુનેહથી થયેલા ચમત્કારિક બચાવની વિગતનો તાર પહોચી ચૂક્યો હતો . અને જવાબમાં ..
"ટોમ'ની હવે 'મન્દ ટાપુના વાઈસરૉય તરીકે નિયુકતીનો તાર કંપની સરકારના વહાણે આવી ચુક્યો હતો , તેમજ જેમ્સને ટોમના હાકેમ તરીકે બદલીનો હુકમ પણ આવી ગયેલો હતો .
'જેન' તેના મોટાભાઇ 'હેરી'ને કહી રહ્યો હતો
મોટાભાઇ "ડુ નોટ એલાઉ એનીબડી ટુ ઇન્સલટ માય સેલ્ફ " એ મારો જીવન મંત્ર છે".
લોકો ટોમ અને તેના છોકરોનું બહુમાન કરતા હતા ત્યારે, 'જેમ્સ' હાકેમ હવે "હુકમના એકકા" માથી હુકમનો 'ગુલામ' બની ચૂક્યો હતો !!!.