Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

હોળી

હોળી

1 min
73


આજે હોળીનો તહેવાર હતો. પરિવારની સાથે પૂજા કરીને ભારતી આવીને સાથે બેસીને બધાં જમ્યાં ને અલકમલકની વાતો કરતા કરતા ટીવીનાં પ્રોગ્રામ જોયાં ને પથારીઓ પથરાઈ.

નાની નણંદ બોલી ભાભી કાલે તમારી પહેલી ધૂળેટી પર્વ છે હું તમને ગુલાલથી રંગી દઈશ જોજો.

ભારતીનાં લગ્ન થયાં ને વર્ષ થયું નહોતું પણ એ મા બનવાની હતી ને સાસરીમાં હોળી, ધૂળેટીનો પહેલો તહેવાર હતો એટલે નાનાં દિયર ને નણંદને ભાભીને રંગવાનો ઉત્સાહ હતો.

ભારતી વિચારી રહી કે પિયરમાં કેવી આઝાદી સાથે હોળીનાં હોળૈયાનાં હારડા ને બનાવીને બહેનપણીઓ સાથે કેવી મસ્તી સાથે ધૂળેટી રમતાં હતાં.

આમ વિચારતાં વિચારતાં એ આડી પડી ને અડધી રાત્રે દુખાવો ઉપડયો એટલે એણે બાજુમાં સૂતેલી નણંદને જગાડ્યા કે મમ્મી ( સાસુમા ) ને જગાડે.

નણંદે મમ્મીને જગાડ્યા ને ગાયનેક ડોક્ટર પાસે લઈ ગયા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

ધૂળેટીનાં દિવસે દીકરીનો જન્મ થયો બધાં ખુબજ ખુશખુશાલ થઈ ગયાં. ભારતી પણ નાની ઢીંગલી જેવી લાડલી દીકરીનું મુખડું જોઈ રાજી થઈ ગઈ.

નણંદે તો ઉત્સાહમાં આવીને ભાભીનાં ગાલ પર ગુલાલ લગાવી દીધું ને નાની દીકરીને કપાળે નાનો ટીકો કરી દીધો. લગ્નનાં પાંત્રીસ વર્ષ થયાં પણ ભારતી ને એનો પરિવાર હોળી ને ધૂળેટીનો તહેવાર ભૂલ્યા નથી ને દર હોળી એ યાદગીરી ઉભરી આવે છે.


Rate this content
Log in