Nirali Shah

Inspirational

4.8  

Nirali Shah

Inspirational

હિસાબ

હિસાબ

1 min
353


"જો જે, છુટ્ટા પૈસા ગ્રાહક પાસેથી ગણીને લેજે, દરવખતે ભૂલો ના કરીશ નહીતો હંમેશની જેમ તારા પગારમાંથી જ કાપી લઈશ."

જશવંતલાલ શેઠ તાડુકીને બોલ્યા. અને મગન ગુસ્સાથી તમતમી ઉઠ્યો. પણ એ શું કરે ? એનાથી કંઈ બોલાય એવું તો હતું જ નહિ. કોરોનાને લીધે ભણેલાઓને નોકરીના વાંધા હોય ત્યાં મગન જેવા ચાર ચોપડી પાસને ક્યાંથી જલ્દી બીજી નોકરી મળવાની હતી ?

દર મહિને મગનથી કંઈકને કંઈક ભૂલો થતી, ને મગનને પૂરા પગારને બદલે કપાત પગારજ હાથમાં આવતો. પણ એના ઘરમાં વિધવા મા ને માથે જુવાન બહેનને પરણાવવાની જવાબદારી હતી. મગનના બાપુજી તો એ દસ વર્ષનો હતો ત્યારેજ ગુજરી ગયા હતા.

પરંતુ, આ મહિને તો મગન પૂરા જોશમાં હતો, તેના ભાઈબંધ રમણીકે તેના માટે બીજી નોકરીની વ્યવસ્થા કરી હતી, જેમાં ડિપોઝિટ પેટે આપવાના પાંચ હાજર રૂપિયા એણે માની બુટ્ટી વેચીને ભેગા કરવાનું નક્કી કરી લીધું હતું.

"શેઠજી, આ મગનનાં પગારમાંથી કાપેલા રૂપિયા અને બીજા તેમાં તમે જે દર મહિને બે હજાર ઉમેરો છો તે બધાં હું બેંકમાં મગન માટેના ખાતામાં જમા કરાવી દઉં ને ?"

મુનીમજી એ પૂછ્યું, ને શેઠ બોલ્યા,"હા,હા પણ આ વખતથી તેમાં ત્રણ હજાર રૂપિયા ઉમેરજે, આ મગનથી તો પૈસો ય બચશે નહિ આવી ભીષણ મોંઘવારીમાં, ને બિચારી મગનની બહેન લતાને પરણાવવા રૂપિયા તો જોઈશેજ ને!"

ને આ સાંભળી ગયેલા મગનને આજે કપાત પગાર નો હિસાબ મળી ગયો.

#TravelDiaries#


Rate this content
Log in

Similar gujarati story from Inspirational