Nayanaben Shah

Others

4  

Nayanaben Shah

Others

હિસાબ

હિસાબ

4 mins
236


નિર્ઝરી સ્વસ્થ હતી. પરંતુ અત્યાર સુધીની વાતો શા માટે યાદ આવતી હતી ? દરેક વ્યક્તિ સ્વાર્થમાં અંધ બની જાય છે. એના બંને ભાઈઓ અમેરિકામાં હતાં. મોટાભાઈનું કહેવું હતું કે,"નિર્ઝરી તું ભારતમાં જ છું તો મારા દીકરાને હું પંચગીની સ્કુલમાં મુકુ છું. તું અવારનવાર ત્યાં જતી આવતી રહેજે. તું પૈસાની ચિંતા ના કરીશ. જવાઆવવાનો બધો ખર્ચ લખી રાખજે. અરે,તું તારા દીકરા માટે ચોકલેટો લે તો એનો ખર્ચ પણ લખી લેવાનો. હિસાબ એટલે હિસાબ.

નિર્ઝરી વિચારતી હતી કે એનું કુટુંબ સામાન્ય. સાસરી પણ સામાન્ય હતી. બંને ભાઈઓ અમેરિકા ગયા પછી પિયરની સ્થિતી સુધરી.

ભાઈઓ ગરીબ બહેન પર કામનો બોજો નાંખતા રહેતા. મોટા દીકરાની પત્નીએ કહ્યું,

"મારાથી ઘરનું કામ થતું નથી. માબાપ ત્યાં છે એટલે લોકો વાતો કરે છે આપણે એમને અહીં બોલાવી લઈએ. ધીમેધીમે એ સીટીઝન થઈ જશે. તમારી મા ઘરનું કામ કરશે. તમારા બાપાને કયાંક કામે લગાડી દઈશું. પૈસા પણ આવતાં થઈ જશે. સમાજમાં કહેવાશે કે દીકરાએ માબાપને બોલાવી લીધા. "

મોટા દીકરાને પત્નની વાત ગમી ગઈ. નાના છોકરાએ જે છોકરી સાથે લગ્ન કર્યા એની શરત હતી કે મારા માબાપ મારી સાથે રહેશે.

તારા માબાપ આપણા ઘરમાં ના જોઈએ.

નિર્ઝરીના માબાપ વિચારતા કે અહીં આવી ગયા છીએ. અહીં મહેનતના પ્રમાણમાં પૈસા મળે છે. તો શા માટે નિર્ઝરી અહીં ના આવે !

જયારે એને મોટાદીકરાને વાત કરી ત્યારે એને વિચાર્યું કે ભલે મમ્મીના કહેવાથી ફાઈલ મુકી દઈએ. એમાં વર્ષો નીકળી જશે. ત્યારબાદ મમ્મીની ઉંમર થશે એટલે એ કંઈ કામ કરી શકશે નહીં. ત્યારે આપણે મમ્મી પપ્પાને એને ત્યાં મોકલી દઈશું. આપણે એની ફાઈલ મુકીએ અને આપણા કારણે એ અહીં આવે તો એનું વળતર મળવું જ જોઈએ ને ! કહેતાં બંને પતિપત્ની પોતાની ચતુરાઈ પર ખુશ થઈ ગયા.

નિર્ઝરી અને એનો પતિ મહેનતુ હતાં. નિર્ઝરી તો રસ્તે જનાર પણ મુસીબતમાં હોય તો મદદ માટે દોડે. જયાારે પંચગીનીમાં તો એનો ભત્રીજો હતો. જો કે દોડાદોડમાં એ થાકી જતી. ઘરનું કામ, એના બે વર્ષના દીકરાને મુકી ને રિઝર્વેશન વગર અમદાવાદથી પૂના જવું પડતું. સ્કુલવાળા ગમે ત્યારે વાલીને

બોલાવે. પૂના અઽધીરાત્રેે પહોંચે ત્યાંથી ટેક્ષી કરીને એકલી જતી. પતિને નોકરીમાં રજા ના મળે અને નાના બાળકને સાચવે પણ કોણ ?

એની તબિયત ધીરેધીરે બગડતી ગઈ. આખરે વધારે પડતી અશક્તિને કારણે એને દવાખાને દાખલ કરવી પડી.

એ દરમ્યાન પંચગીનીમાં ભણતો એનો ભત્રીજો બિમાર થયો. એના ભાઈએ તાત્કાલિક ત્યાં જવાનું કહ્યું પણ નિર્ઝરી દવાખાને હતી. તેના ભાઈએ કહ્યું,"હું પૈસે પૈસાનો હિસાબ જે બતાવે તે આપુ છું. છતાં મારા કામ માટે બહાના બતાવે છે" કહેતાં ભારત આવી એના દીકરાને અમેરિકા લઈ ગયો. બેન બનેવીને ગમે તેમ સંભળાવવા માટે અમદાવાદ આવીને કહે,"મને કેટલી મુશ્કેલી પડી પંચગીનીથી અમદાવાદ આવતાં. હવે હું અહીં આવવાનો નથી પણ શહેરમાં જે ઘર છે. એમાં જે સમાન છે એ વેચીને જે પૈસા આવે તે મારા ખાતામાં જમા કરાવી દેજે. "

નિર્ઝરી ને કહેવાનું મન થયું કે તને અમદાવાદ આવતાં મુશ્કેલી પડી તો હું વારંવાર પંચગીની જતી હતી તો કયારેય મારી મુશ્કેલીનો વિચાર કેમ ના કર્યો ?

માબાપ જીવીત હોય ત્યાં સુધી બધા એકસૂત્રે બંધાયેલા રહે. થોડા સમય બાદ એને ઘરનો સામાન વેચી ને ભાઈને હિસાબ મોકલ્યો ત્યારે ભાઈએ કહ્યું,"આટલા ઓછા પૈસા ના આવે. મને લાગે છે કે તેં કમિશન કાઢી લીધું છે. "

નિર્ઝરી ચૂપચાપ બધું સહન કરતી રહી કારણ, એના માબાપ ભાઈને ત્યાં હતાં. કદાચ કયારેક ઈશ્વર ભોળા માણસોની પણ પરીક્ષા લેતાં હોય છે. વર્ષો પછી ભાઈએ

મુકેલી ફાઈલ ખુલી ત્યારે એમની ધારણા મુજબ એના મમ્મી પપ્પાની તબિયત બગડતી જતી હતી. નિર્ઝરી આવી એ પહેલાં એના ભાઈએ એના માટે ભાડે ઘર તથા ઘરની જરૂરિયાતની ચીજો લાવી રાખી હતી અને કહી દીધું કે તમે આવો એટલે તમારે તમારા ઘેર જ જવાનું.

હજી એ અમેરિકા પહોંચ્યા ત્યાં જ ભાઈએ એના ઘરમાં વસાવેલી બધી વસ્તુનો હિસાબ આપી દીધો. એટલું જ નહીં એ ખરીદી કરવા જતાં તે વખતે વપરાયેલા પેટ્રોલનો પણ હિસાબ લખી ને આપી દીધો હતો. એટલું જ નહીં એમને કહી દીધું કે હવે મમ્મી પપ્પની તબિયત સારી નથી. થોડાદિવસ ભલે એ તારી સાથે રહે એમને પણ સારૂ લાગશે પછી અનુકૂળતા એ હું આવીને લઈ જઈશ.

જો કે ત્યારબાદ કયારેય એને અનુકૂળતા માબાપના મૃત્યુ સુધી ના આવી. સમય પસાર થતો રહેતો હતો. ભત્રીજાના લગ્ન નક્કી થયા તો પણ એને આમંત્રણ ન હતું. જો કે એના ભત્રીજાનો ફોન આવ્યો કે,"ફોઈ તમે ચોક્કસ આવજો. હું તમને ભૂલી શકું એમ જ નથી. હું પંચગીની હતો ત્યારે તમે કેટલા બધા નાસ્તા કરીને લાવતાં હતાં ! મારે ક્યારેય બહારનો નાસ્તો કરવો પડ્યો નથી. મારા લગ્નમાં તમારે તો આવવું જ પડશે."

લગ્નનું સ્થળ એ પ્લેનમાં જાય તો ય ચાર કલાક થાય. ત્યાં એને જ ઓનલાઈન હોટલ બુક કરાવી. લગ્ન દરમિયાન ભત્રીજા સિવાય કોઈ એની જોડે બોલ્યું નહીં. વ્યવહાર કરી એ પાછી ફરી ત્યારે એની આંખમાં આંસુ હતાં. મહેમાનો માટે રૂમો કેટલાય રાખ્યા હતાં એમાં સગીબહેનનો રૂમ રાખ્યો ન હતો. એ મનમાં વિચારતી હતી કે લગ્નમાં જમી એના પૈસા ચૂકવીને આવી. કારણ ભાઈને હિસાબ રાખવાની ટેેવ છે.

નિર્ઝરીને થયું કે તું પૈસાનો હિસાબ ગણે છે. તો માબાપની લાગણીથી સેવાચાકરી કરી. કેટલીયે વાર પંચગીની ગઈ ત્યારે આખી રાતનો ઉજાગરો થતો હતો. ભત્રીજા માટે મહેનત કરી ઘેર નાસ્તા બનાવીને લઈ જતી હતી. માબાપની ચાકરી કરવાની આવી ત્યારે મારે ત્યાં મુકી ગયા.

હિસાબ કરવો જ હોય તો મારા પ્રેમનો કરો. માબાપની રાતોની રાતો જાગીને કરેલી ચાકરીનો હિસાબ કરો. પૈસાનો હિસાબ કરવો બહુ સહેલો છે. અઘરો તો છે લાગણીનો હિસાબ કરવાનો. જે દિવસે ભાઈ, તું લાગણીઓનો હિસાબ કરીશ તો જરૂરથી દેવાદાર બની જઈશ.


Rate this content
Log in