રચનાઓ મીના શાહની

Inspirational

3  

રચનાઓ મીના શાહની

Inspirational

હિંમત એટલે શું

હિંમત એટલે શું

3 mins
138


હિંમત એટલે શું ? સાહસ કરવું. જંગલ ખુંદવા, નદીસાગર પાર કરવા અથવા પ્રાણીઓ સાથે લડવું તે ? પર્વતારોહણ કરવું તે ? મારી દ્રષ્ટિએ સંસારમાં જીવવા માટે ખુમારીભેર રહેવાના પ્રયત્નો સૌથી વધુ હિંમત માંગે છે. કરોના કાળમાં અને પછી પણ ઘણાના ધંધા ચોપ્પટ થઈ ગયા.તો ઘણાની નોકરી ચાલી ગઈ. રોજી-રોટી ના પ્રશ્નો વધી ગયા.પેપરમાં કેટલાય યુવાનોની આત્મહત્યાના કિસ્સા પણ વાંચ્યા. અને ત્યારે આજે મને મારી એક સખીની વાત તમારી સાથે શેર કરવાનું મન થાય છે. જીવનના હરેક પડકારને હિંમતભેર સ્વીકારનાર તે સખીની વાતો આપણા માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે.  અને આ એક સત્ય ઘટના છે.

એ સખીનું નામ છે મનીષા ઠાઠાગર. એક દિવસ તેનો ફોન આવ્યો. તારે મારી સાથે આવવાનું છે મને એક એવોર્ડ મળવાનો છે. મને નવાઈ લાગી. તેની સાથે હોલમાં ગઈ તો સ્ટેજ પર બોલાવી તેને રેપીડો કંપનીએ એવોર્ડ આપ્યો હતો. લેડીઝ બાઈકનો. તે સમયે થયેલો તાળીઓનો ગડગડાટ હજુ પણ કાનમાં ગુંજી રહ્યો છે. ખ્યાલ હશે જ કે રેપીડો કરીને એક કંપની છે. ઓલા અને ઉબર જેમ ટેક્સી સર્વિસ આપે છે તે રીતે તે બાઈકની સર્વિસ આપે છે. તમે તેને બુક કરો એટલે તમે કહો ત્યાંથી તમને લઈને  તમારા ગંતવ્ય સ્થાન પર મૂકી દે. વસઈ વિરાર બાજુ તે ચાલે છે. સ્વાભાવિક છે આ ચલાવનાર મહદઅંશે પુરૂષ જ હોય. મારી સખી મનીષાના પતિ કરોનાકાળમાં સ્વર્ગસ્થ થયા. મધ્યમવર્ગનું ઘર. એક જ દીકરીના લગ્ન થઈ ગયા હતા. 

થોડા સમય બાદ મનીષા એ અલગ અલગ કંપનીઓમાં જોબ મેળવવા પ્રયાસ કર્યા. એક જ વાત સારી હતી તેણીને પહેલેથી તેના પતિ પંકજભાઈએ પોતાના સાડી સપ્લાયના કામમાં સાથે રાખી હતી. સ્રી ફક્ત ઘર સંભાળે તેવી કોઈ વાતમાં તેઓ માનતા નહીં. મનીષા પણ તેમની સાથે ખભે ખભા મિલાવી બહારગામ જતી અથવા આસપાસમાં માર્કેટિંગ કરતી. પરંતુ કરોનાકાળમાં બધું જ બંધ થઈ ગયું હતું. 50 ની આસપાસની ઉમર હોવાથી તેને કામ મળી રહ્યું નહોતું. થોડો સમય નાસ્તા ફરસાણ બનાવવા પ્રયાસ કર્યા પણ બધાને જ મંદી હોવાથી પૂરતા ઓર્ડર મળતા નહીં.

ત્યાં જ તેમને રેપીડોની જાણકારી મળી. સ્કૂટર તેમની પાસે હતું. પપ્પા લલિતભાઈ પડિયા તેમજ કાકા હસમુખભાઈ પડિયાએ નાનપણથી જ તેઓને ઘણાના વિરોધ છતાં શીખવ્યું હતું. પ્રેક્ટિસ હતી. 

તેમણે રેપીડો માં એપ્લાય કર્યું. ખરેખર ખૂબ હિમત જોઈએ નવા રસ્તે જવા માટે. તેમણે કરી. રેપિડો રાઈડર બનીને પોતાની ક્ષમતા પણ પુરવાર કરી. 

આ કંપની બેંગ્લોરમાં છે પરંતુ મુંબઈમાં પણ તેનું સારું કામકાજ છે ગર્વની વાત છે કે કંપનીએ તેમને એવોર્ડ પણ આપ્યો છે. 

મારી એ સખીને શત શત ધન્યવાદ. 

આના પછી એક જ વાત સમજવા જેવી છે. કોઈપણ આપત્તિથી ડર્યા વગર તેનો સામનો કરવો.રસ્તાઓ શોધવા હોય તો મળે જ છે. મનીષાબેનની હિંમતને દાદ આપવી જ રહી. તેમની આ સફરમાં વિઘ્નો પણ આવ્યા છે.રસ્તા પર લેડીઝ બાઈક ચલાવે એની નવાઈ નથી.પરંતુ પ્રોફેશનલ રાઇડર હજુ શરૂઆત છે. એક સરસ વાત કે મુસાફરોનું વલણ મહદ અંશે સારૂ અને મળતાવડું રહ્યું છે.ઘણા યંગ લોકોએ તમને સલાહ સૂચન પણ આપ્યા અને માનપૂર્વક વર્ત્યા. તેમના વર્તને મનીષાબેનને આશ્વસ્ત કર્યા. 

હા કોઈ અપવાદરૂપ નમૂનાઓ પણ મળ્યા જેનો તેમણે હિંમતથી સામનો કર્યો. પણ આ પછી એક શીખ લેવા જેવી છે" હિંમત ના હાર તું બંદે".

જીવનના દરેક પડાવ ઉપર આવતા પડકાર ઝીલવાની શીખ આ વાત પરથી લેવી જોઈએ. નાસીપાસ થઈને બેસી જવામાં કે જીવન ટૂંકાવવામાં હિંમત નથી. ખોટા રસ્તે ચાલવામાં પણ નથી. એક સારા અને સાચા રસ્તે મુસીબત સામે લડવામાં છે. આમની વાત પરથી સમજીને જીવન સાર્થક કરવામાં જ ખરી હિંમત છે. આ વાતના દરેક પાત્ર હાજર છે. એક સાચી - સાચા નામઠામ સાથેની આ વાત છે. નાસીપાસ થયેલાને હિંમત મળે તે માટે તેણીએ આ વાત પ્રસિદ્ધ કરી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational