Kaushik Dave

Comedy Drama Romance

4.3  

Kaushik Dave

Comedy Drama Romance

હાસ્ય યાત્રા કાઢવી જ પડે

હાસ્ય યાત્રા કાઢવી જ પડે

2 mins
216


'આજે તો તમારી યાત્રા કાઢવાની છે. 'હસતા હસતા પત્ની બોલી.

'મારી યાત્રા ! શેની કાઢવી છે? મારો ફજેતો કરવાનો તો નથી ને !'

'તમારી એક વસ્તુ ફસાઈ ગઈ છે એટલા માટે. '

'મારી વસ્તુ ! મને ખબર છે ત્યાં સુધી કોઈ વસ્તુ ખોવાઈ નથી. ખોવાય તો પણ તને ખબર પડવા દેવાનો નથી. '

'હવે રહેવા દો. તમે કાયમ ગંભીર જ રહો છો. આજે તો અજૂગતું બની ગયું. '

' શું બન્યું ?'

આજે તો બદામ ખાતી હતી એ વખતે. પણ હું ભૂલી ગઈ કે બદામ ફોલેલી નથી. મને એમ કે ખાવાની બદામ છે. '

'બદામ તો ખાવાની જ હોય. સાવ બુદ્ધુ છો. '

' અરે આખી ફોલ્યા વગરની. પ્રસાદમાં હોય છે એવી. '

'તો શું થયું. '

'અરે આખી બદામ ખાવા જતા એ છટકીને સીધી ગળામાં ફસાઈ ગઈ. '

' પછી શું થયું ?'

'અરે પછી તો આંખોમાંથી પાણી આવી ગયું. દોડતી વોશરૂમ તરફ દોડી. પણ બારણું બંધ હોવાથી અથડાઈ ગઈ. પછી ફટાક દઈને બદામના કાઠા ફોફાના ટુકડા નીચે પડી ગયા. '

' એ સારું જ કહેવાય. નહિતર તને હોસ્પિટલમાં જવું પડતું. '

'અરે. . . પણ સાંભળો તો ખરા. ફોફા તો જોયા પણ બદામ દેખાઈ નહીં. પછી ખબર પડી કે બદામ તો જીભ નીચે ફસાઈ ગઈ હતી. અને એ બદામ ખાઈ ગઈ. બહુ સરસ લાગી. '

આ સાંભળીને પતિદેવ જોરથી હસી પડ્યા.  

બોલ્યા:-' ગજબ થયું નહીં ! ફસાઈ ગઈ બદામ પણ ખાવા તો મળી. પણ આમાં મારી યાત્રાની વાત ક્યાં આવી ?'

' આ તમારી હાસ્ય યાત્રા કાઢી. કેટલાય દિવસોથી તમે ગંભીર રહેતા હતા. હસતા નહોતા એટલે મને થયું કે તમારી હાસ્ય યાત્રા કાઢું. આખરે તમે હસી પડ્યા. '

' હા. . હોં. . પણ આવો આઇડિયા કોણે આપ્યો ? આ હાસ્ય યાત્રા શબ્દ ક્યાંથી શોધી લાવી ?'

' અરે. . મારા મોટાભાઈ છે ને એમણે આજે હાસ્ય યાત્રા પર લખવા કહ્યું એટલે મને આઈડિયા આવ્યો. બસ આમ જ તમે હસતા રહો તો મને પણ સારું લાગે. '

આ સાંભળીને પતિદેવ જોરદાર હસી પડ્યા.

બોલ્યા:-' મોટાભાઈ એટલે મોટાભાઈ. આખરે મારી હાસ્ય યાત્રા કાઢીને હસાવી દીધો. '


Rate this content
Log in

Similar gujarati story from Comedy