STORYMIRROR

Aniruddhsinh Zala

Drama Fantasy Inspirational

4.0  

Aniruddhsinh Zala

Drama Fantasy Inspirational

ગુરુવાણીમાં પ્રગટ્યો વિશ્વાસનો

ગુરુવાણીમાં પ્રગટ્યો વિશ્વાસનો

5 mins
52


ગુરુવાણીમાં પ્રગટ્યો વિશ્વાસનો દીપ

    ꧁༒ •••°☀ °•••༒꧂


        ---- બે મિત્રો મેહુલ અને સત્યજિત નિત્ય સત્સંગ સાંભળતાં ભક્તિભાવમાં ખુબ જ લિન થઈ ગયા હતાં. મોબાઈલમાં પણ ભક્તિરસનાં વિડિઓ વિડિઓ જોતાં ભજન પણ સારા ગાતા હતાં. લોકો પણ તેમને ભગત બેલડી તરીકે ઓળખતા હતાં. એકવાર અચાનક મધરાત્રે આવી મિત્ર સત્યજિતને જગાડીને મેહુલ બોલ્યો,

  "અરે યાર મને તો અત્યારે જ ઈચ્છા થઈ છે કે આ સંસાર છોડી કોઈ સાચા ગુરુની સેવા કરી આત્માનું કલ્યાણ કરવું છે."


"હા યાર મને પણ આવી જ ઈચ્છા થાત છે." સત્યજિતે સૂર પુરાવતાં મેહુલ ઉત્સાહમાં બોલ્યો,

 "તો કાલથી જ ગુરુની શોધ શરૂ કરી દઈએ." કહીને ચાલ્યો ગયો,

 

 બીજા દિવસથી શોધ શરૂ કરી કેટલા આશ્રમ, જંગલની કુટિરોમા ગયા પણ સાચા ગુરુ મળતાં જ ન હતાં આખરે એક સાદગીવાળા સામાન્ય માયાળુ જ્ઞાની સંત જણાતાં તેમણે પસંદ કરીને બંને તે આશ્રમમાં શિષ્યો સાથે સત્સંગ કરી રહેલા સંત પાસે જઈને પ્રણામ કરી બોલ્યાં,

  "હે મહાત્મા અમે સાચા સંત તરીકે આપને પસંદ કર્યા છે તો આપ અમને શિષ્ય તરીકે સ્વીકારી જીવનનો સાચો માર્ગ બતાવી આત્માનો ઉદ્ધાર કરો તેવી વિનંતી છે."


   સત્સંગ રોકીને સંત બોલ્યાં,

"તમે બંનેએ મારી પરીક્ષા લીધી તો હવે હું પણ તમારી પરીક્ષા લઈશ અને હું જેને પસંદ કરું તે જ અહીં રહીશે બાકી બીજાએ ઘેર ચૂપચાપ જવું પડશે બોલો મંજુર છે."


 "હા ગુરુજી મંજુર..!" કહેતાંક ગુરુજીએ તેમણે બે ઘડા આપ્યા અને બોલ્યાં,

  "આ માથે મૂકીને જાવો અને સામે ખરી નદીના તટ પર જે વડલો છે તેના મૂળમાં પડેલા મોટા કાંકરાઓ વીણી લાવો જેની શ્રદ્ધા મારા પર વધુ હશે તેના કંકર સાચા હીરા બની ગયા હશે અને તે જ મારો શિષ્ય બની મારી પાસે રહેશે."


   "ગુરુ મહિમાનો આવે નહીં પાર." એમ બોલી મેહુલે માથે ઘડો ઉપાડ્યો સત્યજિત પણ સાથે ચાલ્યો. ગુરૂઆજ્ઞા મુજબ ખરા બપોરે તાપમાં દૂર નદીએ જઈને વડલાના વૃક્ષ નીચે કાંકરા વીણવા લાગ્યાં, એટલામાં એક ગોવાળ આવી બોલ્યો,

 " ઓયે ગાંડા લોકો ભરબપોરે આ શું નવી રમત કરો છો.?"


બંનેએ માંડીને વાત કરતાં ગોવાળ હસીને બોલ્યો,

  "તમારો ગુરુ નક્કી ગાંડો થઈ ગયો હશે અથવા તો તમને શિષ્ય બનાવવા નહીં માંગતો હોય. આવા ચમત્કાર થતાં હોત તો ગુરુના આશ્રમમાં નકરા હીરાના ભંડાર હોત ભણેલા છો તો થોડીક બુદ્ધિ તો વાપરો." કહીને ગોવાળ ચાલતો થયો.


       થોડીવાર બાદ એક વૃધ્ધ માણસ અવતાં તેને પૂછતાં પણ આ બંનેએ હકીકત જણાવી એટલે વૃધ્ધ હાથ જોડી બોલ્યાં,

 "હશે દીકરાઓ ગુરુની વાણી ખુબ ગહન હોય ફક્ત વિશ્વાસે જ વહાણ તરે એવી હોય." કહીને ચાલતા થયા. કંકર ઘડામાં ઘડામાં ભરી માથે મૂકીને પાછા વળ્યાં ત્યારે બંનેનાં મનમાં પેલા બે ગોવાળ અને વૃધ્ધ વ્યક્તિએ બોલેલાં વિરોધાભાષી શબ્દો ઘુમતા હતાં. ખુબ તરસ લાગતા બંને બાજુના એક કુવા પાસે ગયા. દૂર ઝાડ નીચે ઘડો મૂકી પહેલા એકલો મેહુલ કૂવે પનિહારીઓ પાણી ભરતી હતી ત્ત્યાં પીવા ગયો.


            પનિહારીઓ મજાકના મૂડમાં હતી તેને પૂછતાં મેહુલે સત્ય હકીકત બતાવતા બંને હસવા લાગી એક તો પાણી ખોબેથી પાણી પીતો જોઈ બોલી,

"આવો મસ્ત જુવાન મને મળે તો સન્યાસી બનવા જ નાં દઉં. લગન કરીને પ્રેમપાશમાં બાંધી દઉં જીવનભર ખુશ રાખું."


   સાંભળ્યા છતાંય મેહુલ શાંત ચિતે આગળ વધ્યો તે પાછો ફરતાં સત્યજિત પાણી પીવાં ગયો ત્યાં પણ પેલીએ આવી જ મજાક કરી. સત્યજિત પણ બોલ્યાં વગર જ હસીને પાછો ફર્યો. પનિહારીઓ દૂરથી બોલી,

  "બંને પાછા ફરશે ફરી પાણી પીવા અહીં "


       આગળ વધતાં ફરી તાપ વધુ હોવાથી થાક ખાવા બેઠા ત્યારે સત્યજિતને વિચાર પગટ્યો કે,

 'લાવને જરા જોઈ લવું કે કંકરના હીરા બની રહ્યાં છે કે નહીં ? આમ વિચારી મેહુલ થોડો દૂર જતા જ તેને ચોરી છુપીથી ઘડો ખોલી જોઈ લીધો અને ખુબ નિરાશ થઈને મનમાં બોલ્યો,

  "અલ્યા આતો હજી કંકર જ છે..! શું ગુરુજીએ શિષ્ય નહીં બનાવવા માટે તો આવી તરકીબ નહીં વિચારી હોય ને ?" કહેતાંક ઘડ

ો બન્ધ કરી દીધો ફરી બને ચાલવા લાગ્યાં આશ્રમ નજીક આવતાં સત્યજિત બોલ્યો,

  "હે ભયા મેહુલા આ ગુરુજીએ હીરાની વાત કરી તે શું શક્ય છે કંકરના હીરા બને તે મને માન્યામાં આવતું નહીં. ક્યાંક આપણને શિષ્ય નહીં બનાવવા આ કોઈ તરકીબ તો નથી ને.?"


      "અરે રામ રામ.. કેવી વાત કરે છે તું મિત્ર...! ગુરુની વાણી પર ખુદથી પણ વધુ વિશ્વાસ રાખતાં તો શીખવું જ પડે હો." મેહુલને વચ્ચે રોકીને બોલ્યો,

 શું તમ્બૂરો વિશ્વાસ રાખે..! કંઈક યોગ્ય કાર્ય આપે તો રાખે આ પથરામાંથી હીરા બનાવવાની અશક્ય વાતો કરે તો વિશ્વાસ કેવી રીતે કરવો ? જો ભયા શિષ્યએ ગુરુને પણ પારખવા જરૂરી છે ગુરુ અંધવિશ્વાસ કરીને ન કરાય."


    "મને તો ગુરુ પર પુર્ણ ભરોસો છે." મેહુલ બોલ્યો,

"વળી ગુરુના પારખાં માટે સંપૂર્ણ વિશ્વાસ મૂકીને તેમની પાસે જઈએ ત્યારે થાય શંકા સાથે ન થાય."


      આશ્રમમાં પ્રવેશી બને ચૂપ થઈને ભીડમાં સત્સંગમાં બેઠેલા ગુરુજી પાસે જઈને ઉભા રહ્યાં સહુની નજર તેમની પર મંડાઈ. ગુરુજી બોલ્યાં,

  "તો કોણ લાવ્યું છે સાચા હીરલા ભાવ થકી

 કોણ લાવ્યું કંકર ઈ ભાવ થકી જ પરખાય "


       ----- મેહુલ ઉત્સાહમાં બોલ્યો,

"ગુરુજી આપની કૃપાથી તો મારો ઘડો હીરાથી ભરાઈ ગયો હોય તેવું લાગે છે."

 ગુરુએ સામે જોતાં સત્યજિત બોલ્યો,

 "ગુરુજી મેં તો કદાપિ કાંકરામાંથી હીરા બનતા જોયા નથી તો મને માન્યામાં આવતું જ નથી આ કસોટીમા અમે બને નિષ્ફ્ળ રહીશું એ અમે બને જાણીએ છીએ કોઈ બીજું કાર્ય સોપો એવી વિનંતી છે જેથી અમે આપના શિષ્ય બની શકીએ "

  "ઈ તો જેવો જેનો ભાવ એવું હોય " કહી ગુરુજી બોલ્યાં,

" ખોલો ઘડો એટલે પરખ સાચી થઈ જાશે "


         સત્યજિતે ઘડો ખોલીને બોલ્યો,

મેં તો પહેલેથી જ કહ્યું હતું એમાં શું નવાઈ છે"

  મેહુલે ઘડો ખોલતા જ બોલ્યો,

 "ગુરુજીની કૃપા ફળી મારા કંકર હીરલા બની ગયા."


  તમામ ભાવિકજનો જોવા ગયા અને ગુરૂજીઓ જયજયકાર કરવા લાગ્યાં.

ગુરુ બોલ્યાં, "કૃપા તો અલખધણીની આ શિષ્ય માટે ઉતરી છે ભગવાનની."


સત્યજિત જોડે આવીને બોલ્યો,

"અલ્યા મેહુલા તારા ઘડામાં પણ કંકર જ છે જો ધ્યાનથી આ બધા શિષ્યો તને ઉલ્લુ બનાવે છે. "

 બધાને હીરા દેખાય સત્યજિતને કંકર દેખાય

      "મેહુલ બોલ્યો, "મિત્ર મેં તને કહ્યું હતુંને પુર્ણ શ્રદ્ધાથી જોઈ લે તો હીરા બની જાશે."

ગુરુજી વ્યંગમાં બોલ્યાં, "તારા મિત્રએ તારાથી ખાનગીમાં રસ્તામાં જ શંકાથી ઘડો ખોલી કંકર જોઈ લીધા છે શંકાનું બીજ નહીં ઝાડવા તેના મનમાં ઉભા થઈ ગયા છે. વળી સંસારનો મોહ પણ પનિહારીમાં જીવ અટવાયો છે."


      સત્યજિતને નવાઈ લાગી કે, 'મેહુલ પણ નહીં જાણતો એ વાત ગુરુજીને કેમ ખબર પડી.?' તે ભોંઠપ અનુભવતો ઉભો રહ્યો.

ગુરુજી બોલ્યાં,

 "શિષ્ય મેહુલ આજથી આ આશ્રમ તારો છે. અને બેટા સત્યજિત તું જા પનિહારી પાસે અને સંસારમાં સુખી જીવન જીવો."


       મેહુલ પોતાનાં મિત્ર સત્યજિત પાસે જઈને બોલ્યો,

 "મિત્ર હવે તો ગુરુવાણીમાં ભરોસો કરીને જા અને સંસારમાં સુખી થા. જો તે શક કર્યો તોય ગુરુજીએ મારા પ્રત્યેના તારા પ્રેમને માન આપી તને આશિષ આપ્યા છે. તો ગુરુની વાણી સત્ય સમજી સંસારમાં સુખી થઈશ."


   બને મિત્રો ભાવથી ભેટી પડયાં પછી મેહુલ સઘળા સુખોની લાલચ ત્યજી આત્મકલ્યાણ કાજે ચરણોમાં રહી ગયો. અને સત્યજિત ગુરુની વાણી માની પનિહારી પાસે ગયો અને બંને વચ્ચે પ્રણય સબન્ધ બંધાતા લગન કરી સંસારમાં ખુબ સુખી બની ગયો.


    એક મોટો સંત અને એક સુખી સંસારી હોવા છતાંય મિત્રો તો બની રહ્યાં મેહુલના આશ્રમમાં ભેટ સોગાદો ધન અર્પણ કરી સત્યજિત આવીને દોડીને મેહુલને ભેટી પડતો

આમ ગુરુવાણી પર ભરોસો કરવાથી બને સુખી હતાં અને સત્યજિતના હદયમાં ભક્તિભાવ સાથે મિત્રતાનું બંધન આજે પણ અકબંધ હતું 


Rate this content
Log in

Similar gujarati story from Drama