STORYMIRROR

Pallavi Oza

Romance

3  

Pallavi Oza

Romance

ગુલદસ્તો

ગુલદસ્તો

1 min
178

આજે મયંક ઉદાસીની સાથે ગુસ્સામાં હતો. ઘરેથી મારતી ગાડીએ ઓફિસ પહોંચ્યો,તેનું દિલ કામમાં લાગતું નહોતું. ફાઈલોનો ઢગલો ટેબલ પર પડેલો હતો. કામમાં મન ચોંટતું નહોતું, આજે સાંજે કન્યાવાળા તેને જોવા આવવાના હતા તેથી પપ્પાએ ઘરે ટાઈમે પહોંચી જવાનું કહ્યું હતું તેથી તે ઉદાસ હતો. ફરી એનો એ સિલસિલો છોકરી જોવા આવે, પોતે ના પાડે ને પપ્પાની નારાજગી વહોરવી પડે.

 તે કામ કરતા કરતા વિચારોમાં ખોવાઈ ગયો, તે કોલેજકાળ દરમિયાન મયુરીના પ્રેમમાં પડી ગયેલ, મયુરી ખૂબ જ સુંદર, ચબરાક તેમજ ભણવામાં હોંશિયાર, મયંક પણ ભણવામાં આગળ પડતો આથી જ બંને એકબીજાની નજીક જલ્દીથી આવી ગયા, બે વર્ષ વીતી ગયા ત્રીજા વર્ષે મયુરી ક્યાંક જતી રહી, ના કોઈ ફોન મેસેજ, મયંકે તેનો કોન્ટેક્ટ કરવાની ખૂબ જ કોશિશ કરી પણ અસફળ રહ્યો.

 સાંજે મને-કમને છોકરીને મળવાનું હતું ઓફિસ છૂટતા તે ઘરે જવા માટે નીકળ્યો, રસ્તામાં સિગ્નલ પાસે ઊભું રહેવું પડ્યું, ત્યાં એક છોકરો ગુલદસ્તો લઈ તેની પાસે આવ્યો અને કહેવા લાગ્યો સાહેબ એક ગુલદસ્તો લઈ લો ને, મયંક ગુલદસ્તો લઈ ઘરે ગયો.

 બારણામાં પ્રવેશતા જ સામે મયુરીને જોઈ, રાજીના રેડ થઈ ગયો બંને એકબીજાને એકી નજરે જોઈ રહ્યાં, કોલેજકાળની મીઠ્ઠી મધૂરી યાદો તાજી થઈ રહી હતી, બંનેની વચ્ચે રહેલો ગુલદસ્તો તેમના પ્રેમનું પ્રતીક બની રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance