ગ્રહણ
ગ્રહણ
વ્રજમાં પવન ધીરે વહેતો હતો.
યમુનાના કિનારે રાધા બેસી હતી —
તેની આંખોમાં ચંદ્રનું પ્રતિબિંબ હતું,
પણ મનમાં અંધકાર.
કૃષ્ણ દૂર હતા.
વૃંદાવનની મીઠી બંસરી મૌન હતી,
માનો આખું જંગલ વિરહમાં ડૂબી ગયું હોય.
એક રાત આવી —
જ્યારે ચંદ્ર આંશિક ગ્રહણમાં હતો,
રાધાના હ્રદય જેવું.
આકાશમાં પડેલા પડછાયાએ
તેનાં પ્રેમને પણ આવરી લીધો.
દિવસો પસાર થયા,
રાધા બંસરીના એક સુરની રાહ જોતી રહી.
કૃષ્ણ પોતાના કર્તવ્યમાં તનમનથી રોકાયેલા,
પણ મન રાધા પાસે જ હતું.
પછી એક પૂનમ આવી –
ચંદ્ર ગ્રહણ પૂરૂં થયું.
કૃષ્ણ ફરી યમુના કિનારે આવ્યા,
રાધા સામે બંસરી વગાડી.
તે સંગીતમાં
ગગનના પડછાયાઓ ઓગળી ગયા,
અને રાધાના મનમાં પ્રકાશ ફાટી નીકળ્યો.
તેમના પ્રેમે ફરી જન્મ લીધો –
પૂનમની રાતે સૂર્યોદય થયો,
શાંત, સુમેળભર્યો,
પણ પહેલાથી પણ ઊંડો અને ઉજળો..
તો શું,શું ગ્રહણને પણ મુરલીધરની,
મોહિની લગી હતી?
---
