ilaben Joshi

Romance

3  

ilaben Joshi

Romance

ગોલ્ડન લવ

ગોલ્ડન લવ

3 mins
118


ખુશનુમાં સવાર હતી. મકરંદ, મનન અને મીરાં ખુબ પ્રસન્ન હતાં. ત્રણેય જુદા જુદા સિટીમાંથી આવેલા પણ ત્રણેયની દોસ્તી એવી કે જાણે વર્ષોથી સાથે જ મોટા થયાં હોય. ત્રણેય કોલેજમાં અભ્યાસમાં જેટલા હોશિયાર હતાં, એટલાં જ અન્ય પ્રવૃત્તિમાં પણ હંમેશા આગળ જ હોય. ત્રણેયની દોસ્તી અને હોશિયારીથી કોલેજમાં ઘણા ઈર્ષ્યા ભાવથી બળતા હતાં. 

મકરંદ અને મનન દરેક રમતોમાં પણ ભાગ લેતાં હતાં. બંને હેન્ડસમ અને ખડતલ પણ હતા. મીરાં પણ એટલી જ સુંદર અને હોશિયાર હતી. મનનને તો મી.ગુજરાતનો ખિતાબ પણ મળ્યો હતો. 

આ મનનને પોલીસ ગિરફતાર કરીને લઈ જઈ રહી હતી. પણ તેનાં ચહેરા ઉપર કોઈ દુ:ખ, અફસોસ કે પીડા કશું જ નહોતું. ચહેરો અને મગજ બંને સાવ શાંત હતાં. તેને જોઈ મકરંદનો બાટલો ફાટયો. મનન કંઈક તો બોલ. અરે ! કંઈક તો મોઢામાંથી ફાટ. બોલતા બોલતા તેનો અવાજ પણ ફાટી ગયો.

આખર એવું તો શું બન્યું કે તારા જેવાં સજજન માણસે આ પગલું ભરવું પડયું. ખુન જેવો અપરાધ કરી તું જેલ ભેગો થયો. તું મને વાત તો કર. એટલે હું વકીલ રાખું. જામીન શોધું. હું તને જેલમાં કેદ કેમ જોઈ શકું ? 

મનને ન તો પોતાના બચાવ માટે કંઈ કહ્યું કે ન વકીલ રાખ્યો. મકરંદના વકીલે તેને કહ્યું; કે મનન કશું બોલતો જ નથી તો શું થઈ શકે ? ખુનના પુરાવા મનન તરફી હતાં એટલે ચૌદ વર્ષની જેલનો કોર્ટે હુકમ કર્યો. 

મનન સાવ શાંતિથી જેલમાં જતો રહ્યો. ત્યાં પણ સવારે પાઠ-પૂજા, જપ-માળા બધું નિયમિત કરતો. પોતાને કેદી તરીકે સોપવામાં આવતા તમામ કામો પણ નિષ્ઠાથી કરતો હતો. 

સાંજેધુન-કિર્તન-ભજન વગેરે પણ કરતો. તેને સાંભળી ઘણા કેદીઓ પણ તેની સાથે જોડાતાં હતાં. જેલરને પણ થતું હતું કે આવો માણસ ખુની કેમ હોય શકે ?

મકરંદ અવાર નવાર જેલમાં મળવા જતો હતો. જેલર સાથે પણ વાતો કરતો હતો. 

મકરંદ, મનન, અને મીરાં ત્રણેય સારાં મિત્રો હતાં. મીરાં અને મકરંદ મિત્રો થીવધુ ફિલ કરતાં હતાં.એમ કહો ને પ્રેમમાં જ હતાં. પણ એક બીજા ને કહી શકતા નહોતાં.

 મીરાં મનન ને રાખડી બાધતી હતી. ત્રણેય હંમેશા સાથે જ હોય. કોલેજમાં હોય કે કયાંય બહાર હોય. આ ત્રિપુટીને બધાં માનથી જુવે. મિરાએ મકરંદને પ્રપોઝ કરવામાં મનનની મદદ માગી. 

મનનને વાત કરવા રેસ્ટહાઉસ પાછળના બગીચામાં બોલાવ્યો. મનન ત્યાં પહોચવામાં જ હતો. 

 એ પહેલાં "ભાઈ-ડોન"નો દીકરો જે કોલેજમાં લુચ્ચો, લફંગો અને લંપટથી ઓળખાતો હતો. તે આવા મોકાની રાહમાં જ હતો. કયારેક કયાંક મિરા એકલી મળી જાય. 

તેણે મીરાને એકલી જોઈ અને પહોંચી ગયો મિરા પાસે. મિરાને પ્રપોજ કરવા લાગ્યો. મિરાએ ના કહેતાં છંછેડાઈ ને ગંદી હરકતો અને અપશબ્દો બોલવા શરૂ કર્યા. અને જબરદસ્તી કરવાનો પણ પ્રયાસ કર્યો. તેના વાળ પકડી ઢસડવાની પણ કોશિશ કરી. 

બરાબર ત્યારે જ મનન આવી પહોંચ્યો. પોતાની ધર્મની બહેનીની આ દશા કરનાર પર તે રાતોપીળો થઈ ગયો.

 જોરથી તેને થપ્પડ મારી. જપાજપી થતાં ધક્કો લાગ્યો. અને તેનું માથું ત્યાં પડેલા મોટા પથ્થર પર અથડાયું. લોહીની ધાર થઈ. મનને મીરાંને સમ દીધા અને કોઈ ને કાઈં પણ ન રહેવાના સોગંદ આપી ત્યાથી ઝડપથી રવાના કરી દીધી.

 તેને આ પ્રકરણ સાથે પોતાની બહેનની બદનામી માન્ય નહોતી. મકરંદ અને તેના પ્રેમસંબંધ મા કોઈ પણ અડચણ ન આવે તેની ચિંતા હતી. 

પેલા લફંગા ની રાડ થી બાજુ માથી બે ચાર વાહનમાંથી માણસો આવી ગયાં. અને ૧૦૦ નંબર અને ૧૦૮ નંબર પર ડાયલ કર્યુ. તરત જ પોલીસ અને ૧૦૮ વાન આવી ગઈ. પેલા માણસનું સ્થળ પર જ મોત થયું હતુ અને પોલીસ મનનને લઈને જઈ રહી હતી. મકરંદનો અવાજ ફાટી ગયો. કંઈક તો બોલ. પણ મકરંદના આ શબ્દોના માત્ર પડઘા જ પડયા. પછી મિરાએ રડતાં રડતાં આખી ઘટના મકરંદ ને જણાવી. પોતાના લીધે જ મનનની આ હાલત થઈ છેતે પણ કહ્યું. મકરંદે કહ્યું હું પણ તને ચાહું છું. આપણે બંને લગ્ન પણ કરીશું. પણ જયારે મનન હાજર હોય. મનનના બલિદાનને બિરદાવી તેની ઉપર ગૌરવ કરતાં મકરંદ ને મીરાં કોર્ટમાં જવા નીકળ્યાં.

મિરા એ આખી ઘટનાનું વર્ણન કર્યું અને કહ્યું કે આ એક અકસ્માત હતો. ખુન નહિ.

બરાબર ત્યારે જ પોલીસ પણ રેસ્ટોરન્ટ ના સી. સી. ટી.વી.ની ફુટેજ લઈ ને આવી. આખી ઘટના કોર્ટમાં બધાએ જોઈ. અને કોર્ટે મનનને બા ઈજજત બરી કરવાનો હુકમ કર્યો. મનન જયારે કેદમાંથી છૂટી બહાર આવ્યો. ત્યારે જેલર અને અન્ય કેદીઓની આખો નમ હતી. 

અને બહાર મકરંદ ને મીરાં જ નહીં પણ આખી કોલેજ ના વિદ્યાર્થીઓ અને મિડિયા પણ હતી. 

દરેકે મનનનો સત્કાર કર્યો. સરકારે પણ સદવ્યવહાર માટે પ્રમાણપત્ર આપ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance