BHARATCHANDRA SHAH

Tragedy Others

4  

BHARATCHANDRA SHAH

Tragedy Others

ગણવેશ

ગણવેશ

11 mins
329


પુત્ર પિતાના શબને કાંધ આપે તે નવાઈની વાત નથી. એતો આદિકાળથી ચાલ્યો આવતો સામાજિક રિવાજ છે અને પુત્રોની ફરજ પણ છે. પણ. . . . જુવાન જોધ પુત્રના અકાળે અવસાનથી પિતાને એના શબને કાંધ આપવી પડે તે પુત્રના અવસાનના દુઃખ કરતા પણ મોટું દુઃખ છે. એવા પિતા કમનસીબ કહેવાય. પિતાનું દુર્ભાગ્ય કહેવાય. આના જેટલું મોટું દુઃખ કોઈ પિતાને નહિ હોઈ શકે.

આ વાર્તામાં પણ એવાજ એક કમનસીબ પિતાના ભાગે આવેલ દર્દભરી ઘટનાનું વર્ણન છે. ૪૫ વર્ષનો જુવાન જોધ પુત્ર જ્યારે અચાનક અવસાન પામે ત્યારે જે પીડ માતા પિતા પર ઉપડે તે અસહ્ય,અકલ્પનીય અને અત્યંત પીડાદાયક હોય છે. ભલે તેમને એક કરતા વધારે સંતાનો હોય પણ તેમના માટે બધાજ સંતાનો સરખા.

એવી જ અત્યંત પીડાદાયક દુઃખદ ઘટના દિનકરભાઈ મિસ્ત્રી અને સુશીલાબહેનનાં નસીબે વ્હોરી આવી. દુઃખનું ડુંગર જાણે એમની ઉપર આવી પડ્યું. માનસિક રીતે ચગદાઈ ગયા હતા.

પરાગની આજે પ્રથમ પુણ્ય તિથિ હતી. દિનકરભાઈ પરાગની તસ્વીર સામે એકી ટસે જોઈ રહ્યા હતા. તેમની બંને આંખો ભીની હતી. આંખો સામેથી પરાગ ખસતો નહોતો. જેમ લાકડું પાણીમાં તરી આવે છે તેમ તેની સાથે વિતાવેલ એક એક દિવસ તરી આવતો હતો. દિનકર મિસ્ત્રી અને સુશીલાબહેન મિસ્ત્રીને સંતાનોમાં બે પુત્રો અને ૧ પુત્રી હતા. મોટો પુત્ર પરાગ,નાનો ધવલ અને પુત્રી ચાંદની. પરાગ દેખાવમાં એકદમ ફિલ્મ હિરોની જેમ. કસાયેલું શરીર, કાળી આંખો, સહેજ ગુલાબી હોઠ, દૂધ જેવા દાંત, ભૂરખા વાળ, વાળની એક લટ જમણી આંખ પર લટકતી જ રહેતી.

ભણવામાં હોશિયાર હતો પણ પિતા દિનકરભાઈની આર્થિક પરિસ્થતિ આડે આવી. દિનકરભાઈના સુથારી કામમાં ઓટ આવી હતી. પરિવારનું ભરણ પોષણ, સંતાનોનું ભણતર કરવું અઘરું થઈ ગયું હતું. પરાગે પરિસ્થિતિનો તાગ મેળવી અને પરિવારને આર્થિક યોગદાન આપવાના ઈરાદે ભણતરને તિલાંજલિ આપી દેવી પડી. ૧૨મું પાસ કર્યું અને નોકરીની શોધમાં નીકળી પડ્યો.

ભણતર ઓછું હોવાથી વધારે પગારવાળી નોકરીની આશા રખાય જ નહિ. છ મહિનામાં ચાર ચક્રી વાહનની ડ્રાઈવિંગ શીખી લીધું,પાકો પરવાનો પણ મેળવી લીધો. અંતે એક મીલ માલિકના ડ્રાઈવર તરીકે માસિક ૧૮૦૦૦ ની નોકરી મેળવી લીધી.

પરાગનું સપનું હતું કે સફેદ કોલરની નોકરી કરી પરિવારને આર્થિક પરિસ્થિતિમાંથી ઉગારી લેવું અને સદ્ધર કરવું. પણ. . કિસ્મતને બીજું જ કંઈ મંજૂર હતું. લલાટે બીજું જ કંઈ લખાયેલું હતું જેની જાણ પરાગને કે કોઈને ખબર ન્હોતી. સમયે વળાંક લઈ લીધો હતો. નાનો પુત્ર ધવલ પણ ૧૨માં ધોરણમાં ભણતો હતો. એ પણ હોશિયાર હતો. અને ચાંદની દસમામાં ભણતી હતી. પરાગનું હવે એકજ સપનું હતું ધવલને અને ચાંદનીને ભણાવવાનો અને ચાંદનીના લગ્ન કરાવવા. પરાગે મનોમન નક્કી કરી લીધું અને પોતાના લક્ષ્ય તરફ મંડી પડ્યો. સવારના આઠથી રાતના આઠ સુધી નોકરી કરતો. ઘરે આવતા રાતના નવ વાગી જતા. કેટલીય વાર માલિક જોડે બહાર ગામ પણ જતો. ૮-૧૦ દિવસ બહાર ગામ જ રહેતો. ઘણીવાર રાતના મોડેથી પણ આવતો. માલિક એણે ઓવર ટાઈમ પણ અપાવતા. એટલુંજ નહિ માલિકના કોઈ સગામાં લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમ હોય તો પરાગને ગાડી ચલાવવા એમની ત્યાં મોકલી આપે. એટલે પરાગને વધારાના પૈસા પણ મળી જતા.

વર્ષ વિતી ગયું હતું. ધીમે ધીમે પરાગ માલિકનો વિશ્વાસુ બનતો હતો. પરાગ નિર્વ્યસની હતો અને સંપૂર્ણ શાકાહારી હતો આ તેનું જમાં પાસુ હતું, તેના માલિક પણ નિર્વ્યસની અને શાકાહારી હતાં. પરાગ સિવાય કોઈ ડ્રાઈવર એમને ફાવે નહિ.

અઢી વર્ષ થઈ ગયાં હતા. નાનો ભાઈ ધવલ કોલેજના બીજા વર્ષમાં હતો અને બહેન ચાંદની બારમામાં ભણતી હતી. બંનેના કોલેજના ભણતરના ખર્ચાઓ, પિતાને સહેજ લકવાની અસર હોવાથી તેમની સેવા માટે રાખેલ માણસનો પગાર,તેમજ માતા સુશીલાબહેનની શુગર અને પ્રેશરની દવાઓનો ખર્ચ પણ કરતો. બહેનના લગ્નનો ખર્ચ ઉપાડવા માટે એને ખાસી એવી બચત કરી હતી. તેને પિતા પર કોઈ પણ બોજ નાખવો નહોતો.

ઘણીવાર પરાગ માલિકના ઘરે એમના પત્નીને લઈ બહાર ગામ કોઈ કાર્યક્રમ હોય અથવા શહેરમાં પાર્ટીઓમાં લઈ જતો. પરાગની ડ્રાઈવિંગ શેઠાણીને પણ ગમતી. ભરોસાવાળી ડ્રાઈવિંગ હતી.

શેઠાણી મીલ માલિકના બીજા પત્ની હતા. તેમના પ્રથમ પત્ની બે વર્ષ અગાઉ લાંબી બીમારીને લીધે અવસાન પામ્યા હતા. શેઠને પ્રથમ પત્નીથી એક પુત્ર હતો જે વિદેશમાં ભણતો હતો. બીજી પત્નીથી કોઈ સંતાન નહોતું.

સમય સમયાંતરે બધું ઠીક ઠાક ચાલતું હતું. ગાડું ગબડતું હતું. એમાં પરિસ્થિતિએ પડખું ફેરવ્યું. ખર્ચાઓ વધતા હતા તેની સામે આવક મર્યાદિત હતી. એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત હતી. પરાગ આખો દિવસ નોકરી પર જ રહેતો. નોકરી સિવાયના સમયમાં રાતના રિક્ષા ચલાવવાનું વિચારતો હતો. પણ રિક્ષા લેવા માટે પૈસા નહોતા. બેંકનું લોન લઈએ પણ આવક ઓછી પડી. દિવસે દિવસ પરાગની માનસિક સ્થિતિ પણ કફોડી થતી હતી.

અને એક દિવસ. .

રાતના ૧૦ વાગે શેઠાણીનો ફોન આવ્યો કે વહેલી સવારે શહેરમાં જ એક જગ્યાએ જવું છે તો તમે સવારે સાત વાગે ઘરે આવી જજો.

આગલા દિવસનો થાકેલો હોવાથી પરાગ સમય સર ઊંઘમાંથી ઊઠી શક્યો નહિ. રોજ કરતા ૩૦ મિનિટ મોડો ઉઠ્યો. ફટાફટ ન્હાઈ ,કપડાં પહેરી તૈયાર થઈ ગયો. એક થેલીમાં યુનિફોર્મ પણ મૂકી દીધો. રોજ એ ઘરેથી નીકળે એટલે યુનિફોર્મ પહેરીને જ નીકળતો પણ આજે મોડું થઈ ગયું હતું. ત્યાં જઈને યુનિફોર્મ પહેરવાનો હતો. બરાબર સાતના ટકોરે પરાગ શેઠના બંગલે પહોંચી ગયો હતો. શેઠાણી તૈયાર જ હતા અને પરાગની રાહ જોતા હતા. પરાગે પાંચ મિનિટમાં યુનિફોર્મ પહેરવાની મંજૂરી માંગી. બંગલાના એક ઓરડામાં એ યુનિફોર્મ પહેરતો હતો અને અચાનક શેઠાણી ઓરડામાં કઈ કામ માટે ગયા. પરાગને અર્ધ નગ્ન અવસ્થામાં જોતા એ શરમાયા અને સોરી કહી ઓરડાની બહાર જતા રહ્યા. પણ થોડીક જ મિનિટોમાં એ પાછા ઓરડામાં આવ્યા. બીજી વખત આવ્યા તે પરાગને ખબર ન પડી.

" વોવ. . કેવી મસ્ત બોડી છે. મજબૂત બાવડા, કસાયેલું શરીર. " નીચલા હોઠ દાંતમાં ચબાવતા અને અશ્લીલ ચેનચાળા કરતા શેઠાણી બોલ્યા. તેમને સાડીનો છેડો જાણી જોઈને ખભા પરથી ઉતારી નીચે ઢળતો મૂકી દીધો અને હોઠ ચબાવતા રહ્યા. તેમની આંખો નશીલી થઈ ગઈ હતી. પરાગ કઈ વિચારે એટલી વારમાં શેઠાણીએ પરાગને જકડી લીધો અને થોડીક મિનિટો પરાગ પણ ભાન ભૂલી ગયો. વાસનાનો ચરું ઉફાળી ઉઠ્યો હતો. કામને અંજામ આપ્યા પછી શેઠાણીએ સંતોષનો ઓડકાર લીધો. પરાગ શેઠાણીના કરતૂતથી ડઘાઈ ગયો હતો.

" મેડમ, આ શું કર્યું. . મને ખબર હોત તો હું અહી નહિ આવતે. "

" આ લે પડીકું. મોં બંદ રાખજો. તારા માથે બહુ ખર્ચાઓ અને જવાબદારીઓ છે. કામ લાગશે. " પર્સમાંથી એક ખાખી કવર પરાગના હાથમાં થમાવતા બોલ્યા. ૫૦૦ની ૫૦ નોટો એટલે ૨૫૦૦૦ રૂપિયા હતા કવરમાં.

" રોજ ૧૨ કલાક કામ કરીને મહિને ૨૫૦૦૦ મેળવે છે અહી તને કલાકે આટલી મોટી રકમ મળી છે. " શેઠાણી બોલ્યા. પરાગ ચૂપચાપ સાંભળતો રહ્યો અને શેઠાણીને લઈ નિયત સ્થળે લઈ ગયો.

પરાગ અવઢવમાં મૂકાઈ ગયો. પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરતો હતો. ગેર માર્ગે મેળવેલા પૈસા શાંતિ નહિ આપે આ વાત પરાગ સારી રીતે જાણતો હતો પણ વધતા જતા ખર્ચાઓ અને જવાબદારીઓને પહોંચી વળવા એને પૈસા લઈ લીધા અને મોં બંધ જ રાખ્યું.

અત્યારે આ પૈસા પોતાની પાસે જ રાખવાનું મનમાં વિચાર્યું હતું અને થોડાક દિવસો પછી બેંકમાં મૂકી દેવાનો વિચાર કર્યો.

શેઠાણીને ખુશખુશાલ જોતા અડોસ પડોસની મહિલાઓ પણ પૂછવા લાગી. એક વિશ્વાસુ બહેનપણીને એને આખી હકીકત કીધી.

" હમમ. . મારી ત્યાં પણ મોકલજો તમારા ડ્રાઈવરને બહાર ગામ જવાનું છે એમ કહેજો. " પાડોશી બહેન બોલ્યા

" ચોક્કસ. . મોકલીશ" શેઠાણી બોલ્યા.

અને એક દિવસ પરાગને પાડોશી બહેનને અને તેમની સાસુને કશેક જવું છે એમની ગાડી લઈને. એમનો ડ્રાઈવર ૪-૫ દિવસથી આવતો નથી એમ કહીને પરાગને ત્યાં મોકલી દીધો.

સમયનો લાગ જોતા જ પાડોશી બહેન જાણી જોઈને બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં મુકેલ સ્ટૂલને ધડામ લાથ મારી અને સ્ટૂલ પરથી પડી ગયાનો ડોળ કરી બચાવ બચાવની બૂમો પાડવા લાગ્યા. તેમના સાસુ મંદિરે ગયા હતા અને ત્યાંથી શાક માર્કેટમાંથી શાક,ફળો લેવા જવાના હતા. એટલે આવતા મોડું થવાનું હતું.

પરાગે બૂમ સાંભળતા જ આવાજની દિશા તરફ દોટ મૂકી. એ આવાજે એને બાથરૂમ સુધી ખેંચી લાવ્યું. બારણું અધકચરું ખુલ્લું હતું. પાડોશી બહેનને કણસતા જોઈ પરાગ અન્ય કોઈ મહિલાને બોલાવા ગયો પણ કોઈ હતું નહિ. રસોઈ કરવાવાળી સવારે અગિયાર વાગ્યે આવવાની હતી. કચરા પોતાવાળી આવીને જતી રહી હતી. સાસુ મંદિરે ગયા હતા.

પરાગે મદદ માટે હાથ લંબાવ્યો અને બહેનને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પણ બહેન જાણી જોઈને ઉઠવાનો પ્રયત્ન કરતા નહોતા. પગ મચકોડી ગયાનો ડોળ કરતી હતી.

કોઈ મહિલા નહિ દેખાતા પરાગે બંને હાથમાં ઉચકી બેડ પર સુવડાવી.

બહેને દુખાવા પર મલમ લગાડી આપવાનું કહ્યું. પરાગ મલમ લાવ્યો અને હલકેથી તેમના પગને લગાડતો હતો. પગની એડીથી ચાલુ કર્યું તે ધીમે ધીમે થાપા સુધી મલમ લગાડવાનું કહ્યું.

પરાગના સ્પર્શથી બહેન કામુક થઈ ગયા હતા. કામાગ્ની લાવાની જેમ ધગધગતો હતો અને બંને ભાન ભૂલી કામ પૂરું કર્યું.

પરાગના હાથમાં સફેદ કવર પકડવતા કહ્યું, " ૧૫૦૦૦ છે"

કવર લઈ પરાગ બીજી જ મિનિટે ત્યાંથી પોબારા થવાની કોશિશ કરતો હતો એટલેક પરાગનો હાથ પકડી લીધો અને " ફરીથી બોલાવું ત્યારે આવજો. . વધુ પૈસા આપીશ અને બીજી બે ત્રણ ઘરાક પણ આપીશ. " પરાગને કહેતી હતી.

પરાગ ચૂપચાપ નીકળી ગયો.  

પરાગનું મન કોરી ખાતું હતું. ગેર માર્ગે મેળવેલા પૈસાથી શાંતિ,સુખ નહિ મળે. તારા માતા પિતા ભાઈ બહેનને ખબર પડશે તો તારો આ પૈસો સ્વીકારશે ? તને ઘરમાં રાખશે ? તારા ભાઈ બહેન પર કેવી અસર પડશે ? તેમનું ભાવિ કેવું અંધકારમય રહેશે ?

બીજું મન કહેતું. . આજદિન સુધી તે ગેરમાર્ગે મેળવેલ પૈસો સારા કામ માટે ખર્ચ કર્યા છે. તે ગરીબોને મદદ પણ કરી છે. ચિંતા નહિ કર.

જોત જોતંમાં સમય વીતતો ગયો. નસીબમાં લલાટે અત્યાર સુધી જે લખ્યું હતું તે સ્પષ્ટ વંચાતું હતું. વંચાતું પણ હતું. . આગળનું અસ્પષ્ટ વંચાતું હતું.

ત્રણ વર્ષનો સમય વીતી ગયો. બહેન ચાંદની ગ્રેજ્યુએટ થઈ ગઈ. દેખાવે સુંદર અપ્સરા જેવી લાગતી હતી. નોકરી કરવાની ઈચ્છા હતી પણ સારા ઘરના માંગા આવવા લાગ્યા અને એક મુરતિયાને પસંદ કરી સારું મુહૂર્ત જોઈ સાસરે વિદાય કરી. પરાગે લગ્નમાં સારો એવો ખર્ચ કર્યો હતો. બહેનના સાસરિયાં પરાગના વખાણ કરતા થાકતાં નહોતા. બહેન ચાંદની ખુશ થતી હતી. પણ પરાગ મનના એક કોરાણે ગુમસુમ હતો.

ભાઈ ધવલે પણ મેકેનિકલ એન્જિનિયરનું શિક્ષણ પૂર્ણ કરી એક મલ્ટી નેશનલ કંપનીમાં જોબ મેળવી લીધી. તેના માટે પણ સારી છોકરીઓના માંગા આવવા લાગ્યા પણ મોટા દીકરાનું સગાઈ સગપણનું નહિ ગોઠવાય થાય ત્યાં સુધી રાહ જોવાનું કીધું.

"મારે નથી પરણવું પપ્પા," પરાગના મુખેથી આ અચાનક સરી પડેલ શબ્દોથી માતા પિતા નવાઈ પામ્યા. કારણ પૂછતા કહ્યું કે," હું તો ઓછું ભણેલો છું, ડ્રાઈવરની નોકરી કરું છું. આટલા ઓછા પગારમાં કેવી રીતે આવનાર લક્ષ્મીને સુખી રાખી શકું ? તેની ઈચ્છાઓ, અપેક્ષાઓ મારાથી પૂરી ન થાય. તેને દુઃખી કરવા કરતાં હું ન પરણું તે લાખ ગણા સારું એમ કહી વાતને ટાળી દેતો.

તે તેની સાચી હકીકત જાણતો જ હતો. તે એક સ્થાનિક પોર્ન સ્ટાર બનવા જઈ રહ્યો હતો. અવારનવાર અનૈતિક સંબંધ રાખી પૈસા કમાવી લેતો હતો.

પાડોશી બંગલાવાળા શેઠાણી મારફત ઘણી શેઠાણીઓ જોડે અનૈતિક સંબંધ રાખી પૈસા કમાવ્યા હતા. તેને હવે પોતાનો ભાવ પણ નક્કી કરી લીધો હતો.

પરાગની ન પરણવાની વાતમાં દમ લાગતા તેના માતા પિતાએ પણ આગ્રહ કરવાનું છોડી દીધું. " જ્યારે મન થાય ત્યારે પરણજો. " પિતાએ કહ્યું.

અને નાના ભાઈ ધવલનું પણ એક જગ્યાએ ગોઠવાઈ ગયું અને ગોળ ધાણા પણ થઈ ગયા હતા.

એક દિવસ પરાગને તાવ ચઢ્યો, માથું પણ દુખવા લાગ્યું. થાક અને કામના બોજને લીધે હશે એમ સમજી ઘરગથ્થુ ઈલાજ કર્યો પણ કઈ ફેર ન પડ્યો. ડોકટરને બતાવ્યું. ડોકટરે થાકનું જ કીધું અને વાયરલ તાવ છે ૪-૫ દિવસમાં મટી જશે એમ કીધું. તે મુજબ ડોક્ટરની દવા લીધી. સારું પણ લાગવા લાગ્યું. પરાગ અશક્તિ મહેસૂસ કરતો હતો. આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયા હતા. ડોકટરે ઘરે આરામ કરવાની સલાહ આપી. એક અઠવાડિયું આરામ કર્યો. સારું લાગવા લાગ્યું અને ફરજ પર હાજર પણ થઈ ગયો.

અઠવાડિયા પછી ફરીથી તાવે ઉથલો માર્યો. શરીર ખેંચાતું હતું, માંસ પેશીઓ શિથલ થઈ ગઈ હતી, ગભરામણ થવા લાગી, રાત્રે પરસેવો થતો હતો. ઊંઘ આવતી નહોતી. પડખા ફેરવતો રહ્યો.

વજન ખાસ્સુ ઓછું થઈ ગયું હતું. સુકલકડી થઈ ગયો હતો. ફરીથી ડોકટરને બતાવ્યું. ડોકટરે રિપોર્ટ કઢાવ્યા. રિપોર્ટ જોઈ ચોંકી ગયા ! . ડોક્ટર વિચારમાં પડી ગયા કે આ વાત હવે કહેવું કોને ?

જાણ કરવી કેવી રીતે ?

પરાગના માતા પિતાને કહીશ તો આઘાત લાગશે તેમ વિચારી ડોકટરે નાના ભાઈ ધવલને કેબિનમાં બોલાવ્યો અને રિપોર્ટ આપતા કહ્યું " પરાગને જીવલેણ રોગ છે"

કયો રોગ છે ?

" એચ આઈ વી પોઝીટીવ (એઈડ્સ)"

ડોકટરનો જવાબ સાંભળી ધવલ હેબતાઈ ગયો. ઘડીભર સૂનમૂન થઈ ગયો. મમ્મી પપ્પાને શું કેવું ? કેવી રીતે જાણ કરું ? તેમના મગજ પર કેવી અસર થશે ? ધવલ વિચારવા લાગ્યો.

કેવી રીતે થયો હશે ?

એ તો હવે પરાગ ને પૂછીએ ત્યારેજ ખબર પડશે. ડોક્ટરે જવાબ આપતા કહ્યું.

ડોક્ટરના સલાહથી મોટી હૉસ્પિટલમાં દાખલ કર્યો. પાંચ દિવસ થયા પણ કોઈ ફરક દેખાતો નહોતો. ડોક્ટરોએ આશા છોડી દીધી હતી. ભગવાન ભરોસે છોડી દીધો.

પરાગે ધવલને નજીક બોલાવી બધી હકીકત બયાન કરી.

"ધવલ, મારું જીવન હવે સૂતળી બોમ્બ પર છે. દીવાસળી ચંપાઈ ગયેલી છે. ગમે તે ઘડીએ બોમ્બ ફૂટશે. " ધવલને નજીક બોલાવી ધીમા અવાજે પરાગે કહ્યું.

ભાઈ પરાગની વાત સાંભળી ધવલની આંખો પહોળી થઈ ગઈ. માતા પિતાને શું કહીશું ?

" ભાઈ ધવલ, લીવરનું કેન્સર છે એમ કહી દે. "

મમ્મી પપ્પાને એટલુંજ કહેજો ગેર માર્ગેથી મેળવેલ પૈસા હતા. બસ બીજું કઈ જ નહિ કહેવાનું. આપણા બે વચ્ચેની વાત છે ત્રીજાને ખબર ન પડવી જોઈએ.

દિનકરભાઈ અને સુશીલબહેન ધવલની વાત સાંભળી ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેઓ શિવજી મંદિરના પૂજારી વ્યાસ જીને મળ્યા બધી હકીકત કીધી.

પૂજારીજી બોલ્યા, " પૈસો ભલે ગેર માર્ગેથી મેળવ્યો પણ એ પૈસો એને સારા કામ માટેજ ખર્ચ કર્યા. એ ધાર્યું હોત તો પોતે પણ જલસા કર્યા હોત. પોતા માટે પણ કંઈક ને કંઈક કર્યું હોત પણ એને પોતાનો સ્વાર્થ ત્યજી દીધો હતો અને ભાઈ બહેનનું જ ભલું વિચાર્યું. તેથી એને મેળવેલ પૈસાને ગેર માર્ગેથી મેળવેલ પૈસા નહિ કહેવાય. એ પૈસો ઘરમાં આવ્યો ત્યારે અપવિત્ર ભલે હતો પણ ગયો તે સારા કામ માટે જ ગયો તેથી તે પૈસો અપવિત્ર નથી રહેતો. તેની પવિત્રતા વધી ગઈ. "

પૂજારીની વાત ગળે ઉતરતા બંને જણા હોસ્પિટલ જવા નીકળ્યા. બિછાને પડેલ દીકરાનું મોં જોઈ અનરાધાર આંસુઓને રોકી નહોતા શકતા.

બીજે દિવસે તબિયત વધુ બગડી. ડોકટરોને બોલાવ્યા. તપાસ્યું પણ ડોક્ટરના પ્રયત્ન નિરર્થક નીવડ્યા. અંતે પરાગ ફાની દુનિયા છોડી અનંત યાત્રાએ નીકળી ગયો.

દિનકરભાઈ અને સુશીલાબહેન પોક મૂકીને રડવા લાગ્યા.

બીજે દિવસે અંતિમ પ્રક્રિયા પતાવી ઘરે આવ્યા.

યુનિફોર્મ તો પરાગના મોતનું એક નિમિત્ત હતું નસીબે જે લખાયલું હતું તે જ થયું. જો યુનિફોર્મ ઘરેથી જ પહેરીને ગયો હોત અથવા ઓરડામાં ન પહેર્યો હોત અને બીજી જગ્યાએ પહેર્યો હોત તો કદાચ પરાગ આજે જીવિત રહ્યો હોત. પણ આ બધું "જો. . તો. . કદાચ". . .

આ બધું શક્યતાઓ પર આધારિત રાખે છે. બાકી તો નસીબે જે લખાયેલું તે કોઈ દિન મિથ્યા નહિ થાય.

"પપ્પા, ગોર મહારાજ વ્યાસજી આવ્યા છે. " ધવલે પિતા દિનકરભાઈના ખભા પર હાથ મૂકી સહેજ હલાવતા તેમને જગાડ્યા.

દિનકરભાઈની વિચાર શૃંખલા તૂટી. ભૂતકાળમાંથી એ વર્તમાનમાં આવ્યા. વ્યાસજીએ ધવલ હસ્તે બધી વિધિઓ પતાવી સાંત્વન આપી વિદાય લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy