Nayanaben Shah

Others Children

2  

Nayanaben Shah

Others Children

ઘરેણું ધરતીનું

ઘરેણું ધરતીનું

2 mins
25


જયારે રવિકુમારની બઢતી સાથે બદલી થઈ ત્યારે બધા ખુશ હતાં. એમને રહેવા માટે ખૂબ મોટો બંગલો મળ્યો હતો. ચારેબાજુ ખુલ્લી જગ્યા. નાનો પરમ તો બહુ જ ખુશ થતાં બોલ્યો, "પપ્પા, આટલી વિશાળ જગ્યામાં પકડદાવ રમવાની બહુ જ મજા આવશે."

પરંતુ સાંજે ઓફિસથી પાછા ફરતાં પરમના પપ્પા કારની ડીકીમાં નાનાનાના છોડ લઈને આવ્યા. પરમને કહ્યું, "ચલ, આપણે બંને સાથે મળીને આ છોડ વાવી દઈએ. "

પરમ તો નાના નાના છોડ નાના નાના કુંડામાં જોતો જ રહ્યો. એના પપ્પા એને સમજાવતાં બોલ્યા, "બેટા, આ બધા નાના નાના છોડમાંથી જ મોટા મોટા વૃક્ષો બનશે. એ વૃક્ષોને કારણે આપણનેે છાંયડો મળશે, આપણને ફળ તથા ફૂલો મળશે. કેટલાય પક્ષીઓ એની પર માળો બાંધશે. પરમ, જમીન થોડી ખોદીને એમાં આ છોડ રોપીએ. હા, પણ તારે દરરોજ આ છોડોને પાણી પીવડાવવાનું. થોડા થોડા સમયે પ્રમાણસર ખાતર પણ નાખવું પડશે. આ બધા છોડમાં પણ જીવ હોય છે. એને જેટલા પ્રેમથી ઉછેરીએ એટલી ઝડપથી એ ફૂલેફાલે.

તું પણ કેટલો નાનો છું. તારે પણ અમારા સ્નેહ અને પ્રેમની જરૂર પડે છે એનાથી તારો વિકાસ થાય છે ને !

તારી મમ્મી હાથે, પગે, ગળે, કાને વિવિધ પ્રકાર ના ઘરેણાં પહેર છે તો સુંદર લાગેે છે ને ! એવી જ રીતે આ વૃક્ષોએ પણ આ ધરતીની સુંદરતામાં વધારો કરે છે. એના કારણે વરસાદ આવે છે જમીન ધોવાતી અટકી જાય છે. આપણા ઘરેણાં આપણે સાચવીએ છીએ. એમ જ હવે અહીં આજે વાડ કરીશું જેથી આ ધરતીના ઘરેણાંને કોઈ પશુ આવીને ખાઈ ના જાય. છોડ બધા મોટા થશે એટલે છાંયો આપશે. ઉપરાંત ધરતીની શોભા વધતી જ રહેશે."

પરમ આ વાતો સાંભળી ખૂબ ખુશ થઈ ગયો.


Rate this content
Log in