ઘર
ઘર


એક નાનું મજાનું ઘર હતું અને એમાં નાનો પરિવાર રહેતો હતો. ઘરનાં મોભી રજત અને પત્ની ધારા ને બે સંતાનો રહેતાં હતાં. દીકરી માલા અને દીકરો જીત ખુબ સમજદાર ને હોશિયાર હતાં.
ઘરની પરિસ્થિતિ નબળી હતી પણ બધાનાં મન એક હતાં. ભોજનની વ્યવસ્થા પણ કોઈ કોઈ વખત ન થાય તો ભૂખ્યા પેટે સૂઈ જતાં હતાં પણ ઘરમાં ક્લેશ નહોતો.
આજુ બાજુમાં ભજન કીર્તન હોય કે નવું સાધન ખરીદ્યું હોય ને સત્યનારાયણનો શીરો કે એક પેંડો ઘરમાં આવ્યા હોય તો ધરા બધાને સરખા ભાગે વહેંચીને જ ખાવા આપે.
આર્થિક મુશકેલી હતી પણ મનની અમિરાત હતી એ થકી જ ઘર જીવંત લાગતું હતું. સમય કાઢીને બાળકો સાથે રમત ગમત કરતાં.
બાળકોની કોક વખત કંઈ વસ્તુ માટેની માંગણી હોય તો રજત ને ધારા વિચાર વિમર્શ કરીને કંઈ રસ્તો કાઢીને બાળકો ને ખુશ રાખતાં ને બાળકોના મુખ પર હાસ્ય જોઈને બંનેને પરમ સંતોષ મળતો હતો એટલે જ ઘર સ્વર્ગ સમાન લાગતું હતું.
જાણે ઘર પાયા પર નહીં પણ પરિવારની વ્યક્તિઓની હૂંફથી ટકી રહ્યું હતું.