Prashant Subhashchandra Salunke

Children Stories

3  

Prashant Subhashchandra Salunke

Children Stories

ગધેડાની પ્રાર્થના

ગધેડાની પ્રાર્થના

1 min
152


એકવાર ખેતરમાં જતાં એક ગધેડાને કેટલીક માખીઓ પરેશાન કરવા લાગી. માખીઓ ક્યારેક તેના કાનમાં બણબણતી તો ક્યારેક તેના નાકમાં પ્રવેશતી. ગધેડાએ પૂંછડી હલાવી અને માથું ધુણાવી માખીઓને ભગાડવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ માખીઓ ખૂબ જક્કી હતી. ગધેડાના પ્રયત્નોની તેમની પર કોઈ અસર થઇ નહીં. હવે કંટાળીને ગધેડાએ ભગવાનને વિનંતી કરતા કહ્યું કે, “હે પ્રભુ! આ માખો મને ઘણી પરેશાન કરી રહી છે. તો કૃપા કરી તે સઘળીનો વધ કરી તું મને તેમના ત્રાસમાંથી છોડાવ.”

પરંતુ ગધેડાની પ્રાર્થનાની કોઈ અસર થઇ નહીં. અને માખો કુદરતના નિયમ અનુસાર ગધેડાના શરીર ઉપરની ગંદકી પર બણબણતી રહી.

બોધ : બાળકો, કેટલાક લોકો નજીવી બાબતે પણ મોટા માણસની મદદ માંગે છે. જે યોગ્ય નથી. આપણે જરૂર પડ્યે જ બ્રમ્હાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આવી નાની નાની તકલીફો સામે સ્વબળે લડી તેમનો બુદ્ધિપૂર્વક ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.


Rate this content
Log in