Kaushik Dave

Children Stories Drama Inspirational

3  

Kaushik Dave

Children Stories Drama Inspirational

ગૌરવ

ગૌરવ

1 min
161


'શું યાર. .ગુજરાતી બોલે છે ? સ્પીક ઈન ઈંગ્લીશ. આપણો વટ પડે. '

બે મિત્રો વાતો કરતા હતા ત્યારે એક મિત્રએ ગુજરાતી બોલતા મિત્ર પર મજાક કરી.

બીજો મિત્ર:-' જો મિત્ર આપણે ગુજરાતી છીએ અને ગુજરાતમાં રહીએ છીએ. એજ્યુકેશન વખતે ઈંગ્લીશ બોલવું પડતું હતું પણ સામાન્ય વ્યવહારમાં ગુજરાતી બોલવું આસાન છે તેમજ પોતાની ભાષા છે તો એ માટે આપણને ગૌરવ હોવું જોઈએ. '

પહેલો મિત્ર:-' ફ્રેન્ડ. . તું સ્ટુપિડ છે. જમાનો બદલાયો. હાઈલી એજ્યુકેટડ તો ઈંગ્લીશ જ બોલે. મારા માટે છોકરીઓ પણ ઈંગ્લીશ મિડિયમમાં ભણેલી તેમજ ઈંગ્લીશ બોલતી જ શોધીશ. '

બીજો મિત્ર:-' મને તો ગુજરાતી ભાષા માટે ગૌરવ છે. હું તો ગુજરાતી જ બોલવાનો. જરૂરી હોય અને સામેની વ્યક્તિ ઈંગ્લીશ જાણતી હોય તો જ ઈંગ્લીશ બોલીશ. મારા માટે તો ગુજરાતી બોલતી છોકરી જ શોધીશ. જેથી મારા માતા પિતાને પણ તકલીફ ના પડે. '


Rate this content
Log in