ગૌરીવ્રત
ગૌરીવ્રત

1 min

79
મોળકા વ્રત શરૂ થવાને બે દિવસ હતાં ને સ્કૂલમાં બધાં વાલીઓ ભેગા થઈને હોબાળો મચાવ્યો હતો.
ગૌરી વ્રત નિમિત્તે પહેલાંની જેમ સ્કૂલમાં છોકરીઓને રંગીન કપડાં ને મહેંદી ને નેલ પોલિશ ને સાજ શણગારની છૂટ હોવી જોઈએ ને અડધી રજા જાહેર કરો.
પ્રિન્સીપાલ- કોણ પોતાની દીકરીઓને ગૌરી વ્રત ઉપવાસ કરાવે છે એ કહો ?
બધાં વાલીઓ શાંત થઈ ગયાં.
પ્રિન્સીપાલ બધાંને સવલતો જોઈએ છે ને પોતાની સંસ્કૃતિ ભૂલીને ગૌરી વ્રતને વગોવે છે કે વ્રત કરવાથી પતિ સારો ક્યાં મળે છે ? આ માનસિકતા સુધારો તમે દીકરીઓને ઉપવાસ કરવાનાં ફાયદા છે એ સમજાવો.
પછી લવ જેહાદને ખાલી વગોવવાથી કંઈ ન થાય.