Kalpesh Patel

Action Inspirational Thriller

5.0  

Kalpesh Patel

Action Inspirational Thriller

ગાંઠ

ગાંઠ

5 mins
1.5K


સુરત પાસેના દરિયા કાંઠે આવેલું મગદલ્લા,ગુજરાતમાં પ્રવેશનું બારું ગણાતું. અકબરના મોત પછી, અહીં પોર્ટુગલના ધાડા ઉતારી આવ્યા હતા. એવું નક્કી કરવામાં આવ્યું કે કંપનીના જહાજો રાજમહેલ માટે જે પ્રાચીન ચીજવસ્તુઓ અને ભેટ લાવશે તેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવશે.

 મગદલ્લા બંદરને પરદેશીઓ માટે ખરીદ-વેચાણ માટે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. તેના બદલામાં ભારતને યુરોપના ઉત્પાદનો પૂરાં પાડવાનું વચન આપવામાં આવ્યું.  વિદેશી વેપારીઓ, મોગલોની મંજૂરીથી ભારતમાંથી કપાસ, ગળી, પોટેશિયમ નાઇટ્રેટ અને ચા ખરીદતા હતા. વિદેશમાં તેને ઊંચા ભાવે વેચીને ભારે નફો કમાતા હતા.

અહીંનો વેપાર વિનિમય, અર્થાત વસ્તુ આધારિત હતો, જ્યારે વિદેશીઓ પાસે આપવા લાયક કોઈ વસ્તુ હતી જ નહીં. તેઓ ખરીદીના બદલે ચાંદી આપતા હતા.

મગદલ્લા, આથી સમૃધ્ધ હતું, એકંદરે સૌ સુખી હતા. વિદેશીઓ તેમના મોટા વહાણો દૂર દરિયામાં ઊભા રાખતા અને સ્થાનિક નાની હોડીઓ મારફત સામાનની હેરફર કરતાં હોઈ અહીંનો કાંઠો ચોવીસે કલાક ધમધમતો રહેતો.

આજે કરસન, મગદલ્લાના કાંઠે  ટીમરુનાં પાને વણેલી બીડી પીતો બેઠો હતો; ગામમાં તે તેના દાદા હરજી ખલાસી સાથે રહેતો. કરસન નીચલા વર્ગનો હોઈ તેની સાથે કોઈ બીજા છોકરા રમતા નહીં અને તેનાથી દૂર રહેતા હતા. તેથી તે કંટાળી, દાદાને ફરિયાદ કરતો. હરજી આથી દુ:ખી હતો, એક તો જુવાનજોધ છોકરો અને પુત્રવધૂ ગયે ચોમાસે દરિયામાં ફેરી કરવા ગયા ત્યારે હોડી સહિત તણાઈ ગયેલા તેનું દુ:ખ અને ઉપરથી આ માસૂમ કરસનની કેફિયત. હરજી ખલાસીની આખીય  દુનિયા આ નાનકડો છોકરો જ હતો તેને દુ:ખી થતાં જોઈ, તે મનોમન દુ:ખી થયો અને પ્રભુને ફરિયાદ કરતો હતો કે,

 “શું કામ પ્રભુ તેં, એક રંગના લોહી આપીને સમાજમાં કેમ રમકડાં બનાવી આવા વર્ગ ઊભા કર્યા ?” 

પોતાની હોડી તો હવે હતી જ નહીં, તે દાંડિયા મજૂર તરીકે બીજાની હોડી હલેસા મારવાનું કામ કરતો. આખો દિવસ છાતીના પાટિયા બેસી, અને બેવડ વળી જાય ત્યારે માંડ બેજણ જામે તેવડું કમાતો. હરજી પોતાના દુ:ખને મનમાં રાખી મોં ઉપર હાસ્ય રેલાવી, કરસન જ્યારે ઉદાસ થાય ત્યારે સમજાવતો. અરે ગાંડા, તું મારો રાજકુમાર સુખી થવા જ સર્જાયેલો  છે, જોજે કોઈ તને ગોરી ચામડીવાળો સાહેબ તારું નસીબ ફેરવી નાખશે. અહીંના છોકરાઓ  મૂરખા છે, જે તારી સાથે રમતા નથી. ચલ તને દોરડાની ગાંઠો બાંધતા શીખવાડું. આ દરિયા ખેડમાં દોરડાની ગાંઠો મોટું કામ કરે છે. ખોલો તો પટમાં ખૂલે, અને ગમે તેવા જોર સામે તસ–મસ ન થાય. હરજી રોજ તેના પોતરા કરસનને એક નવી ગાંઠ શીખવે. આમ દિવસો વિતતા.’કરસન તેના દાદાના બોલ ઉપર ખુશ હતો, અને તેની દોરડાની અટપટી ગાંઠો સાથે લિપ્ત રહેતો.

આજે કરસન, મગદલ્લાના કાંઠે  ટીમરુનાં પાને વણેલી બીડી પીતો બેઠો હતો; ત્યાં જ તેને તેના બાળપણના મિત્ર મગન સાથે ભેટો થઈ ગયો. ચોમાસા પછીના ઉઘડેલા વેપારને લઈ મગન તેના બાપુ સાથે વિદેશી વહાણના માલ સમાનની હેરફેરમાં રોકાયેલો હોવાથી આ લોકો ત્રણ મહિના પછી પહેલી વાર મળ્યા. 

મગન તેના બાપુની મરજી વિરુધ્ધ કરસનને બેધડક મળતો. કરશનને મળી તેને આનંદ આવતો. મગન, દેખાવે અને આવડતે  હોંશિયાર છતાય આળસુ. બંનેની જાતિ ફેર છતાં એક અતૂટ મિત્રતા હતી. એકબીજા પ્રત્યે ભારોભાર દયાભાવ પણ એટલો જ હતો.

મગનથી તેના ભાઈબંધની દુ:ખભરી હાલત જોવાતી નહીં, તેથી તે તેના મિત્રને મદદ કરવા તત્પર રહેતો. આજે તેના બાપુ કોઈ લગ્નમાં હાજરી આપવા ગયા હતા. બાપની ગેરહાજરીમાં ગમનનો રૂઆબ કોઈ મોટા વહાનના કપ્તાનથી કમ ન હતો. તે કામને બાજુએ મૂકી કરસનની શોધમાં દરિયા કિનારે આવ્યો હતો. ઘણા સમયે તે કરસનને મળેલો હોઈ, અઢળક વાતો કરી બીડીઓ પીધી. ખાસો સમય વીતી ગયો. મગનને આજે આરામ જ કરવો હતો, અને કિનારે કોઈ કામ આપવાવાળું ન હોય. આમ પોતે કામની તપાસ કરવા ફર્યો હતો પણ કામ ન મળ્યું એવો ખોટો દિલાસો અંકે કરવા દરિયા કિનારે આવ્યો હતો.

મગનની આળસ જોઈ કરસસનને દુ:ખ થયું. તેને કહ્યું મગન, વીત્યો સમય, અને મોકો કદી પરત ન આવે. એટ્લે કરસને સૂચવ્યું કે, ચાલ મગન, આપણે ગામના બજારમાં જવું જોઈએ. ખરીદીના સોદા થાય ત્યાં કોઈ કામની તપાસ કરવી. ખરીદીના સ્થળ ઉપર નાનામોટો કોઈ પણ કામનો જરૂર મેળ પડશે.

મગનનું આળસુ મન એવું બહાનું બતાવતું હતું કે, હોડી રેઢી મુક્યા વગર દરિયા કિનારે જે મળે તેમાં સંતોષ માણવો. પરંતુ આજે કરસન એની વાત ઉપર અડગ હોવાથી વચલો રસ્તો કાઢતા કરસને કહ્યું કે આજે તેના બાપુ નથી અને તે એકલો છે, તો તેને આખો દિવસ સાથ આપવા તેની સાથે હોડી રહેશે અને કામમાં મદદ કરશે.

મગન કચવાતા મને બંને તેના મિત્ર સાથે ગામમાં કામ શોધવા ગયો. ગામમાં એક પોર્ટુગલ ઉમરાવનું લવિંગના થેલાની હેરફેર કરવાનું કામ મળ્યું. આ ભાંજગડમાં બપોરના બાર વાગી ગયા.અને બન્ને કામે વળગી ગયા. કરસને હોડીનો પહેલો ફરો કરી ઉમરાવના લવિંગના થેલા તેના વહાણમાં ચઢાવ્યા. અને બીજા ફેરામાં ઉમરાવને અને બાકીના લવિંગ લઈ તેને તેના વહાણમાં બેસાડવા નીકળ્યા. હોડીમાં બાકીના લવિંગના થેલા અને ત્રણ માણસનું વજન અને ઉપરથી પવન વિરુદ્ધ દિશાનો હતો એટ્લે કરસને કૂવાથંબ ઉપર ચડી, હોડીના ખોલેલા સઢ સંકેલી દીધા અને હોડીનું સુકાન સંભળી મગન સાથે મળી હોડીના હલેસા મારવા માડયા.પણ આજે પવન ગાંડો થઈ વારે વારે દિશા બદલતો હતો.

આવી વિષમ સ્થિતિમાં ગમન તો ગભરાઈ ગયો. પણ કરસન તેના દાદા હરજી ખલસીની દરિયાને લગતી વાતો સાંભળેલી, એથી શાંત હતો. દાદા કહેતા.

"આ દરિયારલાલ, કસોટી કરશે પણ ક્યારેય કોઈનું અહિત નથી કરતાં." 

વધી ગયેલા પવને દરિયાના મોજા મોટા બનાવી હોડીને હલકડોલક કરતાં હતા. જોત જોતામાં હોડીની હલચય ભયાનક રીતે વધી ગઈ. ક્યારેલ ત્રણ ફૂટ ઉચકાય તો ક્યારેક પાંચ ફૂટ નીચે પટકાય, આવી સ્થિતિમાં મગન તો ડઘાઈ ગયો. તે આંખ મીચી હોડીના છેડે આવેલા ભંડકિયામાં સંતાઈ ગયો. કરસને કોઈ ક્ષણ ગુમાવ્યા વગર હોડી ઉપરના બાકીના લવિંગના થેલા ઉપર સઢનું મીણિયું મજબૂત રીતે બાંધી દીધું અને પોતાની સમગ્ર તાકાત હલેસે લગાડી ફટાફટ પોર્ટુગલ ઉમરાવના મોટા વહાણે પહોચી ગયો. ઉમરાવના માણસો તેની રાહ જોઈ રહ્યા હતા, આવા તોફાની પવનમાં ઉમરાવ માટે સીડી દરિયામાં ઉતારવી તે સલાહ ભરેલું નહતી એટ્લે તેઓએ મોટું લંગર નાખ્યું અને તેઓએ તેમનું વહાણ સુરક્ષિત કરી દીધું. 

પવનનો વેગ ચરમ સીમાએ હતો. કરસને સમય સૂચકતા દાખવી ઉમરાવને પણ હોડીના ભંડકિયામાં સુરક્ષિત રીતે મગન સાથે બેસાડી દીધો. મગનની હોડીમાં કોઈ લંગર તો હતું નહીં. તે મુંજાયો અને પોતે હોડી ઉપર આવી અને તેના દાદાને યાદ કરી, હોડી ઉપરથી એક મજબૂત દોરડું લીધું, અને દરિયામાં છલાંગ લગાવી તેનો એક છેડો ઉમરાવના વહાણના લંગર સાથે બાંધી બીજો છેડો મગનની હોડીને સાથે મજબૂત રીતે બાંધી પોતે હોડી ઉપર આવી ગયો.

સૂરજ ઢળી ગયો, પણ પવનનું જોર યથાવત હતું, તે છે બીજા દિવસની વહેલી સવારે મંદ પડ્યો.આખી રાત બિહામણી સ્થિતિ પછી જ્યારે સૂરજના નરમ કિરણોએ હોડી ઉપર લાલી રેલાવી ત્યારે, ઉમરાવ હોડી ઉપર આવી ચૂક્યો હતો. તેણે જોયું તો એક બાજુએ કરસન લંગરે બાંધેલા દોરડાની ગાંઠ છોડી હોડી મુક્ત કરી રહ્યો હતો, ત્યારે બીજીબાજુ તેના વહાણના અમલદારો સીડી લઈ તેનો સત્કાર કરવા તૈયાર હતા. પણ તે તેના વહાણમાં ન ગયો. આખી રાતના તોફાન દરમ્યાન કરસન દ્વારા લીધેલી કાળજીથી ઉમરાવના દિલે બંધાયેલી સ્નેહની ગાંઠ ખોલવી ઉમરાવ માટે અઘરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Action