Rahul Makwana

Drama Tragedy Fantasy

4  

Rahul Makwana

Drama Tragedy Fantasy

એન્યુલ ફંક્શન

એન્યુલ ફંક્શન

7 mins
445


કુદરતનાં ખોળે મસ્તમજાની જિંદગી જીવતો મનુષ્ય, રૂપિયા કમાવવાની લાલસામાં કે સફળતા મેળવવાની ઘેલછામાં શહેરની એ ભાગદોડ અને ચિંતાઓથી ભરેલ કોર્પોરેટ જિંદગી જીવતો થઈ ગયો છે, પરંતુ હાલ મનુષ્ય એ બાબતથી તદ્દન અજાણ છે કે જાણતાં કે અજાણતાં તે પોતાની અતિમૂલ્યવાન જિંદગીની અમુક કિંમતી પળો માણવાનું ચુકી ગયો છે. મનુષ્યનાં જીવનમાં અમુક એવી પરિસ્થિતિ પણ આવતી હોય છે, જે મનુષ્યને તેની આ ભૂલની પ્રતિતી કરાવે છે, પણ ત્યારે કદાચ એવું પણ બનતું હોય છે કે પોતાની ભૂલ સુધારવાની તક તેનાં હાથમાંથી રેતીની માફક સરી ગયેલ હોય છે.

સ્થળ : પટેલ સીરામીક કંપની.

સમય : સાંજનાં 5 કલાક.

અખિલેશ પટેલ એ "પટેલ સીરામીક કંપની" માલિક હતો, તેની આ કંપનીની યુનિક અને મનમોહક આકર્ષિત ડિઝાયનોને લીધે પુરા ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરેલ હતી. 

 આજ રોજ અખિલેશને જર્મની દેશમાંથી મળેલ ટાઈલ્સનો ઓર્ડર મોકલવા માટેનો છેલ્લો દિવસ હતો, આથી અખિલેશ આ ઓર્ડર સમયસર ડિલિવર થઈ જાય તે માટે તેનાં મેનેજર શર્મા સાથે ચર્ચા વિચારણા કરી રહ્યો હતો.બરાબર એ જ સમયે તેનાં મોબાઈલ ફોનની રિંગ વાગે છે.

"હેલ્લો !" અખિલેશ કોલ રિસીવ કરતાં કરતાં બોલે છે.

"જી ! સીટી પોલીસ સ્ટેશનેથી પી.આઈ શેખવા વાત કરી રહ્યો છું." અખિલેશને સામેની તરફથી ભારે અવાજમાં સંભળાય છે.

આ સાંભળતાંની સાથે જ અખિલેશનાં મનમાં એક સાથે ઘણાં બધાં પ્રશ્નો જેવાં કે, "કોણ હશે આ પી. આઈ. શેખવા ? શાં માટે તેઓએ મને ફોન કર્યો હશે ? શું કોઈએ મારી કે મારા કંપની પર ફરીયાદ કે કેસ કરેલ હશે ?" ઉદભવે છે.

"હા ! શેખવા સાહેબ...બોલો..!" અખિલેશ વિચારોની વમળોમાંથી બહાર આવી સ્વસ્થ થતાં બોલે છે.

"મિ. અખિલેશ સીટી પોલીસ સ્ટેશનમાં તમારા વિરુદ્ધ અમને એક ફરિયાદ મળી છે." પી.આઈ શેખવા પોતાની મૂળ વાત પર આવતાં આવતાં અલિલેશને જણાવે છે.

આ સાંભળતાંની સાથે જ અખિલેશની આંખોનાં જાણે મોતિયા મરી ગયાં હોય તેવી હાલત થઈ ગઈ હતી. "કોણે મારી ફરિયાદ કરી હશે ? શું ફરિયાદ કરી હશે ? શાં માટે ફરિયાદ કરી હશે ? આવા વિવિધ પ્રશ્નો હાલ ઉદભવી રહ્યાં હતાં.

"સાહેબ ! કોણે મારા વિરુદ્ધ ફરિયાદ કરેલ છે ? શું ફરિયાદ કરેલ છે ?" અખિલેશ એક જ શ્વાસે પી.આઈ. શેખવાને આવા ઘણાં બધાં પ્રશ્નો એકસાથે પૂછી લે છે.

"જી ! ફરિયાદી કોઈ બીજું નહીં પણ તમારો પોતાનો જ દીકરો રેહાન છે." પી.આઈ શેખવા અખિલેશને વધુ માહિતી આપતાં જણાવે છે.

"શું ? ના હોય..? મારો જ દીકરો થોડી મારા વિરુદ્ધ કોઈ દિવસ ફરિયાદ કરે ? રેહાન માટે તો હું સુપર હીરો છું." અખિલેશ અચરજ પામતાં પી.આઈ. શેખવાને પૂછે છે.

"મિ. અખિલેશ ! તમારે અત્યારે જ સીટી પોલીસ સ્ટેશને આવવું પડશે." પી.આઈ. શેખવા કડક શબ્દોમાં અખિલેશને ચેતવણી આપાતાં જણાવે છે.

"જી ! સાહેબ..હું અડધી કલાકમાં જ સીટી પોલિસ સ્ટેશને પહોંચું છું." આટલું બોલી અખિલેશ કોલ ડિસ્કનેટક કરી દે છે. ત્યારબાદ સામે ટેબલ પર પડેલ કારની ચાવી પોતાનાં હાથમાં લઈ મેનેજર શર્મા તરફ જોઈને જણાવે છે કે…

"શર્માજી ! મારે હાલ એક અગત્યનું કામ હોવાથી બહાર જવાનું થયેલ છે, કદાચ મારે આવવામાં મોડું થઈ જશે, માટે આજે રાતે જર્મનીવાળો ઓર્ડર તમે જોઈ લેજો, કોઈપણ સંજોગો કે કિંમતે એ ઓર્ડર આજે રવાના થઈ જ જવો જોઈએ." મેનેજર શર્માને આદેશ સાથે ચેતવણી આપતાં અખિલેશ જણાવે છે.

ત્યારબાદ અખિલેશ પોતાની હોન્ડા સીટી કાર વાગુવેગે સીટી પોલિસ સ્ટેશન તરફ ભગાવે છે, હાલ અખિલેશને ઘણાં બધાં પ્રશ્નો સતાવી રહ્યા હતાં, પરંતુ તે બધાં જ પ્રશ્નોનાં ઉત્તર અખિલેશને સીટી પોલિસ સ્ટેશને પહોંચ્યા બાદ જ મળે એમ હતું.

એ જ દિવસે 

સ્થળ : સેન્ટ થોમસ સ્કૂલ.

સમય : સવારનાં 10 કલાક.

રેહાનની સ્કૂલમાં આજે અન્યુલ ફંક્શન હતું, આ ફંક્શન દરમ્યાન સ્કૂલમાં ઘણાં બધાં કલચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું, આ ઉપરાંત સ્કૂલમાં નવાં આવેલાં વિદ્યાર્થીઓનું વેલકમ, અને ગયાં વર્ષે શાળામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પર આવેલાં વિદ્યાર્થીઓનાં સન્માન માટે ઈનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલ હતો. 

રેહાન આજે મનોમન ખૂબ જ ખુશ હતો, તેનું કારણ એ હતું કે ધોરણ 7 માં 98 ટકા સાથે તે સમગ્ર સ્કૂલમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ હતો. તેનું એક સપનું હતું કે હું સમગ્ર સ્કૂલનાં બધાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સામે સ્કૂલનાં પ્રિન્સિપાલનાં વરદ હસ્તે ઈનામ મેળવું, અને સ્ટેજની સામે બેસેલાં મારા માતાપિતા તાળીઓના ગડગડાટ અને આંખોમાં હરખની ચમક સાથે મારી આ સિદ્ધિને વધાવી લે.

 ધીમે ધીમે સ્કૂલનાં આ ભવ્ય કાર્યક્રમ આગળ વધવા લાગે છે, એક પછી એક ઈવેન્ટ સ્ટેજ પર રજૂ કરવામાં આવે છે. જ્યારે આ બાજુ રેહાન ચિંતાતુર ચહેરે ઓડિટોરિયમ હોલનાં દરવાજા તરફ મીટ માંડીને તેનાં માતા પિતાની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. જેવી રીતે ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાય જતાં હોય છે, તેવી જ રીતે હાલ રેહાનનાં ચેહરા પર ચિંતા અને વ્યાકુળતાની રેખાઓ હવે ધીમે ધીમે ઘટ્ટ બની રહી હતી. 

બરાબર એ જ સમયે સ્ટેજ પરથી એન્કર દ્વારા "નાઈ આઈ વુડ લાઈક તો ઈનવાઈટ વન ઓફ ધ અવર બેસ્ટ સ્ટુડન્ટ "રેહાન" વુ ગોટ 98 પર્સનટેજ એન્ડ સક્સેસફૂલી એચિવ ફર્સ્ટ રેન્ક ઈન અવર સ્કૂલ." આટલું બોલતાંની સાથે જ આખો ઓડિટોરિયમ હોલ તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યો. 

એન્કર દ્વારા બોલાયેલાં શબ્દો રેહાનનાં કાને પડતાની સાથે જ રેહાન એકદમ શોકાતુર થઈ ગયો હાલ તે પોતાની જાતને જ અમુક પ્રશ્નો વારંવાર પૂછી રહ્યો હતો, તેનાં મનમાં હાલ પ્રશ્નોનું એક ભવનડળ જેવાં કે, "શાં માટે મારા મમ્મી પપ્પા આ ફંક્શનના નહીં આવ્યાં હોય ? શું તેઓ ભૂલી ગયાં હશે ? શું તેઓ કોઈ કામમાં વ્યસ્ત બની ગયાં હશે ? તેઓ એવાં તે ક્યાં કામમાં રોકાય ગયેલાં હશે ? જે કામ તેઓ માટે તેનાં દીકરા કરતાં પણ વધુ મહત્વનું હશે ?" ઉદ્દભવેલ હતું.

મનમાં આવા ઘણાં બધાં પ્રશ્નો સાથે રેહાન માયુસ, ઉદાસ અને નિરાશ થઈને ધીમે ધીમે સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો, પોતાને અત્યાર સુધી 98 ટકા આવવાની ખુશીઓ હતી, તે હાલ એકદમ ફિક્કી લાગી રહી હતી. રેહાન આમ નિરાશા સાથે સ્ટેજનાં દાદરા ચડી જાય છે. દાદરા ચડ્યાં બાદ તે કદાચ તેનાં માતા પિતા આવી પહોંચ્યા હશે.. એ આશા સાથે ફરી એકવાર ઓડિટોરિયમનાં દરવાજા તરફ સ્ટેજ પરથી નજર કરે છે, આ વખતે પણ રેહાનને માત્ર નિરાશા જ હાથ લાગે છે.

હાલનાં સમયે

સ્થળ : સીટી પોલીસ સ્ટેશન.

સમય : સાંજનાં 6 કલાક.

અખિલેશ હાંફળા ફાંફળા થતાં થતાં સીટી પોલીસ સ્ટેશને આવી પહોંચે છે. સીટી પોલીસ સ્ટેશને પહોંચીને અખિલેશ જોવે છે કે પી.આઈ.શેખવા ખુરશી પર બેસેલ હતાં, તેની બરાબર સામે રહેલ ખુરશી પર રેહાન બેથેલ હતો. બરાબર એ જ સમયે રેહાનની મમ્મી શિલ્પા પણ ત્યાં આવી પહોંચે છે.

"રેહાન ! તે તારા પપ્પા વિરુદ્ધ ફરિયાદ કરી ?" શિલ્પા અચરજ સાથે રેહાનની સામે જોઈને પૂછે છે.

"હા ! મમ્મી..!" રેહાન પોતાની નજર ઝુકાવતા બોલે છે.

"પણ..! કેમ બેટા..? તારા પપ્પા તો તારા માટે સુપરહીરો છે ને ?" શિલ્પા હેરાની સાથે રેહાનની સામે જોઈને પૂછે છે.

"મમ્મી ! મારા પપ્પા મારા માટે સુપરહીરો હતાં, પણ હવે નથી...અને તમને પણ મારી કંઈ જ પડી નથી…!" રેહાન એક અલગ જ પ્રકારનો અણગમો વ્યક્ત કરતાં કરતાં બોલે છે.

"બેટા ! તું કહેવા શું માંગે છો ?" અખિલેશ રેહાનની સામે જોઈને પૂછે છે.

"મમ્મી પપ્પા ! તમને આજે ખબર છે શું છે ?" રેહાન ખાતરી કરવાં માટે અખિલેશ અને શિલ્પાને પૂછે છે.

રેહાન દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન સાંભળી શિલ્પા અને અખિલેશ મનોમન વિચારવા લાગે છે.

"રહેવા દો...તમને ક્યાંથી યાદ હોય..? તમને બંને તો માત્ર તમારી નોકરી... તમારી બિઝનેસ મિટિંગો..તમારા મિત્રોનાં જન્મદિવસ એવું જ યાદ હોય...પણ તમારા જ દીકરા રેહાનની સ્કૂલમાં આજે એન્યુલ ફંક્શન હતું એ તો ક્યાંથી યાદ હોય." રેહાન હતાશા સાથે અખિલેશ અને શિલ્પાને જણાવે છે.

"ટૂંકમાં રેહાને મને ફરીયાદ કરી હતી કે મારા માતા પિતાએ મારી ખુશીઓ અને મારું બાળપણ તેઓનાં બિઝનેસને કારણે મારાથી છીનવી લઈ ચોરી કરેલ છે, એટલે કે તમે સફળ બિઝનેશમેન, સફળ કર્મચારી, સફળ નાગરિક, સફળ પતિ, કે સફળ પત્ની બનાવમાં તો સો ટકા સફળ થયેલાં છો… પરંતુ આ બધામાં તમે "સફળ માતા પિતા" બનવાનું ક્યાંક ચુકી ગયાં છો." પી.આઈ. શેખવા અખિલેશ અને શિલ્પાને સમજાવતાં સમજાવતાં જણાવે છે.

"હા ! પપ્પા આ પોલીસ અંકલ એકદમ સાચું જણાવી રહ્યાં છે, જ્યારે મારી જ કોઈ વાત જેવી કે બહારગામ જવાની, કે વેકેશનમાં મામાનાં ઘરે જવાની, મારા મિત્રો સાથે સ્કૂલ પ્રવાસે જવાની, કે પછી મેળામાં ફરવા જવાની ત્યારે તમારી પાસે મારા માટે જરાય પણ સમય નથી હોતો. આજે સ્કૂલનાં એન્યુલ ફંક્શમાં મારા બધાં જ મિત્રોનાં મમ્મી પપ્પા આવેલાં હતાં જ તે, ભલે એ મમ્મી માફક સરકારી નોકરી કે પછી તમારી માફક મોટો બિઝનેશ નહીં પણ મજૂરીકામ કે પછી દુકાનદાર હતાં પણ તેઓ આવ્યા તો હતાં જ તે. મને સ્કૂલ તરફથી આપવામાં આવેલ સર્ટિફિકેટ માત્ર એક કાગળનાં ટુકડાની માફક પસ્તી જ બનીને રહી ગઈ હોય તેવું મને લાગી રહ્યું છે." આંખોમાં આંસુ સાથે રેહાન પોતાનાં અખિલેશ અને શિલ્પાબેનને જણાવતાં બોલે છે.

આ સાંભળીને અખિલેશ અને શિલ્પાને તેની ભૂલ સારી રીતે સમજાય ગઈ હોવાથી તે બંને રેહાનને આંખોમાં આંસુઓ સાથે ગળે વળગાડી લે છે. એક નાનકડા રેહાને આજે જાણે તેઓને જીવનનો મોટો બોધપાઠ શીખવી દીધો હોય તેવું અખિલેશ અને શિલ્પા અનુભવી રહ્યાં હતાં. જીવનની આ કોર્પોરેટ રેસમાં સફળતા મેળવવામાં ક્યાંય તેઓ ક્યાંયને ક્યાંક પોતાનાં બાળક રેહાનનું બાળપણ ક્યાંય ભરખી ગયેલ હતાં. 

આપણે પણ સફળતા મેળવવા પાછળ એટલાં બધાં અંધ બની જતાં હોય છે કે તેઓ પોતાનાં જીવનને સાચા અર્થમાં માણવાનું પણ ભૂલી જતાં હોય છે, જીવન આવતાં અમુક અમુક ખાસ અને યાદગાર પ્રસંગોને પણ તેઓ માણી શકતા નથી. હાલ દરેક માતા પિતાએ આ બાબત વિશે એકવાર શાંત ચિત્તે વિચારવાની જરૂર છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama