Ketan Bagatharia

Children Stories Drama Romance

3  

Ketan Bagatharia

Children Stories Drama Romance

એકતાનું બળ

એકતાનું બળ

1 min
158


એક નિશાળમાં બાળકો તેનાં ગુરુજીને સફાઈ કરતાં રોજ જોતાં. તે ગુરુજી જાતે શાળામાં સફાઈની કાળજી લેતાં. બાળકોને સ્વચ્છ શાળામાં મજા આવતી. પણ ઘરથી શાળાએ આવતાં આસપાસની ગંદકીથી બાળકો દુઃખી થઈ જતાં.

દેવાંશ પાર્થને આપણી આસપાસ કેટલી ગંદકી છે. મિતાંશી ને ભૂમિ, હા પણ આપણે શું કરી શકાએ ? મિતાંશ ચાલો આપણે ગુરુજી પાસે જઈએ. 

બધાં ગુરુજી પાસે જઈને વાત કરે છે. ગુરુજી કહે છે શાળામાં ગંદકી કેમ થાય છે ? બાળકો કહે છે કે વિદ્યાર્થીઓ દ્વારા. તેનો ઉપાય શું કર્યો ? બાળકો કહે જાતે સફાઈ. બસ એજ રીતે ઘર આંગણે સફાઈ તો વિસ્તાર ગંદકી દૂર થઈ જાય. આ માટે બધાએ ભેગા થઈને કાર્ય કરે તે જરૂરી છે. બાળકો કહે અમે સમજી ગયા ગુરુજી.

બીજા દિવસે સવારે બાળકો આંગણું અને આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી કચરો કચરાપેટીમાં નાખવાં લાગ્યાં. આ ધટના જોઈ આસપાસનાં લોકો પણ સફાઈ કરવા લાગ્યાં. આમ એક ઘર એક પડોશ ભેગાં મળીને વિસ્તાર ચોખ્ખો થઈ ગ્યો. બધાં ગુરુજી પાસે જઈને કહ્યું કે ગંદકીનો રાક્ષસ હણાયો. ગુરુજીએ બાળકોને સમજાવ્યું કે એક એક ઘર ભેગા મળીને અશ્ક્ય લાગતું કામ કરી શકે છે.


Rate this content
Log in