એક નિરાધાર પિતા !
એક નિરાધાર પિતા !
ડોક્ટર ઉમેશ અહીં અમેરિકામાં જન્મ્યો હતો પણ મમ્મી-ડેડીના સારા સંસ્કાર અને તેનામાં માનવતાના બીજ હતાં. આજ કાલ આવા સંસ્કાર ભારતમાં, ડોકટરોમાં ભાગ્યેજ જોવા મળે છે. તેની કલિનિક પર ઘણીવાર કોઈ પેસન્ટ ઈન્સ્યુરન્સ વગર આવે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એ પેસન્ટની ટ્રીટમેન્ટ ફ્રી અથવા નોમીનલ ચાર્જ કરી કરે.
આવો ઉમેશ એક ભલો-ભોળો અને માયાળું પિડીયાટ્રીસ્યન જેની સ્પેસ્યાલીટી ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ હતી. ઉમેશની પત્નિ મેરી તેની ક્લિનિકમાં નર્સ તરિકે ફરજ બજાવતી હતી.તે પણ એટલીજ માયાળું અને મળતાવડી હતી. ઉમેશ કરતાં પણ ભારતનો ઈતિહાસ, ભારતીય રહેણી કરણી વિષે તેણીને સારું એવું જ્ઞાન.
“ઉમેશ, આ દર્દીને તપાસ્યા બાદ આપણે આપણી આ બીજી લગ્ન તિથિમાં બહાર ખાવા જઈએ ?..”.
“જરૂર, તું આપણને બહુંજ ગમતું ઈટાલિયન રેસ્ટોરન્ટ.”રોમા ડાઈન ઇન”..નક્કી કરી દે..અને ત્યાં મજા પડી જશે…જરૂર..'
“સાહેબ,મહેરબાની કરી મારા બે વર્ષનો છોકરો આગળ રડતા બોલ્યો.એ ક્વાટર ગળી ગયો છે અને શ્વાસ પણ ભાગ્યેજ લઈ શકે છે. એ અહીંનો બ્લેક અમેરિકન હતો..એકનો એક છોકરો.
ઉમેશે એક પણ પળ ગુમાવ્યા વગર તેના બે વર્ષના દિકરાને સીધો રૂમમાં દાખલ કરી દીધો..મેરીએ તુરત માઈનર ઑપરેશન માટે તૈયારી આદરી બાજુની હોસ્પિટલમાંથી ડોક્ટર ગુપ્તા આવી લોકલ એનેથેસિયા આપ્યો. ઉમેશે સાવચેતથી ક્વાટર કાઢી નાંખ્યો. હસતાં હસતાં ડોક્ટર ઉમેશ બોલ્યો.
'મિસ્ટર બ્રાઉન, આ રહ્યો તમારો કવાટર.અને તમારો દીકરો બરાબર છે. જેવો એ ભાનમાં આવી જાય એટલે તમો ઘેરે જઈ શકો છે.'
‘મિસ્ટર, બ્રાઉન, આ તમારું બીલ, કેશ કે ચાર્જ કાર્ડે ?” ઓફીસની કેશિયર મીસ પિટરસન આવી કહ્યું. ૨૦૦૦ ડૉલર્સ ઉપરનું બીલ હતું. “મેમ, મારી પાસે તો એક પૈસો પણ નથી..મારી પાસે ક્રેડીટ કાર્ડ પણ નથી. હું જોબ વગરનો છું. ઘરમાં સેન્ડવીચ ખાવાના પણ પૈસા નથી.”
ઉમેશ અને મેરી આ વાત સાંભળી રહ્યાં હતાં. ડોક્ટર ઉમેશે મીસ પિટરસનને કહ્યું, “મિસ્ટર બ્રાઉન, તમે તમારા દિકરાને ઘેરે લઈ જઈ શકો છે..એ બરાબર છે.
મીસ્ટર બ્રાઉનની આંખ છલકાઈ ગઈ. ”થેન્ક્યું…થેન્ક્યું”
કહી તેના દિકરાને લઈ ઘર તરફ રવાના થઈ ગયો.
મેરીએ ઉમેશને કહ્યું…”તમને ખબર છે તે કોણ હતો ? યાદ છે..?” “.હા..હની..મને બરાબર યાદ છે. બે વીક પહેલાં કલિનિકમાંથી આપણે બહાર નિકળતા હતાં ત્યારે સાંજે આપણાંજ પાર્કિગ લૉટમાં મને ગન બતાવી મારું વૉલેટ છીનવી ગયો હતો. જેમાં મારા ૨૦૦ ડોલર્સ હતાં…”
”તમે જાણતા હતાં તોયે પૉલીસને જાણ….”
“પ્રિયે, આ વખતે એ ચોર નહોતો. આ વખતે એ એક નિરાધાર પિતા હતો."
