Manishaben Jadav

Tragedy Inspirational Children

4.8  

Manishaben Jadav

Tragedy Inspirational Children

એક ભૂલ

એક ભૂલ

2 mins
328


આનંદ અને વિશાખા એક શહેરમાં રહેતા હતા. આનંદ એક કંપનીમાં કામ કરે. જ્યારે વિશાખા એક ગૃહિણી તરીકેની જવાબદારી સંભાળે તથા બાળકોને સાચવે. તેમને બે સંતાન. રોહિત અને મયુર.બંને ભણવામાં હોંશિયાર.

આનંદનો જન્મદિવસ આવી રહ્યો હતો. મયુર અને રોહિત કંઈક સરપ્રાઈઝ આપવા માંગતા હતા. બંનેએ સાથે મળીને પપ્પાના જન્મદિવસ માટે સુંદર ઘર શણગાર્યું. કેક બનાવી. મમ્મીની મદદથી તેમને ભાવતી રસોઈ બનાવી. ગિફ્ટ લઈ આવ્યા. પપ્પાના દરેક મિત્રોને આમંત્રણ પાઠવ્યું.

"આવ્યો જન્મદિન પપ્પાનો

દિન આવ્યો રે મજાનો

ચાલને કંઈક દઈએ સરપ્રાઈઝ

દિન આવ્યો રે મજાનો"

તેના પપ્પા આ વાતથી સાવ અજાણ હતા. તે તો રોજની જેમ સવારે કંપનીમાં બાઈક લઈ કામ પર જતાં રહ્યા. છેક રાત્રે અગિયાર વાગ્યે ઘેર આવે. બંને પુત્રોએ પાર્ટીનું આયોજન છે વાગ્યાનું કરેલ. પપ્પાને સરપ્રાઈઝ આપવી છે. માટે તેમણે મમ્મીને કહ્યું, "મમ્મી.... મમ્મી..... તું ફોન કરીને કહે પપ્પાને કે મયુરનો અકસ્માત થયો છે તમે જલ્દી ઘરે આવી જાવ. વિશાખા બેન આ વાત માટે રાજી ન હતા.

   પરંતુ મયુર અને રોહિત જીદ કરવા લાગ્યા. વિશાખાબેન તેમની આ જીદ સામે હારી ગયા. તેમણે કોલ કર્યો. આનંદભાઈ આ વાત સાંભળીને જાણે હોંશ જ કોઈ બેઠા. બાઈકને ફૂલ સ્પીડમા ચલાવતા કાર સાથે અથડાતા ભયંકર અકસ્માત થયો. આનંદ ભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

વિશાખાબેન પર ફોન આવ્યો. પાર્ટી એકબાજુ પર રહી. બધા તરત જ હોસ્પિટલમાં પહોંચ્યા. એક નાનકડી જીદ આટલી મોંઘી પડશે એવું વિશાખાબેને સ્વપનમાં પણ નહોતું વિચાર્યું.

આનંદભાઈ થોડીવાર ભાનમાં આવ્યા. વિશાખાબેન અને બંને પુત્રો સાથે વાત કરી. કહ્યું," મારી જિંદગી આટલી જ હતી. હું વધારે તમારો સાથ આપી શકીશ નહિ. તમે સૌ એકબીજાનો ખ્યાલ રાખજો." આટલું કહી, આનંદભાઈ તો સ્વર્ગે સીધાવી ગયા.

વિશાખા અને તેના બાળકો માટે જીવનભરનો પસ્તાવો મુકતા ગયા. એક નાનકડી ભૂલના પરિણામે તેઓ આનંદભાઈ ગુમાવી બેઠા.

"ઘર બન્યું રે સુનું સુનું

જીવનમાં થયું અંધારું

તમ વિનાનું જીવન અમારું

કેમ કરીને પસાર કરશું"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy