Bhavna Bhatt

Others

3.4  

Bhavna Bhatt

Others

એ મિત્રો

એ મિત્રો

1 min
83


આણંદ જિલ્લામાં આવેલું નાનું ગામડી ગામ.

આશરે પિસ્તાલીસ વર્ષ પહેલાંની વાત છે.

એમાં એક જ ફળિયામાં રહેતી આરતી, નંદા, ગીતા, બિન્દુ, હિના, આવી મિત્રોની ટોળકી હતી. ભણતર સાથે ગણતર ને રમત ગમત માણતાં હતાં.

રવિવારે મહિલા ક્રિકેટ ટીમ અને છોકરાઓની ટીમ વચ્ચે દશ દશ રૂપિયાની મેચ રમાતી જે ટીમ વિજેતા બને એ રૂપિયા જીતી જાય.

એ નિખાલસ મિત્રોની ટોળકી ગામમાં પણ નાનાં મોટાં તહેવારો દરમિયાન આગળ રહીને સુંદર આયોજન કરતાં અને આણંદ જઈને નાની મોટી જરૂરિયાત મુજબ વસ્તુઓ લઈ આવતાં હતાં.

આમ તો આ મિત્રોની ટોળકી બધું જાતે જ બનાવી લેતાં હતાં.

કંઈ પણ જૂની વસ્તુઓ લઈને એને શણગારવામાં ઉપયોગમાં લેતાં હતાં.

નાનપણથી જ રમત ગમત સાથે રૂપિયાની બચત કેમ કરવી એ પાઠ વડીલો પાસેથી શીખીને અમલ કરતાં હતાં ને બિન ઉપયોગી વસ્તુઓ ખરીદતાં નહીં.

આ મિત્રોમાં એવી પાક્કી મિત્રતા હતી કે ભણી ગણીને પોતપોતાની કારકિર્દી તરફ આગળ વધી ગયાં પણ જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એક ફોન કરીને મિત્રો સાથે એ સમસ્યાનું સમાધાન શોધી લેતાં.

આવી ગાઢ મિત્રતા છતાંયે ક્યારેય કોઈને કોઈનાં ઘરે જવાનું બનતું નહીં.

પણ વર્ષમાં એક વખત આ મિત્રોની ટોળકી ગમે તે એક જગ્યાએ ભેગા થાય અને જૂની વાતો યાદ કરીને મોજ મસ્તી કરતા ને જમીને છૂટાં પડતાં.

આ મિત્રોમાં બિન્દુ, પલ્લવી ને ભાવના ને હેમલતા, શોભના હજી પણ સમય સમયે મળે છે.

આવી નિખાલસ ને નિર્મળ મિત્રતા હવે જોવાં મળતી નથી.


Rate this content
Log in