દયાની જીત
દયાની જીત
દયાની જીત.
ધુમ્મસ ભરેલા સોબીબોર ( Sobibor ) કેમ્પમાં સૂર્ય કદીય પૂરો ઉગતો નહતો. દરેક સવાર એનેક નવી મોત લાવતી. ગેસ ચેમ્બરની ધૂળ, ધુમાડો અને માનવ ચીત્કાર વચ્ચે,જર્મન સૈનિકો માત્ર ગણતરી કરતા કે હવે બાકી રહેછે, હવે ગાયબ કરવાનાં.
બીજું વિશ્વ યુદ્ધ તેના આખરી તબ્બકે હતું.લુમાં એક યહૂદી જુવાન સ્ત્રી, આંખોમાં અઢળક આંસુ પણ હૃદયે શાંતિ કાયમ રહેતી.કોઈ સ્કૂલ કોલેજ મા ભણવાતો તે જઈ શકી નહતી, પરંતુ તેના હાથમાં કુદરતે અદભૂત નિપુણતા આપેલી હતી.એ પકડાઈ, તે પહેલાં વોર્સામાં સર્જન હતી. પરંતુ અહીં સોબીબોર કેમ્પમા, તેની ઓળખ હવે કેદી નંબર 47-L સુધી સીમિત હતી.તેના સીવાય કોઈને ખબર નહોતી કે એ સર્જન છે.
એનાં સામાન્ય દેખાતાં હાથ રોજ રાતે ,પોતાના મનનાં કૅન્વાસમા એ માનવ શરીરનો નકશો દોરતી. અને તેના અનુભવને પાકા કરતી.જેમ કે એ વૈદિક જીવનને યાદ રાખવા માટે સંઘર્ષ કરી રહી હોય.
કેમ્પમાં સર્જન્ટ ઓક્સફર્ડ નાઝી કમાન્ડર હેઠળ ફરજ બજાવતો હતો. તે માનતો કે ફરજ એટલે, કેવળ આંધરુ આજ્ઞા પાલન.;
જુવાન લુમાંનો હજુ ગેસ ચેમ્બરમા નંબર આવ્યો નહોતો લાગ્યો . કામનીય કાયા વાળી લુમાં ક્યારેક એના સપનામાં આવતી રહેતી .
એક દિવસ, ટોળા ભેગી,એક નાની છોકરીને ઓક્સફર્ડને ગેસ ચેમ્બરમાં ધકેલતા લુમાં જોઈ ગઈ. તે સમયે લુમાંની આંખનાં વહેતા આંસુ જોઈ તે ઠરી ગયો. લુમાનો ઘૃણા ભરેલો ચહેરો, અને તેની સજળ આંખો. હવે એ જ આંખો સતત તેના દિમાગમાં દિવસ રાત ઘુમતી હતી.
હવે એ લુમાંને એક તરફી માનોમન ચાહવા પણ લાગ્યો હતો . લુમાંની શાંત, નિર્વિકાર, પણ આંખોમાં એવી દયા જે, તેનામાં રહેલ માનવીને પણ શરમાવી રહેતી હતી .
એક બપોરે રશિયન વિમાનોએ Sobibor પર હુમલો કર્યો.કમાન્ડર એલેક્સના શરીર પર ગોળી વાગી. ખભાથી પેટ સુધી. રક્ત વહેતું હતું, અને કેમ્પમાં કોઈ ડૉક્ટર હાજર નહોતો.ઘાયલ કમાન્ડરનાં અંતિમ શ્વાસ ચાલતા હતા.દરેકને ડર હતો , જો કમાન્ડર મરી જશે તો કાલે ગોઝારી ગેસ ચેમ્બરમા તેઓનો વારો નક્કી છે.
ઓક્સફર્ડ ચિંતામા હતો, ત્યાં લુમાં ધીમા પગલે આવે છે. તે કમાન્ડર ને ઘાયલ જોઈ ચોધાર આંસુએ રડતી હોય છે.
આ જોઇ,ઓક્સફર્ડ ને નવાઈ લાગે છે. દુશ્મન ને તડપતો જોઈ કોઈ કેવી રીતે રડી શકે તે તેની સમજની બહાર હતું. તે લુમાંને બોલાવે છે.
તુ કેમ રડે છે.
લુમાં થોડી ક્ષણ ચૂપ રહી. તેના હાથ સરવળી રહ્યા હતા, પરંતુ આંખોમાં ધીરજ હતી. તે બોલી;
"દરેક આંસુ પોતાના દર્દ નાં નથી હોતા ";
;તું, કહે હું કંઈક મદદ કરું.તારા સાહેબને બચ્ચાની શકુ છુ .જવાબની રાહ જોયા વગર ,તેણે માત્ર સુતરની દોરી,ગરમ પાણી અને શેવિંગ બ્લેડથી સર્જરી શરૂ કરી.કલાકોની મથામણ પછી, એક પળે બેભાન એલેક્સના હોઠોમાં જાન આવે છે.તેના શ્વાશ નિયમિત થાય છે. અને એલેક્સ બચી જાય છે.
અઠવાડીએ કમાન્ડર એલેક્સ જાગે છે. એને ખબર પડે છે કે એનું જીવ એક યહૂદી સ્ત્રીને કારણે બચ્યું છે.ક્રોધથી એનું ચહેરો લાલ ગુમ થઈ જાય છે.પોતે વટલાઈ ગયો હોય એવું અનુભવે છે .
એક યહૂદી ડૉક્ટર? અને તેના અશુદ્ધ હાથે મારી જીવન દોર બંધાઈ?..સતત તે વ્યથિત હતો .કોરી આંખે તે તરત આજ્ઞા આપે છે.ઓક્સફર્ડ અને લુમાંને કેદ કરો. કોર્ટ-માર્શલ પછી ફાંસી.જાહેર થાય છે , સજા સાંભળી ઓક્સફર્ડ ઢીલો થયો , પણ લુમાં સ્મિત કરે છે.
"જેઓ જીવન આપે છે, તેઓને મોતનો ડર સતાવતો નથી હોતો. જે જન્મ્યું તે ક્યારેક તો મરે છે ."
જેલના અંધારા ખૂણામાં ઓક્સફર્ડ બેઠો છે.તેની બેરેકમા જ લુમાં પણ સાથે હોય છે.ઓક્સફર્ડ તેના હાથની નસ કાપવા વિચારે છે.બ્લેડ પકડેલ તેનો હાથ ધ્રૂજતો હોય છે. ઓક્સફર્ડ પોતે જર્મન હોવા ઉપર,તેને તીરસ્કાર આવે છે. તે આખરે રડી હિબકે ચડે છે.;તેના ડુસકા સાંભળી લુમાં તેને તેમ કરતા રોકી કહે છે.
હિમ્મત રાખ.."ઓક્સફર્ડ,જયારે હેવાનિયત તેની સીમા વટાવે, તયારે દયા જ સાચો વિદ્રોહ છે."
એણે, આંગળીએ બચકું બર્યું, અને લોહી નિતારતી આંગળીએ બેરેકની દીવાલ પર મોટા અક્ષરે,તેનાજ લોહીથી લખ્યું.
Vergebung — ક્ષમા.
અંતિમ પ્રભાત
આજે દસમી મેં અને વરસ 1945 અને ગુરુવાર હતો. આં સવારે બંનેને ફાંસીના માચડે લાવવામાં આવે છે.
લુમાં એક નજરે બાજુમાં રહેલી ગેસ ચેમ્બરની ચીમની સામે જુવે છે અને અસમાનમા એક નજર નાંખે છે. તેની શાંત નજરમાં કુદરત પર તેને ઘૃણા નહતી. કે નહતી કે નહતી કોઈ ફરિયાદ કમાન્ડર પર. તેની નજરમાં માત્ર કરુણા છાલાકાતી હતી.
ગેસ ચેમ્બરની ચીમની થી ધુમાડો હજુ વહેતો હોય છે. પ્રભુ પાસે જનાર તે પહેલી કે એકલી નહતી.
જલલાદે પહેલા તેને માથે ટોપી પહેરાવતો હોય છે, ત્યારે એ અપલક નજરે ઓક્સફર્ડને નિરખે છે, તેની આંખમા પણ આંસુ ટપકતાં જોઈ લુમાને જીવ્યું સાર્થક લાગે છે .
ત્યારે જ એક ખેપીઓ દોડતો કમાન્ડર પાસે આવે છે, અને એક ટેલિગ્રામ આપે છે.
યુદ્ધ સમાપ્ત! જર્મનીએ સમર્પણ કર્યું.
કમાન્ડર નત મસ્તકે ફાંસી અટકાવે છે.ઓક્સફર્ડ, હવે શાંત પડેલા કમાન્ડર સામે જોઈ સ્મિત કરે છે. સ્વગત બોલે છે.
" લુમાં તું સાચી પડી…!!!"
યુદ્ધે સમર્પણ કર્યું, પણ દયાએ નહિ.
લુમાં આકાશ તરફ જુએ છે.તેના જોડાયેલા હાથ હજી કંપી રહ્યા હતા. પણ એ હાથ હવે મૃત્યુ સમયની પ્રાર્થના માટે નહિ, પણ જીવનનું પ્રતિક બની ગયા હતા. કમાન્ડરની આંખમાં પણ આંસુ હતા, એક નિર્દોષને મરતા બચાવાનાં.
વર્ષો પછી Sobibor ના સ્મારકની સામે એક વૃદ્ધ યહૂદી સ્ત્રી ઉભી છે.એની હાથમાં એક નાનકડા કાગળનું બેનર છે.
જેનાં પર લખેલું છે." બીજાના દર્દમાં પણ ક્યારેક આંસુ જીવંત બનતા હોય છે"
વાંચન વિશેષ :-
જર્મન શબ્દ “Vergebung” (ગુજરાતી મા ઉચ્ચાર: ફેર-ગે-બુંગ), તેનો અર્થ છે.
માફી, ક્ષમા, અથવા forgiveness અંગ્રેજીમાં.
અટલેકે,Vergebung એ જર્મન ભાષા મા કોઈની ભૂલને દિલથી માફ કરવાનું દર્શાવે છે — માત્ર શબ્દોમાં નહીં, પણ આંતરિક શાંતિ સાથે.
ડિસ્કલેમર
આ કૃતિ એક કલ્પિત વાર્તા છે, જે બીજું વિશ્વ યુદ્ધ અને સોબીબોર નસ કેમ્પના ઐતિહાસિક સંદર્ભોને આધારે રચાઈ છે. તેમાં દર્શાવેલ પાત્રો, સંવાદો અને ઘટનાઓ લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
આ વાર્તાનો ઉદ્દેશ માત્ર માનવતાની ઊંડાણ, દયા અને ક્ષમાની શક્તિને ઉજાગર કરવાનો છે—કોઈ જાતિ, ધર્મ, રાષ્ટ્ર કે વ્યક્તિની નિંદા કે મહિમા કરવાનો નથી.
કૃપા કરીને નોંધો કે આ કૃતિમાં દર્શાવેલ દ્રશ્યો અને સંજોગો સંવેદનશીલ હોઈ શકે છે. તે વાંચકને માનવ ઇતિહાસના અંધારા તબક્કા તરફ દૃષ્ટિ આપીને, કરુણા અને શાંતિના માર્ગ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે.
