Girimalsinh Chavda "Giri"

Children Drama Thriller

2.1  

Girimalsinh Chavda "Giri"

Children Drama Thriller

દોસ્તી- પ્રેરણાનું ઝરણું

દોસ્તી- પ્રેરણાનું ઝરણું

6 mins
2.4K


દોસ્તી એટલે કે જીવનની એક એવી શરૂઆત કે જેના દ્વારા આપણે આપણી જિંદગી સફળ બનાવી શકીએ છીએ, અને નિષ્ફળ પણ દોસ્તી અને જીવનનું મહત્વનું પહેલું સાબિત થાય છે. જેમ આપણે આપણી જિંદગીની આગળ વધતા જતા હોય છે તેમ તેમ દોસ્તી પણ તેનો ભાગ ભજવતી જ હોય છે.

દોસ્તી એવી વસ્તુ છે કે જેનું કશું મૂલ્ય આંકી શકાય તેમ નથી.

ગામની ભાગોળે અમારી માધ્યમિક શાળા આવેલી. જેમાં હું અને રાજેશ બંને સાથે ભણતા અને સાથે મસ્તી કરતા. મારી અને રાજેશની મુલાકાત ત્યાં થઇ હતી. જ્યારે અમે દસમા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે.

ત્યારે દોસ્તીની કિંમત‌ કેટલી હોય છે તે ખબર નથી પણ એ જ દોસ્તી જીવનની અંદર એક નવી શરૂઆત બનીને પણ મારી સમક્ષ ઉભી રહે છે, એની મને જાણ નહોતી.

રાજેશ અને અમે બંનેને સાથે એક જ બેંચ ઉપર બેસી ભણીએ, બંને એકબીજાને મદદ કરતા, બંનેને એક-બીજાને આપેલું લેસન હું અને રાજેશ બંને સાથે મળીને તેને લખીએ. હું તેની સાથે સાથે મારુ લેસન પૂરું કરી નાખતો.

રાજેશ અને મારી દોસ્તી એટલે દિવસ થી રાત સુધીની સફર નો સાથે, અમે બંને સાથે જ જોવા મળીએ, અને સાથે જ પોતાના શાળાની સામે આવેલા ઝાડ નીચે જઈને પોતાનો નાસ્તો કરતા.

રાજેશ હોસ્ટેલમાં રહે, તો તેની સાથે તે પોતાના મમ્મીના હાથમાં બનાવેલો નાસ્તો લઈને આવતો અમે બંને સાથે મળીને પોતાનો બંનેનો નાસ્તો જમીએ.

રાજેશ જાતે હરીજન અને હું જાતે રાજપુત. ઘણા બધા લોકોને આ ગમતું નહીં એક રાજપૂત છોકરાં સાથે કેવી દોસ્તી નિભાવે છે, લોકોને ક્યાંક ને ક્યાંક આંખમાં કંકરની‌ જેમ ખટકતું રહેતું.

મને કહેતા રહેતા કે : "તું એક રાજપુતની જાત છો અને તારે એક હરિજનની પછાત છોકરા‌ સાથે દોસ્તી ન રાખવી જોઈએ, તું એની સાથે છોડીને આપણા રાજપુત છોકરાઓ જોડે દોસ્તી રાખ."

ત્યારે મને એવું થતું કે આ જાત-પાતના જો ભેદભાવ ન હોત તો કેવું સારું હોત દોસ્તી ને પણ કલંક ન લાગે, અને દોસ્તી એક જીવન બનીને રહી જાય.

આવા ઘણા જાતભાતના ભેદભાવો અત્યારે પણ આપણે વેઠી રહ્યા છે આ જાતના ભેદભાવ દૂર કરી એકતાના પ્રતિક સાથે રહેવું જોઈએ. એકતાનો ભાવ‌ પણ સફળતામાં આગવો ભાગ તરીકે કામ કરે છે સાથે મળીને કરેલું કાર્ય હંમેશા પૂર્ણ થતું આવ્યું છે.

આમ મારા અલગ વિચારસરણી દોસ્તોને અવગણીને પણ હું રાજેશ સાથે‌‌ રહ્યો, આમ દિવસો જવા લાગ્યા દસમા ધોરણની બધા જ પ્રકારની માયાજાળ પરીક્ષાઓ સાથે પાસ કરીને આગળ વધવા લાગ્યા, રાજેશ અને હું બંને જાણે કે પોતાનો સફળતાનો રસ્તો સાથે જ નક્કી કરી લીધો હોય એમ મને લાગતું.

હું તેને હંમેશા કહેતો કે : "રાજેશ જોજે આપણી દોસ્તીનો એક દિવસ રંગ લાવશે", "જયારે જયારે તને મારી જરૂર પડે ત્યારે ગભરાયા વગર મને બોલાવી લેજે મને યાદ કરી લે છે હું તારી સમક્ષ આવીને ઉભો રહીશ."

બંને પોતપોતાના સાથે રહેવાના વચનો આપી અને દિવસ ની

નવી શરૂઆત કરીએ.

હું એક દિવસ રાજેશને મારા ઘરે લઈ ગયો. મમ્મીએ અમને બંનેને કેરી સુધારીને જમવા માટે આપી. તે દિવસે તેને એવું લાગ્યુ કે હું હરીજનની જાત મોટા લોકોની સાથે કેમ જમીશ પણ મેં તેને કહ્યુંઃ

"કે ભાઈ દોસ્તની અંદર જાત-પાત હું જોતો નથી આપણી દોસ્તીની અંદર હું જાત-પાતની આ સમસ્યાને પ્રવેશવાનો મોકો નહી આપીશ, તું હમેશા મારે ઘરે મારો દોસ્ત બનીને આવીશ નહીં કે હરિજન તરીકે."

થોડા દિવસોમાં ૧૦ ધોરણની બોર્ડની એક્ઝામની તડામાર તૈયારી અમે સાથે કરવા લાગ્યા અને બંને સાથે ૧૦ ધોરણની એક્ઝામ આપી સારા પર્સન્ટેજ મેળવી લીધા.

"ભાઈ હવે તો આપણા બંનેનો રસ્તાઓ અલગ પડી જશે તારે આગળ જઈને શું કરવું છે."

રાજેશ એ મને પૂછ્યું. મેં કહ્યું "મારે આગળ જઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે. "

અને મેં તેને સામે વળતો સવાલ કર્યો: "તારે શું બનવું છે."

"ત્યારે તેણે મને તેના અંતર આત્માના ઊંડાણ સાથે મને જવાબ આપ્યો કે મારે એક આર્મી ઓફિસર બનવું છે."

મારું સપનું છે. હું તેની આંખોમાં જોતો જ રહ્યો અને તેની આંખોમાં તે સપનું જોઈ રહ્યો હતો કે એક દિવસ આ છોકરો તે સપનાંને પુરુ કરીને જંપશે.

૧૦ ધોરણની એકઝામ પાસ કરી બંને વિચાર લાગ્યા કે હવે આપણે આગળ શું કરવું જોઈએ ને કહી દીધું કે: "મારે કોમર્સ કરવું છે અને તેના પછી હું કોમ્પ્યુટર કોલેજ કરી લઈશ"

રાજેશ એ કીધું " હું પણ કંઇક એવું જ વિચારું છું." અને પછી "આર્મીની અંદર ભરતી આવશે ત્યારે તેની પરીક્ષા આપી તેમાં નોકરી લઈ લઈશ અને મારું સપનું પૂરું કરીશ."

આમ અમારી સફળતાની રાહને પકડીને મેં કોમર્સ એડમિશન લઈ લીધું. ધોરણ ૧૨ ની એક્ઝામ સારી રીતે પૂર્ણ કરી સારી એવી ટકાવારી સાથે અમે આગળ નીકળવા લાગ્યા.

મને થયું એવું લાગે છે હું મારી દોસ્તી ને ભૂલવા લાગ્યો રાજેશ ને ભૂલવા લાગ્યો છું. એક દિવસ ફોન કરીશ શું કરે છે? આ બધાં સવાલોના જવાબ મારે તેની પાસે મેળવવા હતો.

તેની હોસ્ટેલ માં જઈને તેના સંચાલક પાસેથી તેના ઘરના નંબર મેળવી લીધા અને તેના ઘરે ફોન કર્યો ત્યારે મને જાણ થઇ કે રાજેશ મોટા "ડિપ્રેશનમાં" જતો ‌રહીયો છે ૨ વર્ષથી.

ન તો કોઈની સાથે બોલે છે, ન તો કોઈની સાથે વાતચીત કરે છે, તેના મમ્મીએ મને કહ્યું "બેટા રાજેશ તો બે વર્ષથી કશું કરતો જ નથી તે ખૂબ જ ડિપ્રેશનમાં છે‌. તે પોતાની જાતને એક રૂમમાં પૂરી ને રાખે છે."

એકલૂ જીવન જીવે છે અને કોઈની સાથે વાત પણ નથી કરતો. અમારી સાથે પણ નહીં, તે બધું જ ભૂલી ગયો છે અમને પણ ક્યારેક-ક્યારેક ઓળખતો નથી એમ લાગે છે, ડોક્ટરને બતાવી જોયું તો તેમણે કહ્યું "યાદદાસ્ત" ખોઈ બેઠો છે.

મને આ બધું સાંભળીને ખૂબ દૂ:ખ થવા લાગ્યું, બેબાકળો થઇ ગયો. એવું તો શું થયું પછી મને ખબર પડી કે બહારના લોકોની વાતો ના લીધે, કોઈ કંઈ કે કોઈ કહેતું કે કોમર્સ કોઈ કહેતું કે કોઈક નવો કોર્સ કરી લે અને ‌તેના માતા-પિતાના સપનાંઓ પણ તેના પુત્ર ના ઘણા મોટા હતા. આવી બધી બહારની અને ઘરની વાતો ના પ્રહારને લીધે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

મેં માસી વાત કરી ને કહ્યું ‌: "મારી વાત રાજેશ સાથે કરાવજો હું તેની સાથે વાત કરીશ. મને લાગે છે તે મને ઓળખી જશે." અને પહેલાની જેમ વર્તવા લાગશે અને પોતાની જાતને કહેશે કે હું કોણ છું."

એને કહેજો કે "ગિરિમાલ" નો ફોન આવ્યો'તો તને યાદ કરતો'તો. તું શું કરે છે ભણવાનું કેવું ચાલે છે આ બધું પૂછતો હતો."

બીજે દિવસે મે રાજેશની સાથે ફોનમાં વાત કરી અને તેને જણાવ્યું ઓળખે છે કે ભાઈ "હું કોણ છું" ત્યારે તેના મમ્મી-પપ્પાએ તેના મોઢામાંથી પહેલીવાર કોઇ વ્યક્તિને ઓળખતો હોય એવો ચહેરો જોયો. તે તેના લથડીયા ખાતા શબ્દો સાથે તે બોલ્યો : "યાર તને કેમ ભુલાય તું તો મારો જીગર જાન દોસ્ત બોલી રહ્યો છે."

મારી આંખોમાં આંસુ આવી ગયા અને તેને મમ્મી-પપ્પાના આંખોમાં પણ આંસુ આવી ગયા.

મને હતું જ કે તે "તું મારી સાથે વાત કરીશ". "મને અત્યારે કઈ સુજતું નથી ભાઈ શું કરવું છે શું નથી કરવું."

મેં એને સમજાવી ઓ‌ તેને કહ્યું: માણસને ઘણા બધા સંજોગો અને સમસ્યાઓનો સામનો કરી આગળ નીકળવું પડે છે. "તારે પણ નીકળવું છે તારું સપનું એક આર્મી ઑફિસર બનાવવાનું છે, તારે બહારના લોકોની વાતો સાંભળીને ડરી જવાની જરૂર નથી.

હવે પોતાની જાતને આગળ વધારવાની છે. "તો ચાલ કરી દે કાલથી જીવનની નવી શરૂઆત આપણી દોસ્તી નામે અને આગળ ચાલ પોતાના જિંદગીને લઈ નવા રસ્તા તરફ આગળ."

આમ મારી વાત રાજેશ કાનથી લઈ અંતર આત્મા સુધી પહોંચી ગઈ તે જાગી ગયો.

થોડા સમય બાદ મને તેના પપ્પા નો ફોન આવે છે કે હવે રાજેશ નોર્મલ હાલતમાં છે તે પહેલા જેવો થઈ ગયો છે.

"તારી સાથે કરેલી ફોનમાં વાત પછી તે પૂરો બદલાઈ ગયો છે."

મેં કહ્યું મેં તેમને કહ્યું : મેં તેને બદલ્યો નથી પણ મારી અને તેની દોસ્તીએ તેને બદલ્યો છે.

અને તે કહેવા લાગ્યા:

"તારા એક ફોનને કારણે મારા દીકરાની જીંદગી બદલાઈ ગઈ તેને બધું જ યાદ આવવા લાગ્યું છે, તે હવે અમારી સાથે સમય વિતાવે છે અને પોતાના જિંદગીના સપના અમને જણાવીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે." અને તેના આર્મીના સપનાને પૂરી કરવા જઈ રહ્યો છે તે પોતાની બધી જ મહેનત તેમાં આપી રહ્યો છે અને મને લાગી રહ્યું છે કે તે તેના સપનાથી દુર નથી.

૧ વર્ષ પછી મને રાજેશનો ફોન આવે છે, "થેન્ક્યુ ભાઈ"

તારા કારણે હું એક આર્મી ઑફિસર છું, હું તારો જિંદગીભર આભારી રહીશ અને સદાય આપણી દોસ્તીને યાદ કરતો રહીશ."

મેં તેને કહ્યું:

"ભાઈ મેં તો કાંઈ નથી કર્યું આપણી દોસ્તીની તાકાત છે જેને આપણેને જોડી રાખ્યા છે અને એકબીજાની મદદ કરવા માટે તત્પર રાખે છે."


Rate this content
Log in

Similar gujarati story from Children