BHARATCHANDRA SHAH

Comedy Others

3  

BHARATCHANDRA SHAH

Comedy Others

દિવાળીની અનોખી ઉજવણી

દિવાળીની અનોખી ઉજવણી

9 mins
146


આ વાર્તા સંપૂર્ણતા કાલ્પનિક છે. વાર્તાના કિરદારોના નામો,સ્થળો,ઘટનાઓ બધું જ કાલ્પનિક જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સંબંધ નથી. અને જો હોય તો તે એક સંજોગ હશે. અને વાર્તા પોતાનું જ સર્જન હોઈ મનોરંજન માટેજ લખાયેલી છે.

કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે.

લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા કરવામાં આવે છે.

દિવાળી એટલે 'દીપકોની શ્રૃંખલા' 'દિવાળી' સંસ્કૃતના બે શબ્દો ભેળવી બનેલો શબ્દ છે. જેમાં એક શબ્દ છે 'દીપ' એટલે કે 'દીપક' અને 'આવલી' એટલે કે 'લાઈન ' અથવા 'શ્રૃંખલા' જેનો અર્થ થાય છે 'દીપકોની શ્રૃંખલા' દીપકને સંકન્દ પુરાણમાં સૂર્યના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરનારુ માનવામાં આવ્યુ છે.

દેશના કેટલાક હિસ્સાઓમાં હિંદુ દિવાળીને યમ અને નચિકેતાની કથા સાથે જોડીને પણ જોવામાં આવે છે. 7મી શતાબ્દીના સંસ્કૃત નાટક નાગનંદમાં રાજા હર્ષે તેને દીપ પ્રતિપાદુત્સવઃ કહ્યુ છે. જેમાં દીવા પ્રગટાવામાં આવે છે અને નવ પરણિત પતિ-પત્નીને ભેંટ આપવામાં આવે છે.

મહાવીર મોક્ષ દિવસ ફારસી યાત્રી અને ઈતિહાસકાર અલી બરુનીએ 11 મી સદીના સંસ્મરણમાં દિવાળીને કારતક મહિનામાં નવા ચંદ્રના દિવસે હિંદુઓ દ્વારા ઉજવવામાં આવતો તહેવાર કહ્યું છે. જૈન ધર્મના લોકો તેને મહાવીરના મોક્ષ દિવસના રૂપે ઉજવે છે અને શીખ સમુદાય તેને બંદી છોડ દિવસના રૂપે ઉજવે છે.

રામ-સીતા અને લક્ષ્મણ પાછા ફર્યા દિવાળીનો તહેવાર નેપાળમાં પણ ઉજવાય છે. નેપાળીઓ માટે આ તહેવાર એ કારણથી મહાન છે કારણ કે, આ દિવસે નેપાળનું સંવતમાં નવું વર્ષ શરૂ થાય છે. અનેક લોકો દિવાળીમાં 14 વર્ષના વનવાસ બાદ ભગવાન રામ અને પત્ની સીતા અને તેમના ભાઈ લક્ષ્મણના પરત થવાના માનરૂપે ઉજવે છે.

લક્ષ્મી અને વિષ્ણુ મેળાપ પ્રાચીન હિંદુ મહાકાવ્ય મહાભારત પ્રમાણે દિવાળીને 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ બાદ પાંડવોના પરત આવવાના પ્રતિક રૂપે પણ ઉજવાતો તહેવાર કહેવાયું છે. કેટલાક હિંદુઓ દિવાળીને ભગવાન વિષ્ણુની પત્ની, ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી સાથે જોડીને તેને ઉજવે છે. દિવાળીનો દિવસ એ દિવસ છે જ્યારે લક્ષ્મીએ પોતાના પતિના રૂપે વિષ્ણને પસંદ કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા.

વિષ્ણુ વૈકુંઠમાં પાછા ફરે છે કેટલાક લોકો આ દિવસે લક્ષ્મીની સાથે સાથે ભક્તોની મુશ્કેલી દૂર કરનારના પ્રતિક ગણપતિ, સંગીત, સાહિત્યની પ્રતિક સરસ્વતી અને ધનના પ્રતિક કુબેરને પ્રસાદ અર્પિત કરે છે. કેટલાક હિંદુઓ દિવાળીને વિષ્ણુના વૈકુંઠમાં પરત થવાના દિવસના રૂપે તેને ઉજવે છે. એવું મનાય છે કે, આ દિવસે લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જે લોકો આ દિવસે તેની પૂજા કરે છે તે આવનારા વર્ષે માનસિક, શારીરિક દુઃખોથી દૂર રહી સુખી જીવન પ્રાપ્તિ કરે છે.

નવાગઢ શહેરથી લગભગ ૨૫ કિ.મિ ના અંતરે દુશ્મન દેશની સરહદ હતી. સરહદ પર કંટાળી તારની વાડ હતી. બંને દેશોના સૈનિકો ફરજ તૈનાત રહેતા હતા.

સુમનભાઈ ગોસાલીયા અને કૃષ્ણકાંત સમાજસેવા વૃત્તિવાળા હતા. દેશ માટે કંઈક કરી વળવાની મનોકામના ધરાવતા હતા. બંનેને એક આઈડિયા સૂઝ્યો સુમનભાઈ બોલ્યા," કૃષ્ણકાંતભાઈ,આપણે એક કામ કરીએ. આ દિવાળીએ આપણે સરહદ પર જઈ અને સૈનિકો જોડે,આપણા દેશના વીર જવાનો જોડે કેમ ના દિવાળી માનવીએ ? આપણા દેશના વડાપ્રધાન જો મનાવી શકતા હોય તો આપણે કેમ નહિ ? જોઈએ તો આપણે સરકારશ્રીની પરવાનગી લઈશું ?"

"હમ..સુમનભાઈ તમારી આઈડિયા તો ગમી.પણ આપણે બેઉ જઈને શું કરીશું ? કમ સે કમ ૨૫-૩૦ જણા હોય તો સારું લાગે.વીર જવાનોને ગમશે પણ." કુશાભાઈ બોલ્યા

"હા..તમારી વાત સાચી છે.આપણે આપણા મિત્ર વર્તુળમાં આ વાત ફેલાવીએ. બધાનું સૂચન. અભિપ્રાય મંગાવીએ " સુમનભાઈએ સૂર પુરાવ્યો.

તો ચાલો આજે જ આ વાતનો પ્રારંભ કરી દઈએ " ઉતાવળ કરતા કુશાભાઈ બોલ્યા

૩૨ જણાને આ વાત કરતા બધાને જ આ આઈડિયા ગમ્યો અને તેને અમલમાં મૂકવાની તાતી જરૂરી બતાવી.

બસ તો પછી બધા જ મંડી પડ્યા. પહેલા રાજ્ય સરકારશ્રીની પછી કેન્દ્ર સરકારશ્રીની પરવાનગી લઈએ.

“પણ સુમનભાઈ આપણે તો આપણા ઘરવાળાઓની પણ પરવાનગી લઈ લઈએ. તેઓએ કઈ હરવા ફરવા જવાનું આયોજન કરી લીધું હોય.” વિપુલભાઈ બોલ્યા.

“હમ..એવું કરીએ પહેલા ઘરમાં વાત કરીએ અને ત્યાંથી જ શરૂઆત કરીએ” કુશાભાઈએ પોતાનો મત વ્યક્ત કર્યો

બંનેએ પોતપોતાના ઘરે વાત કરતા પત્નીઓ અને છોકરાવ એકદમ નિરાશ થઈ ગયા. છોકરાઓએ તો ભલભલું આયોજન કરી લીધું હતું તેમાં આ બંનેએ તેમનું આયોજન કહેતા છોકરાઓના ફુગામાંથી હવા જ નીકળી ગઈ. મહિલાઓ પણ ધુંઆપુંઆ થઈ ગઈ.

" ૩ વર્ષથી કશે ગયા નથી. છોકરાઓની બોર્ડની પરીક્ષાઓ હતી એટલે આપણે જઈ શક્યા નહોતા ફરવા. આ વખતે તો જવું જ છે.તમને જવું હોય તો જજો સરહદે. હા સાથે બંદૂક લઈ જજો. તે પહેલા બંદૂક ચલાવતા પણ શીખી જાઓ " શ્રીમતી સુમનભાઈ તાણમાં આવી બોલ્યા.

કૃષ્ણકાંતના શ્રીમતી જીએ પણ વિરોધી સૂર પૂરાવ્યો. બંને જણા ટેંશનમાં આવી ગયા

“ શું કરીએ ?”

રેક દરેક તહેવારોમાં ખાસ કરીને દિવાળીમાં તહેવારમાં પત્નીઓની વ્યથા તો સરખી જ રહે છે.

અને પતિઓને એની સજા પણ મળે છે  

બંેની એટલે સુમનભાઈ અને કૃષ્ણકાન્તની શ્રીમતીઓએ તો રીતસરની ધમકીઓ જ આપી દીધી કે આ દિવાળીમાં કૈજ નાસ્તા કે અવનવી વાનગીઓ નહિ બને અને બજારની પણ લાવવા નહીં દઈએ જો કદાચ લાવ્યા તો ફેંકી દઈશું.

જેમ સીતાનું હરણ થયું તેમ જાણે ભાવતી વાનગીઓનું હરણ થયું હોય તેવી અનુભૂતિ થતી હતી

સુમનભાઈને લખવાનો અને વાંચવાનો ભારે શોખ. એમના કબાટમાં વિવિધ પુસ્તકોનો કાફલો હતો સાથે એમને લખેલી વાર્તાઓ અને લેખોના રફ પ્રિન્ટ આઉટ પણ હતી તે સાફ કરતા કરતા અચાનક જ એમની નજર એમની પત્ની પર પડી જે ટી પોઈ ઉપર ચડી ગઈ જાળીયા સાફ કરવા લાગી. ટી પોઈ ડગુમગુ થતી હતી. અચાનક જે ન થવાનું તે થયું.ટી પોઈ પર સમતોલ નહિ જળવાતા તેઓ ધડામ નીચે પડી ગયા અને કમર મચકોડાઈ ગઈ. આમ પણ ટી પોઈ ૮૦ વર્ષના દાદા જેટલી જ જર્જરિત હતી

 આ દ્રશ્ય જોઈને સુમનભાઈ એકદમ ડરી જ ગયા.

આખરે સુમનભાઈથી રહેવાયું નથી અને પત્નીને પૂછ્યું: " શું થયું ? આમ કેવી રીતે પડી ? ટી પોઈની હાલત તો જો..આવડું શરીર એ ખમી શકે ખરી ?

ભર દિવાળીએ આફતને નોતરું મળી ગયું. તેમાં સુમનભાઈ અને એમના પત્ની વચ્ચે દિવાળીમાં ફરવા જવા બાબતે ચડભડ થઈ. આ ચડભડ ક્યાંને ક્યાં પહોંચી ગઈ. હું આમ ને તું તેમ....તમને આમ ને અને હું તેમ. .તું..તું મૈં મૈં ચરમસીમાએ પહોંચી ગઈ. ફક્ત મિસાઈલ છોડવાનું જ બાકી રહ્યું હતું.

જી હા, એક હકીકત છે કે તમારું ગમે તે થાય લગ્નજીવનમાં વાવાઝોડું આવી શકે. તો આ તો આટલી અમસ્તી ટી પોઈ છે. તે પણ ઘરડી જુલમ જ થયો ને ? એમાં ટી પોઈનો શું વાંક ? એનામાં બુદ્ધિ થોડી છે ? "સુમનભાઈએ પત્નીને સમજાવ્યા.

 એમાં તારા પિયરીયા શું કહેશે એક ટી પોઈ સાચવી નથી શકતા અમારી દીકરીને કેમ સાચવશો ?

મહા મહેનતે મામલો થાળે પડ્યો. તેમાં ના છૂટકે વિપુલભાઈ,કૃષ્ણકાંતભાઈને દખલગિરી કરવી પડી. યુદ્ધ બંધ થયાનું શંખ ફૂંકાયું અને બધાને હાશકારો થયો નહીંતર આ વર્ષની દિવાળી બગડવાના એંધાણ જ હતા 

ખબર નહિ કે.કે ના એટલે કૃષ્ણકાંતભાઈ (બધા એમને કેકેના હૂલામના નામથી બોલાવતા હતા )

કઈ રીતે એમની પત્નીની નીંદરમાં તકલીફ હોય એવું લાગતું હશે કેમ કે એમની રાધિકા જયારે નિંદ્રાવસ્થામાં હોય ત્યારે એટલી ગાઢ નિંદ્રા હોય જાણે કુંભકર્ણની મહિલા અવતાર જ.

એના નસકોરા એટલા તીવ્ર હોય કે ઘણી વાર તો કે. કે. ડરી જતા. બહારગામ કોઈની ત્યાં એક રાત રોકાવાનો વારો આવે તો કે.કે. ને ટેન્શન આવી જતું. બીજાની ઊંઘ નહિ બગડે તેની તકેદારી રાખવા રાતભર જાગતા રહેતા.સહેજ પણ નસકોરાનો અવાજ આવે એટલે તો કે. કે. ભાઈની પત્ની રાધિકાનો ખભો હલાવી જાગ્રત કરી દેતા.

હિન્દુસ્તાન -પાકિસ્તાનના યુદ્ધ મેદાનમાં તો નથી આવી ગયો ને!! એવી અનુભૂતિ કે કે ને થતી હતી

ના ના, મારી રાધિકા રાણી તો ઝાંસીની રાણી જેવી નીડર છે. એટલે એને વંદા, ગરોળી, ઉંદર, વગેરેથી તો જરાય બીક નથી લગતી. બસ કુતરા બિલાડાની બીક બહુ લાગતી. કૂતરું કરડે તો ૧૪ ઈન્જેક્શન લેવા પડે તેની બીક વધારે

દિવાળીના ત્રણ દિવસ પહેલા એટલે વાઘ બારસના દિવસે સાફસફાઈ કરતી વખતે ઘરમાં બાથરૂમમાંથી એક મોટો વંદો નીકળ્યો ને આમ તેમ ફરવા લાગ્યો.અને તેમની પત્ની રાધિકા સોફા પર ચઢી ગયા અને ચીસાચીસ પાડવા લાગ્યા

"હવે આમ મને શું જોવો છો ? એને કાઢો અહીં થી." રાધિકાબહેન વંદાને ચીસો પાડીને બોલ્યા.

"અરે પણ એ તો નાનું અમથું છે એનાથી આટલું બધું શું ડરવાનું ? અને તું આમ ચીસો ના પાડ. તને આટલી રાડા-રાડી કરતા કોઈ સંભાળશે તો શું વિચારશે ? કે હું તારી ઉપર હિંસા કરું છું કે શું ?"

"અરે, પણ તમે વાતો બહુ કરો છો. એને જલ્દી બહાર કાઢો અથવા પીંછીથી મારો જલ્દી”

“ના મરાય જીવ હિંસાનું પાપ લાગે" કે કે બોલ્યા

એની આવી સ્થિતિ જોઈ કે.કે.નામનમાં એક વિચાર આવી ગયો કે રાણી તું તો આજ બરાબર ફસાણી.

કે કે એ કહ્યું " હું એને કાઢું ખરી પણ એક શરતે."

રાધિકાબહેન મજબૂરીથી બોલ્યા: "અરે ભાઈસાબ, મને તમારી બધી જ શરત મંજુર છે પણ આને અહીં થી કાઢો."

લે સાંભળી મારી શરત પછી હા પાડજે.

રાધિકાબહેન બોલ્યા શ્રી:"બોલો ? શું છે શરત ?"

"એ જ કે જે દિવાળીની વાનગીઓનું તે હરણ કર્યું છે તે હેમ ખેમ મુક્ત કરી દે. એટલે તે જે બેન લગાવ્યું છે તેમાંથી મુક્તિ આપી દે “

રાધિકાબહેન : હા, બસ. દીધા તમને પાછા. હવે તો એને કાઢો. કરી દીધા નિયંત્રણો હળવા.મુક્ત કરી દીધા વાનગીઓને

કે.કેએ વંદાનો આભાર માનતા મનમાં બોલ્યા કે "વંદાએ મારી દિવાળીની વાનગીઓને મુક્ત કરાવ્યું.

કે.કે.ને જાણે હવે એક શસ્ત્ર મળી ગયું હતું જો પત્ની કઈ દાદાગીરી કરે, મનપસંદ ખાવાનું નહિ બનાવે તો તરત ઘરમાં એક વંદો છોડી દેવાનો એટલે પત્ની નરમ પડી જાય અને શરણાગતિ સ્વીકારી લે 

આ ધમાચકડીમાં કે.કે ના ઘરની ડોરબેલ રણકી. દરવાજો ખોલ્યો તો બહાર કુશાભાઈ,સુમનભાઈ,વિપુલભાઈ ઉભા હતા.

"સુમનભાઈ બોલ્યા," ભાભીજી ઘર પર હૈ ?"

તેમાં કે.કેનો પિત્તો ગયો. "એ સુમનીયા ભાન બાણ છે કે નહિ. તમારો મતલબ શું છે આવું બોલવાનો ?

વિપુલભાઈ,કુશાભાઈ અને સુમનભાઈ કે કે ની પત્ની રાધિકા બહેનને જોઈ પૂછ્યું "કેમ ભાભીજી, કેમ, શું થયું ? તમે એટલા ડરી કેમ ગયા છો ? કાંઈ દેખાઈ ગયું કે શું ?"

“અરે ના, ના ભાઈસાહેબ. એવું તો શું દેખાય ? પણ આ તો ઘરમાં મને વંદો ફરતો દેખાયો મારાથી બહાર નીકળતો નહોતો એટલે ચીસ પડાઈ ગઈ.કેમ કે મને વંદાની બહુ બીક લાગે છે. એમને બહાર કાઢવા કહ્યું તો શરત મૂકી.

રશિયા અને યુક્રેન જેવું યુદ્ધ થયું હતું ઘરમાં. આ તમારા પુતિનભાઈ છે ને જક્કી વલણ અપનાવ્યું છે. દિવાળીની વાનગીઓ બનાવે તો જ વંદો ઘરની બહાર જશે નહીંતર એ પણ આપણી સાથે દિવાળી મનાવશે અને કહે છે કે આ વખતે દિવાળી મનાવવા સરહદ પર જવું છે આપણા દેશના વીર જવાનો સાથે દિવાળી મનાવવા “બોલો હવે શું કહેવું ?” રાધિકાબહેન બોલ્યા

 કે ના પત્ની રાધિકા બહેનને એમ કે આ વીરલાઓ પુતિનને સમજાવશે પણ એ તો પુતિનના પણ બાપ નીકળ્યા. કિમ જોન્ગ અને જિનપિંગ જેવા સનકી નીકળ્યા. કે.કે.ની પત્ની રાધિકાબહેનની ભ્રામક્તા ઓગળી ગઈ હતી.

છેલ્લે મહામહેનતે ત્રણે એ સમજાવતા મામલો થાળે પાડ્યો અને યુદ્ધ વિરામ થયું. બધાને હાશકારો થયો.ઘાત ટળ્યાનો સંતોષ થયો અને દિવાળીએ સરહદ પર જઈ મનાવવાના આયોજનને આખરો ઓપ અપાયો. કે.કે. ની પત્ની રાધિકા બહેને પણ ના છૂટકે મૂક સંમતિ આપી શરણાગતિ સ્વીકારી લીધી.

“ચાલો ભાભીજી, તો આ વાત ને લઈ થેપલા અથાણાં પાપડની ઉજવણી કરી નાખીએ” એકી સુરે સુમનભાઈ અને વિપુલભાઈ બોલ્યા.

 સુમનભાઈ અને કૃષ્ણકાંતભાઈ, વિપુલભાઈ,કુશાભાઈએ લાગતાવળગતાઓની પરવાનગી લીધી અને લગભગ ૨૫ જણાનું ટોળું સરહદે દિવાળીની અમાસે બપોરે પહોંચી ગયું.સાથે મીઠાઈઓ, દિવાળીની ભેટ સોગાદો, નાસ્તાના પેકેટ્સ લઈ ગયા.તેમજ રોશનાઈ માટે કોડિયાં અને તેલના ડબ્બા પણ લઈ ગયા હતા.

આગંતુકોની ટોળકીને જોઈ જવાનો બંદુકો લઈને તૈનાત થઈ ગયા. ગમે ત્યારે અચાનક કોઈ હુમલો થાય તો વળતો જવાબ આપવા સજ્જ થઈ ગયા પણ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલયના એક અગ્ર સચિવ સાથે હતા એટલે બનાવ બનતા અટકી ગયો.

"મિત્રો, એ લોગ નજદીક શહેર નવાગઢ સે આ રહે હૈ ઔર આપ કે સાથ દિવાળી મનાના ચાહતે હૈ. સરકારને ઉનકો મંજૂરી ભી દે દી હૈ. આપ બેફિકર રહીએ. "

હાજર બધાજ વીર જવાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.

સરહદ પર તેલના દીવા ગોઠવવામાં આવ્યા. હેડ ક્વાર્ટરને વિવિધ રંગીન લાઈટિંગથી શણગારવામાં આવી.

સુમનભાઈ અને કૃષ્ણકાંતભાઈ સાથે મહારાજને પણ લઈ ગયા હતા જેથી લક્ષ્મી પૂજન અને સરસ્વતી પૂજન પણ થઈ શકે.

સેનાના વડાના (ચીફ ઓફ આર્મી સ્ટાફ ) વરદ હસ્તે લક્ષ્મી પૂજન થયું. ફટાકડા ફોડવામાં આવ્યા. મીઠાઈઓ વહેંચાઈ તેમજ દિવાળીની ભેટ સોગાદોનું વિતરણ થયું. બધા એકબીજાને ભેટ્યા. તેમાં મુસ્લિમ,શીખ,ખ્રિસ્તી જવાનો પણ એકબીજાને ભેટી મુબારક શુભેચ્છા આપી.

સરહદ પર દુશ્મન દેશની છાવણીમાં સોપો પડી ગયો હતો. ત્યાંની સેના આ બધું ટગર ટગર જોયા કરતી હતી. દુશ્મન દેશના સેનાના લશ્કરી અધિકારીને આપણા લશ્કરી અધિકારી અને અગ્ર સચિવે દુશ્મન સેનાના લશ્કરી અધિકારીને જોડાવવા આમંત્રણ આપ્યું. એ આમંત્રણ સહર્ષ સ્વીકારી કાંટાળી વાળની પેલે પાર રહી બધાને મીઠાઈ અને ભેટ સોગાદો આપવામાં આવી. અને જવાનો એક બીજાને ભેટી શુભેછાઓ આપી.

આ વાત વાયુવેગે આખા રાજ્યમાં અને દેશમાં પ્રસરી ગઈ.મીડિયાવાળા પણ દોડી ગયા. કૃષ્ણકાંત ભાઈ અને સુમનભાઈની મુલાકાત લીધી તે મુલાકાત ટીવી પર પ્રસારિત થયું. આ સત્કર્મ માટે દેશના

વડાપ્રધાને અભિનંદન કરી શુભેચ્છા આપી સુમનભાઈ, કૃષ્ણકાંતભાઈ વિપુલભાઈ,રાધિકાબહેન અને અન્ય પુરુષો અને મહિલાઓના કામને બિરદાવ્યું હતું

પતિઓના આ કારનામાંથી પત્નીઓ ગર્વ અનુભવતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy