Kalpesh Patel

Abstract Tragedy

4.9  

Kalpesh Patel

Abstract Tragedy

દિવાળી

દિવાળી

1 min
2.0K


નવ વર્ષની પરોઢે સબરસ – સબરસની છૂટી છવાઇ ટહેલ વચ્ચે,  એક જાણીતો અવાજ દિવાળીને કાને પડ્યો . "હે દિવાળી દરવાજો ખોલ, હવે તારો વિલંબ સહન નથી થતો" ,

"તું ક્યારે આવે છે ?  હું ક્યારનો તારી બહાર રાહ જોઉં છું",

માણીગરનો સાદ સાંભળતા જ કરસન મુખીની છોડીએ ગાલ સુધી પહોંચી ગયેલા આંસુ લૂછી પડખે સૂતેલા નવજાત 'લાલ'ને છાતીએથી અળગો કરી ગોદડી ઓઢાડી બહાર આવી  અને સામે ડગુમગુ થતા  ઉભેલા રણછોડને વળગી પડી. ઉતરી ચૂકેલા આસો માસની રાતની ઠંડી પરોઢમાં  થીજી ગયેલી લાગણીઓને છૂટ્ટો દોર મળતા પરાણે રોકી રાખેલા તેના ગરમ આંસુઓ આંસુ હવે રણછોડના ટાઢા પડી ગયેલા સીનાને ભીંજવી રહ્યા હતા.  દિવાળીએ  આલિંગનને વધારે દીર્ઘ બનાવતા બોલી એલા રણછોડીયા તને હવે કોઈ પણ કાળે અળગો નહિ  થવા દઉં . દિવાળીની છાતીએ ભીંસ વધી રહી હતી એવું દિવાળીને લાગ્યું. તેણે  ટોડલે ઝળહળતા દીવડા ના ઉજાસમાં જોયું તો રણછોડ તો  દિવાળીએ હોળી રમી ને આવેલો હતો . અને દિવાળીની છાતી પણ હવે ભીંજાઇ રહી હતી,ત્યારે દિવાળીના સરકતા હાથ જ્યારે રણછોડની પીઠમાં ખૂંપેલા ખંજરે અટક્યાં  ત્યારે તેણે રીતસરનો ઠૂંઠવો મૂક્યો ....

ક:સમયે મુકાયેલા ઠૂંઠવાથી ભેગાથયેલા લોકો બબડ્યા, "દિવાળી બગડી"  મુઓ મુખીની છોડી સાથે આંખ લડાવી બેઠો હતો......   


Rate this content
Log in

Similar gujarati story from Abstract